આહવા ખાતે 'વિકસિત ભારત, વિકસિત ગુજરાત' નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો

આહવા ખાતે 'વિકસિત ભારત, વિકસિત ગુજરાત' નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અને રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત ૯૧ સ્વ સહાય જૂથની ૧ હજારથી વધુ મહિલાઓને રૂપિયા ૧.૬૩ કરોડથી વધુની સહાયનું વિતરણ કરાયુ
સરદાર ન્યૂઝ:- ચિરાગ પંચાલ-ડાંગ વિકાસને વરેલી ડબલ એન્જીન સરકારથી મહિલાઓ આર્મનિર્ભર બની છે - શ્રી વિજયભાઈ પટેલ
ડાંગ જિલ્લાના સ્વ સહાય જૂથોની બહેનોએ તેમની કહાની-તેમની જ જુબાની વર્ણવી છે. જે કલ્યાણલક્ષી યોજનાની સફળતા દર્શાવે છે, તેમ જણાવતા ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે, ડબલ એન્જીન સરકારની નારી સન્માનની સંકલ્પના દોહરાવી ડાંગ જિલ્લાની મહિલાઓ પણ લખપતી બને તે માટેની કામના કરી હતી.ભૂતકાળમાં મહિલાઓ કોઈપણ મીટીંગ વગેરેમા હાજરી નહોતી આપી શકતી. પરંતુ આ સરકારે મહિલાઓને માન સન્માન, આદર સત્કાર આપવાનું કામ કર્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સરકારે મહિલાઓને ૫૦% અનામત આપ્યું છે. સ્વ સહાય જૂથોની રચના કરી, આજે મહિલાઓ આર્થિક રીતના પગભર બની પોતાના કુટુંબનો આધાર બની છે.વિકાસને વરેલી સરકારની, છેવાડાના વંચિતો સુધી વિકાસનો લાભ પહોંચાડવા માટેની 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા' ગામે ગામ ફરી રહી હતી ત્યારે, ડાંગ જિલ્લાની મહિલાઓએ પોતાની જ જુબાનીમા કહાની વર્ણવી હતી. બહેનોને રિવોલવિંગ ફંડ મળ્યું, તેઓએ ધિરાણ મેળવી પોતાના બાળકોને ઉચ્ચ શિક્ષણ સુધી પહોંચાડ્યા છે તેમ શ્રી વિજયભાઈ પટેલે જણાવ્યું હતું.ડાંગના વહી જતા પાણીને નાના અને મધ્યમ કદના ડેમોના નિર્માણથી ડાંગમાં જ રોકી, ડાંગના લોકોની પાણીની જરૂરિયાત સંતોષવાની દિશામાં ડબલ એન્જીન સરકાર કાર્ય કરી રહી છે. આ પાણી પશુપાલન અને ખેતી સાથે જોડાયેલ મહિલાઓને ખુબ જ ઉપયોગી થશે તેમ શ્રી પટેલે વધુમાં ઉમેર્યું હતું.મોદી સરકાર દ્વારા નારી શક્તિ વંદના માટે કરવામાં આવેલ ઉત્કૃષ્ટ કામગીરીને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઈને વર્ણવી મહિલા સન્માન તેમજ મહિલાઓ આર્થિક રીતના પગભર બને તે માટે સરકાર સતત કાર્યશીલ છે તેમ જણાવ્યું હતું.મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરતા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી શિવાજી તબિયારે કાર્યક્રમની રૂપરેખા આપી હતી. કાર્યક્રમના અંતે મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારી શ્રી રાધિકાબેન ગામિતે આભારવિધિ આટોપી હતી.દરમિયાન ડાંગ સ્વરાજ આશ્રમના આંગણે યોજાયેલા નારી શક્તિ કાર્યક્રમ ઉપરાંત આગામી તા. ૮ મી માર્ચ મહિલા દિન ઉજવણી સંદર્ભે, મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રીની કચેરી દ્વારા આ કાર્યક્રમની સાથોસાથ મહિલા દિનની ઉજવણી કરવામા આવી હતી. કાર્યક્રમના ઉદઘોષક તરીકે સર્વશ્રી બીજુબાલા પટેલ અને વિજયભાઈ ખાંબુએ સેવા આપી હતી.ડાંગ જિલ્લામાં ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (એન.આર.એલ.એમ.) અને રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન (એન.યુ.એલ.એમ.) અંતર્ગત ડાંગ જિલ્લાના ૯૧ સ્વ સહાય જૂથની ૧ હજારથી વધુ મહિલાઓને રૂપિયા ૧.૬૩ કરોડથી વધુની સહાયના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. તેમજ રમતગમત, સામાજિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મહિલાઓને સન્માનિત કરવામાં આવી હતી. ડાંગ જિલ્લાના સ્વ સહાય જૂથ માલેગામ પૂજા સખી મંડળના શ્રીમતી પાર્વતીબેન ભોયે, વાહુટિયા શિવની સખી મંડળના શ્રીમતી બીબીબેન ખંડુભાઇ પવાર, તેમજ ભરદપાડા તુલસી સખી મંડળના શ્રીમતી સવિતાબેન બાગુલે પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા.'વિકસિત ભારત, વિકસિત ગુજરાત' નારી શક્તિ વંદના કાર્યક્રમમા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલનો લાઈવ કાર્યક્રમ નિહાળ્યો હતો.ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લા ગ્રામ વિકાસ વિભાગના નિયામક શ્રી શિવાજી તબિયારની તાજેતરમાં જ હૃદયની સર્જરી કરવામાં આવી હતી. તેમ છતાં તેઓએ આ કાર્યક્રમમાં પોતાની ફરજ નિભાવી, સાચા કર્મવીરને છાજે તે રીતે એક અડીખમ યોદ્ધાની ભૂમિકા અદા કરી હતી. કલેકટર શ્રી મહેશ પટેલે આ અધિકારીના કર્તવ્યભાવને બિરદાવી, જિલ્લા વહીવટી તંત્ર વતી તેઓને સ્વસ્થ અને તંદુરસ્ત જીવનની શુભકામનાઓ પાઠવી હતી. -

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...