વર્લ્ડ વિઝન ઇન્ડિયા દ્વારા મહિલા દિનની ઉજવણી કરાઇ
વર્લ્ડ વિઝન ઇન્ડિયા દ્વારા મહિલા દિનની ઉજવણી કરાઇ
સરદાર ન્યૂઝ:- ચિરાગ પંચાલ-ડાંગ
વર્લ્ડ વિઝન ઇન્ડિયા-વઘઇ દ્વારા તારીખ ૧૧ માર્ચના રોજ "મહિલાઓમાં રોકાણ કરો: પ્રગતિને વેગ આપો" થીમ અંતર્ગત આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમના અતિથિ વિશેષ ગુજરાત વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલે વર્લ્ડ વિઝન ઇન્ડિયા દ્વારા આંગણવાડી, સ્કૂલના બાળકો માટે તેમજ અનાથ અને જરૂરિયાતમંદ બાળકો માટે કરવામા આવી રહેલ ઉમદા કામગીરીને બિરદાવી હતી.
મહિલા દિનની ઉજવણી પ્રસંગે ડાંગ જિલ્લાની મહિલાઓ, બાળકો અને તેઓના કુંટુબ માટે હંમેશા યોગદાન આપશે એમ તેઓએ વધુમાં જણાવ્યું હતુ.
CWC ચેરમેન શ્રીમતી હંસાબેન પટેલે ડાંગ જિલ્લાની નારીશક્તિનો પરીચય આપ્યો હતો. તેઓએ વાલીઓને આહવાન કરતા જણાવ્યું હતુ કે, બાળકોને મોબાઇલ નહિ પણ ભણતરમાં આગળ વધારવા જરૂરી છે.
વધુમાં સમાજના હિત માટે સૌ સાથે મળીને પ્રયત્ન કરવા સાથે સમાજમા બાળમજૂરી અને બાળલગ્નનુ દુષણ હટાવવા આહ્વાન કર્યુ હતુ.
કાર્યક્રમમાં વર્લ્ડ વિઝન ઇન્ડિયાના મરનેજર શ્રી પ્રસન્ના આર. એ વર્લ્ડ વિઝન ઇન્ડિયાની કામગીરી વિષે માહિતી આપી હતી.
આ ઉપરાંત ઉપસ્થિત અન્ય મહાનુભાવોએ પોતાના વિભાગની જાણકારી આપી હતી.
આ કાર્યક્રમમા ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઈન, આહવા તાલુકા પ્રમુખ શ્રી સુરેશભાઇ ચોધરી, સુબિર તાલુકા પ્રમુખ શ્રી રવિનાબેન ગાવિત, વઘઇ સરંપચ શ્રીમતી સિંધુબેન ભોયે સામાજિક કાર્યકર શ્રી સુભાષભાઇ ગાઇન મહિલા પોલીસ સી ટીમ વઘઇના શ્રીમતી આશાબેન ગોહિલ, શ્રીમતી સુહાનાબેન મલકે, ફિલ્ડ આસિસ્ટન્ટ DCPU શ્રી જયરામભાઇ, CHC વઘઈના ડૉ. તેજલબેન પઢેર, તેમજ વઘઇ તાલુકાની આંગણવાડી અને આશા બહેનો મળી કુલ ૪૧ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

Comments
Post a Comment