ડાંગના બરમ્યાવડની શાળામાં વિધાર્થીની પર બળાત્કાર કરનાર શિક્ષક પકડાયો

ડાંગના બરમ્યાવડની શાળામાં વિધાર્થીની પર બળાત્કાર કરનાર શિક્ષક પકડાયો
સરદાર ન્યૂઝ:- ચિરાગ પંચાલ-ડાંગ ડાંગના બરમ્યાવડ પ્રાથમિક શાળાનો મુખ્ય શિક્ષક વિરૂધ્ધ સાપુતારા પોલીસ મથકે સગીર વિધાર્થીની પર બળત્કાર કરવાનો તેમજ તેની આંગળી કરડી નાખવાનો ગુનો નોંધાયા બાદ ડાંગ એલ.સી.બી અને સાપુતારા પોલીસે ફરાર હેવાન શિક્ષક ની શુક્રવારે મોડી રાત્રે ધરપકડ કરી હતી. ડાંગ જિલ્લાનાં પ્રાથમિક શિક્ષણ જગતમાં શર્મનાક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.ડાંગ જિલ્લાના આહવા તાલુકાના બરમ્યાવડ પ્રાથમિક શાળાનો મુખ્ય શિક્ષકે ગુરૂની ગરીમાને લજવી હેવાન બનતા ગ્રામજનોએ હોબાળો મચાવ્યો હતો.અને શાળાને તાળાબંધીની ચીમકી ઉચ્ચારતા ડાંગ જિલ્લા શિક્ષણ વિભાગની ટીમ સહિત પોલીસ વિભાગ દોડતુ થયુ હતુ. બરમ્યાવડ પ્રાથમિક શાળાનો મુખ્ય શિક્ષક નામે મધુભાઈ રાઠોડ અવારનવાર દારૂનો નશો કરીને શાળાએ આવે છે.તેમજ ગામની સ્ત્રીઓ સાથે પણ ગેરવર્તણુક અને અભદ્ર વર્તન કરતા હોય છે.જેના કારણે આખરે કંટાળીને સ્થાનિકોએ મુખ્ય શિક્ષકની બદલીની માંગ સાથે ગુરૂવારે હોબાળો મચાવ્યો હતો.આહવા તાલુકાની બરમ્યાવડ પ્રાથમિક શાળાનાં મુખ્ય શિક્ષક નામે મધુભાઈ રાઠોડ એ તા. ૨૪-૨- ૨૦૨૪ ના રોજ બપોરે બરમ્યાવડ ખાતે આવેલ માતૃશ્રી ગોદાવરીબેન અરવિંદભાઈ કાકડીયા કન્યા છાત્રાલયમાં રહેતી એક ૧૪ વર્ષની વિધાર્થીની ને છાત્રાલય નો રૂમ.નં ૪ માં ખેંચીને લઇ જઈ રૂમ નો દરવાજો બંધ કરી બળજબરીથી કપડાં કાઢી નાખી વિધાર્થીનીની મરજી વિરૂધ્ધ બળત્કાર કરયો હતો અને તેને માર મારી જમણાં હાથની મોટી આંગળીમાં કરડી દઈ ધમકી આપી હતી. આ શિક્ષક વિરૂધ્ધ હોબાળો થતા ભોગ બનનાર વિધાર્થીની ની માતા એ શિક્ષક માધુ રામજભાઈ રાઠોડ ( રહે. માતૃશ્રી ગોદાવરીબેન અરવિંદભાઈ કાકડીયા કન્યા છાત્રાલય, બરમ્યાવડ તા. આહવા જી. ડાંગ ) વિરૂધ્ધ બળત્કાર નો ગુનો નોંધાવતા ડાંગ જિલ્લા એલ.સી.બી પી. એસ.આઈ. કે. જે. નિરંજન અને સાપુતારાના પી.એસ. આઈ. એન. ઝેડ. ભોયા ની ટીમે પત્ની સાથે ફરાર થઇ ગયેલ આરોપી શિક્ષક મધુ રાઠોડ ની શુક્રવારે મોડી રાત્રે શોધી કાઢી ધરપકડ કરી હતી.

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...