ડાંગ જિલ્લાનાં વઘઈનાં કોમ્યુનિટી હોલ ખાતે હિન્દુ સંમેલનનો કાર્યક્રમ યોજાયો.
સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ
ડાંગ જિલ્લાનાં વઘઈ નગરનાં કોમ્યુનિટી હોલ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં મોટી સંખ્યામાં હિન્દુ ધર્મના લોકો અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં હિન્દુ ધર્મની એકતા અને અખંડિતતા જળવાઈ રહે તે માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો.હિન્દુ ધર્મ - સંસ્કૃતિ- પરંપરાનાં રક્ષણ તથા સંવર્ધન માટે ૧૯૬૪માં મુંબઈના સાંદિપની આશ્રમ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દ્વિતીય સર સંઘ ચાલક પૂજ્ય ગુરુજીની પ્રેરણાથી હિન્દુ,શીખ, જૈન વગેરે ભારતીય પરંપરાઓના પૂજ્ય સંતો તથા પદ્મશ્રી કે. કા. શાસ્ત્રી જેવા વિદ્વાનોની પ્રેરક ઉપસ્થિતિમાં વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના થઈ હતી. ત્યારે આજ દિન સુધીના કાર્યકાળમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અનેક સફળ આંદોલન તથા જનજાગરણ થકી શ્રદ્ધા કેન્દ્રની મુક્તિ, લવ જેહાદ વિરુદ્ધ કાયદા, ગૌરક્ષા માટે કાયદા, ધર્માંતરણ અટકાવવુ, ઘર વાપસી, સામાજિક સમરસતા, જનજાતિ કલ્યાણ, સેવા બાલસંસ્કાર જેવા અનેક કાર્યો સફળતાપૂર્વક કરવામાં આવ્યા છે. આજે પણ ૩૨દેશોમાં ૬૩હજાર કરતા વધુ સમિતિઓ અને ૭૦૦ જેટલા પૂર્ણકાલીન કાર્યકર્તાઓના માધ્યમથી વિશ્વ હિન્દુ પરિષદ વિશ્વના દરેક હિન્દુ માટે કાર્યરત છે.ત્યારે આ સંગઠન હિન્દુઓનું પોતાનું સંગઠન છે.ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વઘઈ પોલીસ સ્ટેશનની સામે આવેલ કોમ્યુનિટી હોલ ખાતે હિન્દુ સંમેલનનું આયોજન કર્યું હતુ.જેમાં કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ગોવિંદભાઈ પટેલ તથા અતિથિ વિશેષ તરીકે પૂજ્ય પી.પી. સ્વામીજી, પૂજ્ય સાધ્વી યશોદા દીદી એ હાજરી આપી હતી.જેમાં હિંદુ ધર્મની એકતા અને અખંડિતતા જળવાઈ રહે તે માટે પ્રવચન આપવામાં આવ્યુ હતુ.તેમજ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હિન્દુ ધર્મના લોકો ઉપસ્થિત રહ્યા હતા.અને વઘઈ પ્રખંડ અધ્યક્ષ અજીત પવાર, પ્રખંડ મંત્રી ગિરીશ ચૌધરી, વઘઈ પ્રખંડ બજરંગ દળ સંયોજક સુરેન્દ્ર ઘાટાળ, જિલ્લા મંત્રી રવિ સૂર્યવંશી, જિલ્લા ઉપાધ્યક્ષ કાળુભાઈ પવાર અને મુખ્ય વક્તા તરીકે કેન્દ્રીય સહમંત્રી અને ધર્મપ્રસાર કર્ણાવતી ક્ષેત્ર ધર્મેન્દ્ર ભવાની (વિહિપ) પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા..
ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ
ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ ચાલુ વર્ષે ગુજરાત માર્ગ સલામતી સત્તામંડળ દ્વારા ‘રાષ્ટ્રિય માર્ગ સલામતિ માસ-૨૦૨૫’ ની ઉજવણીની થીમ: પરવાહ (CARE) અંતર્ગત જિલ્લામાં માર્ગ સલામતિ અંગે જાગૃતતા ફેલાવવા, ટ્રાફિક નિયમનનું પાલન કરવા અંગે ડાંગ જિલ્લાના પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને આજરોજ પોલીસ ભવન ખાતે એક મહત્વની બેઠક યોજાઇ હતી. ડાંગમાં રોડ અકસ્માત નિવારણ માટે ગ્રામ્ય અને સ્ટેટના ભયજનક વળાંકમાં રસ્તાઓ પર શેવરોન માર્કિંગ લગાવવા, રોડ ઉપર સાઇન બોર્ડ લગાવવા, રોડની બન્ને લાઇડમાં સફેદ પટ્ટાઓ લગાવવા, ફેટલ અકસ્માતના મૃત્યુની ધટનામાં તમામ વહાનચાલકોના લાઇસન્સ રદ કરાવા સાથે આડેધડ વહાન ચલાવના વહાન ચાલકો ઉપર કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ વડાએ તાકીદ કરી હતી. આ સાથે જ માર્ગ સલામતિ અંગે જિલ્લામાં જાગૃતિ કાર્યક્રમો કરવા, નવા મોટર વ્હીકલ એકટ ૨૦૧૯ ના કાયદા વિશેની જાણકારી આપવી, પોસ્ટર અને હોડીગ્સંના માધ્યમથી જાગૃતિ ફેલાવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સુન...

Comments
Post a Comment