સુરત-બારડોલી ૧૮૧ મહિલા હેલ્પલાઈન ટીમ દ્વારા આંગણવાડીવર્કર બહેનો સાથે મળી મહિલા સુરક્ષ દિવસ અને વિશ્વ સ્તનપાન સપ્તાહ ની ઉજવણી કરવામાં આવેલ
સુરત-બારડોલી ૧૮૧ મહિલા હેલ્પલાઈન ટીમ દ્વારા આંગણવાડીવર્કર બહેનો સાથે મળી મહિલા સુરક્ષ દિવસ અને વિશ્વ સ્તનપાન સપ્તાહ ની ઉજવણી કરવામાં આવેલ
મહિલા અને બાળ વિકાસ વિભાગ ,ગુજરાત સરકાર દ્વારા આયોજીત ' નારી વંદન ઉત્સવના પખવાડિયા અંતર્ગત ' તા:૦૧/૦૮/૨૦૨૪નાં રોજ મહિલા સુરક્ષા દિવસ નિમિત્તે પલસાણા અને બારડોલી તાલુકા પંચાયત ખાતે તાલુકાની તમામ આંગણવાડી વર્કર બહેનોનું મીટીંગ યોજવામાં હતી.
મીટીંગ દરમ્યાન ૧૮૧ બારડોલી ટીમ હાજર રહી હતી.૧૮૧ અભયમ ટીમ નાં કાઉન્સેલર દ્વારા ૧૮૧ મહિલા અભયમ હેલ્પલાઇન વિશેની માહિતી આપવામાં આવેલ. મહિલાઓએ પોતાની આત્મસુરક્ષા કેવી રીતે કરવી, સ્ત્રી સશક્તિકરણ કોને કહેવાય,એ ઉપરાંત સરકાર દ્વારા મહિલાઓની સુરક્ષાની વ્યવસ્થાના ભાગરૂપે અન્ય સંસ્થાઓ, આશ્રયગૃહો વિશે માહિતગાર કરવામાં આવેલ તેમજ આશાવર્કર બહેનોને મહિલાઓ પર થતા શારીરિક, માનસિક કે જાતીય અત્યાચાર ઘરેલુ હિંસા સહિતના અન્ય પ્રકારની હિંસાના કિસ્સામાં મળતી મદદ માટેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ.આશાવર્કર બહેનોને યોગ્ય સલાહ સુચન અને માર્ગદર્શન આપવામાં આવેલ. ત્યારબાદ ૧૮૧ એપ્લિકેશન,૧૮૧ અંગે માહિતી આપેલ પેમ્પલેટ વિતરણ કરેલ.ગુજરાત રાજ્ય ની બધી જ મહિલાઓ તેમજ દીકરીઓ મુશ્કેલીના સમયે ડરીને નહીં પરંતુ હિમ્મત રાખીને ૧૮૧ અભયમ નો લાભ લઈ શકે એવી.બારડોલી ૧૮૧ ટીમ દ્વારા ઈચ્છા વ્યક્ત કરવામાં આવી.
બારડોલી ૧૮૧ મહિલા હેલ્પલાઈન ટીમ દ્વારા મીટીંગ માં આવેલ તમામ આંગણવાડીવર્કર બહેનોને મહિલા સુરક્ષા દિવસ ની શુભેચ્છાઓ આપેલ




Comments
Post a Comment