'ડાંગ દરબાર'ને અનુલક્ષીને આહવાના કેટલાક માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરાયા
'ડાંગ દરબાર-૨૦૨૪'
'ડાંગ દરબાર'ને અનુલક્ષીને આહવાના કેટલાક માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરાયા
સરદાર ન્યૂઝ:- ચિરાગ પંચાલ-ડાંગ
આજ તા.૨૦/૩/૨૦૨૪ થી તા.૨૪/૩/૨૦૨૪ દરમ્યાન ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે, ભાતિગળ લોકમેળા 'ડાંગ દરબાર-૨૦૨૪' નું આયોજન કરવામાં આવ્યું છે.
આ મેળામાં ડાંગ જિલ્લા સહિત આજુબાજુના જિલ્લાઓ, તેમજ મહારાષ્ટ્ર રાજયના નજીકના જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. જેથી આ મેળા દરમ્યાન ટ્રાફિક નિયમન યોગ્ય રીતે થાય, તેમજ મેળામાં પગપાળા ચાલતા લોકોને કોઈ અગવડતા ન પડે તે માટે, મેળાની જગ્યામાં તા. ૨૦/૩/૨૦૨૪ થી તા.૨૪/૩/૨૦૨૪ સુઘી દિન-૫ માટે નીચે મુજબના માર્ગો ઉપર વાહનોની અવર-જવર તેમજ પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવાયો છે.
જે મુજબ (૧) આહવા પરબડી ચાર રસ્તાથી આહવા ફુવારા સર્કલ સુધી, (૨) રંગ ઉપવન આહવાથી શહિદ સ્મારક આહવા સુધી,(૩) ફુવારા સર્કલથી પરબડી ચાર રસ્તા આહવા સુધી,
આ માર્ગોના સ્થાને આહવામાં પ્રવેશ થતા તમામ વાહનોએ, બંધારપાડા પેટ્રોલ પંપથી ફુવારા સર્કલ થઈ, પ્રવાસી ગૃહ થઈ, સિવિલ ચાર રસ્તા થઈ, ચર્ચ થઈ, ડાંગ સેવા મંડળ ત્રણ રસ્તા થઈ, પટેલપાડા ત્રણ રસ્તા સુધીના માર્ગનો અવર-જવર માટે ઉપયોગ કરવાનો રહેશે.
આ જાહેરનામાનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ ની કલમ-૧૩૫ મુજબ શિક્ષાને પાત્ર થશે. તેમ અઘિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી બી.બી.ચૌઘરી દ્વારા જણાવાયું છે.

Comments
Post a Comment