બારડોલી ખાતે સ્વામી વિવેકાનંદ યુવાબોર્ડ દ્ધારા સાફ સફાઈ નો કાર્યક્રમ યોજાયો
બારડોલી ખાતે સ્વામી વિવેકાનંદ યુવાબોર્ડ દ્ધારા સાફ સફાઈ નો કાર્યક્રમ યોજાયો
15 મી ઓગસ્ટ સ્વાતંત્રદિવસની ઉજવણીના ભાગરૂપે દેશના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની પ્રેરણાથી તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવાબોર્ડના પ્રદેશ સંયોજકશ્રી કૌશલભાઈ દવે અને ઝોન સંયોજકશ્રી હર્ષિતભાઈ દેસાઈની સુચનાથી આજરોજ મહાપુરુષોની પ્રતિમા સફાઈ અભિયાન અંતર્ગત સુરત જિલ્લાના સત્યાગ્રહી ભૂમિ એવી સરદાર નગરી બારડોલી ખાતે નગરપાલિકા પાસે આવેલી સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાની સાફ-સફાઈ સુરત જિલ્લા યુવાબોર્ડના સંયોજકો દ્વારા કરવામાં આવી હતી તેમજ સુતરની આંટી પહેરાવી વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવાબોર્ડના ઝોન સંયોજક શ્રી હર્ષિતભાઈ દેસાઈ જિલ્લા સંયોજક શ્રી રાજનભાઈ વરીયા સહિત યુવાબોર્ડના સુરત જિલ્લાના યુવાબોર્ડના તમામ મંડળના સંયોજકો ઉપસ્થિત રહ્યા હતા.


Comments
Post a Comment