‘ડાંગ દરબાર-૨૦૨૪’ ‘ડાંગ દરબાર’ નાં મેળાને લઈને વીજકર્મીઓ ખડેપગે તૈનાત રહેશે સરદાર ન્યૂઝ:- ચિરાગ પંચાલ-ડાંગ આહવાના આંગણે યોજાઇ રહેલા ‘ડાંગ દરબાર’નાં ભાતિગળ લોકમેળામાં વીજકર્મીઓ ખડેપગે તૈનાત રહેશે. ઉલેખનીય છે કે, આહવા ખાતે પ્રતિવર્ષ ડાંગ જિલ્લાની આન, બાન અને શાન સમાન 'ડાંગ દરબાર'નો લોકમેળો યોજાતો હોય છે. જેમાં ડાંગ જિલ્લા સહિત આસપાસનાં જિલ્લાઓ, પાડોશી રાજય વિગેરેમાંથી હજારોની સંખ્યામાં લોકો, આ મેળો માણવા આવતા હોય છે. સાથો સાથ સેંકડો વેપારીઓ, ધંધાર્થીઓ પણ અહી વ્યવસાય માટે ઉમટી પડતાં હોય છે. જેમને અહી પ્રાથમિક અને આવશ્યક સુવિધાઓ પૂરી પાડવા માટે જિલ્લા પ્રશાસન જરૂરી આયોજન વ્યવસ્થા સંભાળે છે. આ કામગીરીના ભાગરૂપે ડાંગ જિલ્લાના વીજ વિભાગનાં કર્મચારીઓને પણ વિશેષ સેવા ફાળવવામાં આવી છે. જે મુજબ કાર્યક્રમ સ્થળ રંગ ઉપવન ખાતે કાર્યરત કરાયેલી ચેન્જ ઓવર સ્વિચ, ૬૬ કે.વી-આહવા ss, આહવા મેઇન ડી.ઓ, મનોરંજન પ્લોટ ગ્રાઉંડ,સર્કિટ હાઉસ, કોલસા ડેપો, પ્રવાસી ગૃહ પાછળ, મસ્જિદ ડી.ઓ, બોરખેત, ડાંગ સેવા મંડળ, સનસેટ પોઈન્ટ સહિત કમપ્લેન સેન્ટર, ઈમરજન્સી માટે પેટ્રોલીંગ ટિમ જેવી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં ...