૧૪ ઓગષ્ટ વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત આહવા ખાતે પૂર્વ કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ દ્વારા માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો
૧૪ ઓગષ્ટ વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત આહવા ખાતે પૂર્વ કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ દ્વારા માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો
સરદાર ન્યૂઝ-ચિરાગ પંચાલ-ડાંગ
આજરોજ તારીખ ૧૪” ઓગષ્ટ વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત ડાંગ જીલ્લાના આહવા ખાતે પ્રદેશ તરફથી વક્તા શ્રી નરેશભાઈ પટેલ પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી અને ધારાસભ્યશ્રી ગણદેવી તેમજ ડાંગ જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી કિશોરભાઈ ગાવિતના અધ્યક્ષ સ્થાને કાયઁક્રમનું આયોજન કરવામા આવ્યું, જીલ્લા મહામંત્રીશ્રીઓ શ્રી રાજેશભાઈ ગામીત , હરિરામભાઈ સાવંત , દિનેશભાઈ ભોયે, તાલુકા પંચાયત આહવાના ઉપ પ્રમુખશ્રી કમલેશભાઈ વાઘમારે ,વઘઈ તાલુકા પંચાયત ના પ્રમુખશ્રી ચંદરભાઈ ગાવિતઆઈ. ટી.સેલના ઈન્ચાર્જ ગિરીશ ભાઈ મોદી,જીલ્લા સંગઠનના હોદ્દેદારો, મંડલના પ્રમુખ, મહામંત્રીશ્રીઓ, મંડલના હોદ્દેદારો, તમામ મોરચાના હોદ્દેદારો, જીલ્લા પંચાયત સભ્યશ્રીઓ, તાલુકા પંચાયત સભ્યશ્રીઓ, ડાંગ જીલ્લાના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોના ઉદ્દબોધન બાદ કેશવ કોમ્પ્લેક્સ થી ફુવારા સર્કલ સુધી વિશાળ મૌન રેલી નીકળી હતી, જેમાં સૌ આગેવાનો સહભાગી થયા હતા.

Comments
Post a Comment