ચિંચલી વિસ્તારના ૧૫૦ જેટલા કોંગ્રેસી કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.
સરદાર ન્યૂઝ:- ચિરાગ પંચાલ-ડાંગ સમગ્ર ભારત દેશની વિકાશલક્ષી કાયાપલટ જોઈ પોતાના ગ્રામ્ય વિસ્તાર નો પણ વિકાસ વેગ ગતિ પ્રાપ્ત કરે અને માનનીય.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કાર્યપદ્ધતિથી પ્રેરિત થઈને ચિંચલી વિસ્તારના કોંગ્રેસી કાર્યકર્તાઓએ માજી સરપંચ હર્ષદભાઈ ભોયે અને પીન્ટુભાઈ ચૌધરી ની આગેવાની હેઠળ ભાજપનો ભગવો ધારણ કાર્યો હતો. આ કાર્યક્રમમાં ડાંગ જિલ્લાના લોકપ્રિય ધારાસભ્ય તેમજ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ, આદીજાતિ મોરચાના પ્રદેશ મંત્રી સુભાષભાઈ, તાલુકા પંચાયત પ્રમુખ સુરેશભાઈ,માજી તાલુકા સદસ્ય કિશનભાઈ,જિલ્લા પંચાયત આઈ.સી.ડી.એસ વિભાગના ચેરમેન સારુબેન,સામાજિક આગેવાન મધુભાઈ વળવી તેમજ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...