સાપુતારામાં પોલીસ ટ્રાવેલ ફ્રેન્ડ (પોલીસ પ્રવાસી મિત્ર) હેલ્પ ડેસ્ક સેન્ટરનું ઉદ્ઘાટન કરાયું

સાપુતારા ખાતે સુરત રેન્જ આઇજી શ્રી પ્રેમવીર સિંઘના અધ્યક્ષ સ્થાને લોક સંવાદ કાર્યક્રમ યાજાયો સાપુતારામાં પોલીસ ટ્રાવેલ ફ્રેન્ડ (પોલીસ પ્રવાસી મિત્ર) હેલ્પ ડેસ્ક સેન્ટરનું ઉદ્ઘાટન કરાયું
સરદાર ન્યૂઝ-ચિરાગ પંચાલ-ડાંગ ગિરિમથક સાપુતારા ખાતે સુરત રેન્જ આઈજી પ્રેમવીર સિંઘ અને જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણિયાના અધ્યક્ષ સ્થાને સાંદિપની સ્કૂલ ખાતે લોક સંવાદ કાર્યક્રમ અને પ્રવાસી મિત્ર હેલ્પ ડેસ્ક સેન્ટરનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સાપુતારા ખાતે પ્રવાસન ઉદ્યોગને લગતા પ્રશ્નો અંગેની ચર્ચા કરવામાં આવી હતી.
આ પ્રસંગે રેન્જ આઈજી શ્રી પ્રેમવીર સિંઘ એ જણાવ્યું હતું કે, સાપુતારા દેશ દુનિયાના નકશામાં એક વિશેષ ગિરિમથક તરીકે ઓળખવામાં આવે છે. અહીં આવતા પ્રવાસીઓને સુરક્ષા સાથે યોગ્ય માર્ગદર્શન મળી રહે તે પોલીસ વિભાગની પ્રાથમિકતા છે. અહીં પોલીસ મિત્ર હેલ્પ ડેસ્ક પર સાપુતારા સહિત ડાંગના દર્શનીય સ્થળોની માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ઉપરાંત પ્રવાસીઓને કોઈ વાંધાજનક પ્રશ્ન હોય તો અહીં સ્વાગત સર્કલ પાસેની ચોકી પર તે નોંધાવી શકશે, તેમજ અહીં ફરિયાદ પેટી પણ મુકવામાં આવશે. જેમાં પ્રવાસીઓ પોતાના ફોન નંબર સાથે પોતાની ફરિયાદ કે સજેશન લખી નાખી શકે. ત્યાર બાદ પોલિસ દ્વારા તેનો યોગ્ય નિકાલ કરવાની પહેલ કરાશે. દરમિયાન સાપુતારા-નવાગામવાસીઓ, લારીગલ્લા ધારકો સહિત હોટલ એસોસિએશનના સેક્રેટરી શ્રી તુકારામ કરડીલે સહિતn આગેવાનોએ, સાયબર ફ્રોડ સહિતના ગુનાઓ અંગે પોલીસ સતર્ક બને તેમજ હોટેલિયરો ભોગ ન બને તે માટે તકેદારીના પગલાં ભરવા રજુઆત કરી હતી. નવાગામના આગેવાન શ્રી રામચદ્ર હડસે સાપુતારા લની પોલીસની કમગીરીને બિરદાવી હતી. તેમજ પોલીસ પ્રજાની મિત્ર હોવાનું સાપુતારા પોલીસની કામગીરીથી સાર્થક થયું હોવાનું જણાવ્યું હતું. આ સાથે જ સાપુતારા ઘાટ માર્ગમાં થતા અવારનવારના અકસ્માતો અંગે ચર્ચા કરી, હોટેલ એસોસિએશન દ્વારા સરકાર કક્ષાએ ક્રેઇનની વ્યવસ્થા કરવામાં આવે, તેવી માંગ કરવામાં આવી હતી. આ કાર્યક્રમની આભાર વિધિ ડી.વાય.એસ.પી શ્રી એસ.જી.પાટીલે આટોપી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી નીખીલ ભોયા સહિત સ્ટાફે જહેમત ઉઠાવી હતી. -

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...