બારડોલી ૧૮૧ મહિલા હેલ્પલાઈન ટીમ દ્વારા દિવાળીબેન ટ્રસ્ટની તાલીમાર્થી બહેનો સાથે મહિલા કર્મયોગી દિવસની ઉજવણી કરવામાં આવી

સુરત-બારડોલી ૧૮૧ મહિલા હેલ્પલાઈન ટીમ દ્વારા દિવાળીબેન ટ્રસ્ટની તાલીમાર્થી બહેનો સાથે મહિલા કર્મયોગી દિવસની ઉજવણી કરવામાં આવી.. બારડોલી ખાતે આવેલ દિવાળીબેન ટ્રસ્ટમાં વુમન્સ ટ્રેલર (સીલાઇ કામ) તથા બ્યુટીપાર્લર મેનેજમેન્ટની ચાર મહિનાની તાલીમ આપવામાં આવે છે..
મહિલા અને બાળ વિકાસ વિભાગ ,ગુજરાત સરકાર દ્વારા આયોજીત ' નારી વંદન ઉત્સવના પખવાડિયા અંતર્ગત ' તા:- ૦૬/૦૮/૨૦૨૪નાં રોજ મહિલા કર્મયોગી દિવસ ઉજવણી નિમિત્તે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન વિશે માહિતગાર કરવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ દરમ્યાન દિવાળીબેન ટ્રસ્ટ ના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી નલીનભાઇ જોશી અને પ્રોજેક્ટ કોર્ડીનેટર રોશની બેન પાનવાલા હાજર રહ્યા હતા.
૧૮૧ ટીમ ના કાઉન્સેલર દ્વારા ૮૪ જેટલી તાલીમાર્થી બહેનોને ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન વિશે માહિતી આપવામાં આવેલ તેમજ ઘરેલુહિંસા, છેડતી અને અન્યપ્રશ્નો માં તેઓ મદદ લઈ શકે તે અંગે કાયદાકીય માર્ગદર્શન આપેલ.કોઈપણ શારીરિક, માનસિક કે જાતિય સતામણી ના કિસ્સામાં ૨૪*૭ કાર્યરત ૧૮૧ મહીલા હેલ્પ લાઇન માં કોલ કરવાથી વિનામૂલ્યે મદદ, માર્ગદર્શન અને બચાવ થઇ શકશે.આ સિવાય બિનજરૂરી કોલ મેસેજ થી હેરાનગતિ, છેડતી, બાળકો વગેરે કિસ્સામાં પણ મદદ મેળવી શકાશે.ત્યારબાદ તેમજ ૧૮૧ એપ્લિકેશન, સરકારશ્રીની મહિલા લક્ષી જુદી જુદી યોજનાઓ વિશે પણ માહિતી આપવામાં આવેલ.૧૮૧ અંગે માહિતી આપેલ પેમ્પલેટ વિતરણ કરેલ.તાલીમાર્થી ઓ પોતાના જીવનમાં સક્ષમ થાય અને જીવન માં પોતાના કારકિર્દી નો લક્ષ્ય નક્કી કરી આગળ આવે તેવી શુભેચ્છા પાઠવેલ. આમ મહિલા કર્મયોગી દિવસની નિમિત્તે તાલીમાર્થી બહેનો માં જાગૃતતા લાવવાનો પ્રયાસ કરવામાં આવેલ.

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...