સુરત જિલ્લાના બારડોલી નગરમાં ગણેશજીના રંગે ચંગે કરાયું આગમન
સુરત જિલ્લાના બારડોલી નગરમાં ગણેશજીના રંગે ચંગે કરાયું આગમન. બારડોલી નગરના મુખ્ય માર્ગ પર ગણપતિ બાપા મોરિયા ના નામથી ગુંજી ઉઠ્યો.
આવનાર સાત તારીખથી ગણેશ ઉત્સવ ને ધ્યાનમાં લઇ ગણેશ મંડળ આયોજકો દ્વારા ગણેશજીની પ્રતિમા નો આગમન કરવામાં આવી રહ્યું હતું.
આવનાર સાત તારીખથી ગણેશ ઉત્સવની તૈયારીના ભાગરૂપે ગણેશ મંડળના સંચાલકો દ્વારા શ્રીજી ની પ્રતિમા સાથે આગમન કરાતુ હોય છે. આગમન સમય દરમિયાન બારડોલી નગર ની માં અલગ અલગ થીમ દ્વારા શ્રીજી ની પ્રતિમા સાથે હર્ષ અને ઉલ્લાસભેર ભગવાન નો આગમન થાય છે.
બારડોલી નગર ના ગણેશ મંડળ આયોજકો દ્વારા શ્રીજી નું આગમન સમય દરમિયાન અલગ અલગ નવી તરકીબો અજમાવવામાં આવી રહી છે ગણેશ મંડળ ના આયોજકો દ્વારા આ વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા ઢોલ ગ્રુપ એ બારડોલી નગર માટે આકર્ષણનો કેન્દ્ર બનવા પામ્યું હતું. બારડોલી નગરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ચુસ્ત પોલીસમાં ખડકી લેવામાં આવ્યો હતો.



Comments
Post a Comment