ડાંગ જિલ્લામાં છેલ્લા ૧૦ કલાકમાં સરેરાશ ૯૪ મી.મી વરસાદ નોંધાયો
ડાંગ જિલ્લામાં છેલ્લા ૧૦ કલાકમાં સરેરાશ ૯૪ મી.મી વરસાદ નોંધાયો
વરસાદને કારણે કોઝ વે અને સ્લેબ ડ્રેઈન ઓવર ટોપિંગ થતા આજે સાંજના ૫ વાગ્યાની સ્થિતિએ ૨૦ જેટલા ગ્રામ્ય માર્ગો અવરોધાયા
જિલ્લા વહીવટી તંત્રે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની અપીલ કરી
સરદાર ન્યૂઝ-ચિરાગ પંચાલ-ડાંગ
ડાંગ જિલ્લામાં આજે તારીખ ૨૬ ઓગસ્ટ સવારનાં ૬ થી સાંજના ૪ કલાક સુધી પુરા થતાં છેલ્લાં ૧૦ કલાક દરમિયાન, જિલ્લામાં સરેરાશ ૯૪ મી.મી. વરસાદ નોંધાયો છે.
જિલ્લાના ડિઝાસ્ટર કક્ષ તરફથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર, સવારના ૬ થી સાંજના ૪ કલાકે પુરા થતાં છેલ્લા ૧૦ કલાક દરમિયાન આહવા તાલુકામાં ૮૬ મી.મી (મોસમનો કુલ ૨૧૩૬ મી.મી), વઘઇમાં ૧૦૬ મી.મી (મોસમનો કુલ ૨૧૪૭ મી.મી), સુબીરમાં ૯૦ મી.મી (મોસમનો કુલ ૧૮૮૩ મી.મી), મળી જિલ્લામાં સરેરાશ ૯૪ મી.મી (મોસમનો કુલ ૨૦૫૫.૩૩ મી.મી), વરસાદ નોંધાયો છે. જ્યારે ગિરિમથક સાપુતારા ખાતે છેલ્લા ૧૦ કલાક દરમિયાન ૧૨૪ મી.મી વરસાદ નોંધાવા પામ્યો છે.
દરમિયાન આજે સાંજના ૫ વાગ્યાની સ્થિતિએ ડાંગ જિલ્લા પંચાયત હસ્તકના ૨૦ જેટલા ગ્રામ્ય માર્ગો, વરસાદી પાણીને લઈ, અવરોધાયા છે. જેમાં સુબિર તાલુકાના (૧) હિંદળાથી ધુડા રોડ, અને (૨) કાકડવિહીરથી ખેંરિન્દ્રા-ચમારપાડા રોડ, સહિત આહવા તાલુકાના (૧) ચિકટીયા-ગાઠવી રોડ, (૨) રાનપાડા-ભાપખલ-બારીપાડા રોડ, (૩) ભવાનદગડ-ધુલચોંડ-આમસરવલણ રોડ, (૪) ભૂરાપાણી-બારીપાડા-ચિરાપાડા રોડ, (૫) બોરખલ-ગાયખાસ-ચવડવેલ રોડ-૧, (૬) બોરખલ-ગાયખાસ-ચવડવેલ રોડ-૨, (૭) ટાકલીપાડા-લહાન દબાસ -મોટી દબાસ રોડ, તથા વઘઇ તાલુકાના (૧) ખાતળ ફાટકથી ઘોડી રોડ, (૨) માછળી-ચિખલા-દિવડ્યાવન રોડ-૧, (૩) માછળી-ચિખલા-દિવડ્યાવન રોડ-૨, (૪) વાઝટઆંબા-કોયલીપાડા રોડ, (૫) ઘોડવહળ વી.એ.રોડ, (૬) આહેરડી-બોરદહાડ રોડ, (૭) ચીખલદા વી.એ.રોડ, (૮) સુસરદા વી.એ.રોડ, (૯) માનમોડી-બોડારમાળ-નિબારપાડા રોડ, (૧૦) આંબાપાડા વી.એ.રોડ, તથા (૧૧) કાલીબેલ-પાંઢરમાળ-વાંકન રોડ, ક્યાંક કોઝ વે ઓવર ટોપિંગ થવાથી, તો ક્યાંક સ્લેબ ડ્રેઇન ઓવર ટોપિંગ થવાને કારણે અવરોધાયા છે.
જિલ્લા વહીવટી તંત્રે અવરોધાયેલા માર્ગે અવરજવર કરતા વાહન ચાલકો, રાહદારીઓ, પશુપાલકો અને ખેડૂતોને સાવચેતીના ભાગરૂપે આ માર્ગોનો ઉપયોગ નહિ કરવા, અને સૂચવેલ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની અપીલ કરી છે.
જિલ્લા કલેકટર શ્રી મહેશ પટેલ સમગ્ર પરિસ્થિતિ ઉપર નજર રાખી, તંત્રના સંબંધિત વિભાગોને માર્ગદર્શિત કરી રહ્યા છે. દરમિયાન લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારી, કર્મચારીઓને સંભવિત પરિસ્થિતિ ધ્યાને લેતા, તેમનું કાર્ય મથક નહિ છોડવાની પણ તાકીદ કરવામાં આવી છે.
ઉલ્લેખનિય છે કે, ચોમાસાની ઋતુમાં ડાંગ જિલ્લાની વનાચ્છાદિત પ્રકૃતિને મનભરીને માણવા માટે, પ્રકૃતિપ્રેમી પર્યટકો ડાંગ જિલ્લામાં ઉમટી પડે છે. ત્યારે અહીંના નદી, નાળા, કોતરો, જળધોધ, ખીણ પ્રદેશ, ડુંગરો, વૃક્ષો, વન્યજીવો વિગેરે સાથે સેલ્ફી લેતા કે ફોટોગ્રાફી કરતા લોકો, ક્યારેક અજાણતા જ પોતાના કે અન્યોના જીવનું જોખમ ઊભું કરતા હોય છે. જેમને સભાનપણે અહીંના પ્રાકૃતિક નજારાને માણવા માટે જિલ્લા વહીવટી તંત્રએ અનુરોધ કર્યો છે.
જાહેર માર્ગો કે સાર્વજનિક પર્યટન સ્થળોએ આડેધડ વાહનો પાર્ક નહિ કરવા, જોખમી રીતે સેલ્ફી લેવા કે ફોટોગ્રાફી નહિ કરવા, નદી-નાળા-કોતરો કે જળધોધમા નહિ ઉતરવા, વરસાદી વ્હેણ કે પાણી ભરાયાં હોય તેવા માર્ગો કે પુલો ઉપરથી પસાર નહીં થવા સાથે, ભૂસ્ખલનને કારણે બંધ કરાયેલા માર્ગોનો ઉપયોગ નહિ કરવા, કાયદો વ્યવસ્થા જાળવતા લાશ્કરો અને સ્વયંસેવકોને સહયોગ આપવા જેવી બાબતે, વિશેષ જાગૃતિ સાથે પ્રજાધર્મ નિભાવવા, જિલ્લા વહીવટી તંત્રએ સૌને ફરીવાર અપીલ કરી છે.

Comments
Post a Comment