ચિચીનાગાવઠા ખાતે યોજાયો 'વન લક્ષ્મી' અને 'વન ધન' યોજનાના

ચિચીનાગાવઠા ખાતે યોજાયો 'વન લક્ષ્મી' અને 'વન ધન' યોજનાના લાભો અને કીટ વિતરણ કાર્યક્રમ
સરદાર ન્યૂઝ:- ચિરાગ પંચાલ-ડાંગ નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે વનોનું જતન અને સંવર્ધન કરવા સાથે સશક્તિકરણની કરી અપીલ
દક્ષિણ ડાંગ વન વિભાગના કાર્ય વિસ્તારમાં આવેલા ચિચીનાગાવઠા ગામે તાજેતરમાં વન વિભાગની 'વન લક્ષ્મી' અને 'વન ધન' યોજનાઓના લાભાર્થીઓને વિવિધ લાભો અને કીટ વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાઈ ગયો. ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક-વ-ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલની અધ્યક્ષતામા યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન તેમણે વનોના જતન અને સંવર્ધન સાથે, વનોમાં વસતા આદિવાસી પરિવારોના સશક્તિકરણની હિમાયત કરી હતી. વનોની જાળવણી એ ફક્ત વન વિભાગની જ ફરજ નથી, પરંતુ તેમની સાથે પ્રજાજનોએ પણ જાગૃતિ રાખી, વન એ જ જીવન છે એ ભાવના સાથે તેનું જતન કરવું જોઈએ, એમ તેમણે જણાવ્યું હતું. વન વિભાગની વિવિધ યોજનાઓના સથવારે આદિજાતિ પરિવાર સશક્ત અને આત્મનિર્ભર બને તેવા પ્રયાસોની સરાહના કરતા શ્રી પટેલે, લાભાર્થીઓને મળેલા લાભો, કિટનો સદુપયોગ કરી આત્મનિર્ભર બનવાની અપીલ કરી હતી. દરમિયાન વઘઈ રેંજ તથા ચીચીનાગાવઠા રેંજ હસ્તકની કુડકસ, ચીચીનાગવાઠા, પીંપરી, ચિકાર (ઝા), બોરીગાવાઠા, દાવદહાડ, કોસીમપાતળ, ઢાઢરા, બારખાધ્યા, દોડીપાડા, ડોકપાડ, અને વાનરચોંડની સહભાગી વન વ્યવસ્થાપન સમિતિઓને સને ૨૦૨૨/૨૩ અને ૨૦૨૩/૨૪ના વર્ષની ‘વન લક્ષ્મી’ યોજના હેઠળ રૂ. ૧ કરોડ ૯૯ લાખથી વધુની રકમના વિવિધ લાભો, અને કીટનું વિતરણ કરાયું હતું. જેનો લાભ ૧૨ મંડળીઓના ૨ હજાર ૭૫૩ સભાસદોને મળવા પામ્યો હતો. તેજ રીતે વઘઈ અને ચીચીનાગાવઠા રેન્જના કુલ સાત "વન ધન" કેન્દ્રો કુડકસ, ઝાવડા, ડુંગરડા, પીંપરી, બરડા, દગડીઆંબા, અને રંભાસના કુલ ૧ હજાર ૧૧૪ લાભાર્થીઓને સને-૨૦૨૩/૨૪ના વર્ષના કુલ રૂ. ૧૭ લાખ ૯૮ હજારથી વધુની રકમની કિટ/સાધનો આપવામાં આવ્યા હતા. આમ, દક્ષિણ ડાંગ વન વિભાગ દ્વારા વિવિધ યોજનાઓના માધ્યમથી વન વિસ્તારના ગામોના સર્વાંગી વિકાસની સાથે, રોજગારી માટે આદિવાસી પરિવારોની આજીવિકાની વૃધ્ધિ માટેના પ્રયાસો હાથ ધરી, તેમને સ્વનિર્ભર બનાવી વનો ઉપરનું ભારણ ઘટાડવાની દિશામાં પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ડાંગ જિલ્લામાં વન વિભાગ દ્વારા આદિવાસી વૃક્ષ ખેતી યોજના, એગ્રો ફોરેસ્ટ્રી યોજના, વાડી યોજના, વન ધન યોજના, કલસ્ટર યોજના, વન વિકાસ કાર્યક્રમ યોજના, વન્ય પ્રાણી દ્વારા માલઢોર મારણ સહાય યોજના, માલિકી ઝાડો કાપવાની સહાય યોજના સહીત વન મહોત્સવ જેવા કાર્યક્રમો દ્વારા, વનો અને વનોમાં વસતા આદિજાતિના પરિવારોના જતન સવર્ધનનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. ચીચીનાગાવઠાના કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલની સાથે જિલા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઈન, વઘઈ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ચંદરભાઈ ગાવિત, રાજ્વીશ્રીઓ સર્વશ્રી ત્રિકમરાવ પવાર-પિંપરી, તથા શ્રી ધનરાજસિંહ સૂર્યવંશી-વાસુરણા, નાયબ વન સંરક્ષક શ્રી પ્રસાદ રવિ રાધાક્રિષ્ના, મદદનીશ વન સંરક્ષક શ્રી સુરેશકુમાર મીના સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...