ડાંગની દંડકારણ્ય ભૂમિ ઉપર વલસાડ લોકસભા ના ઉમેદવાર ધવલભાઈ પટેલનું સ્વાગત કરવામાં આવ્યું
ડાંગની દંડકારણ્ય ભૂમિ ઉપર વલસાડ લોકસભા ના ઉમેદવાર ધવલભાઈ પટેલનું સ્વાગત કરવામાં આવ્યું
સરદાર ન્યૂઝ:- ચિરાગ પંચાલ-ડાંગ
આજરોજ ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે લોકસભાનાં ક્ષેત્રના ઉમેદવાર જાહેર થયા બાદ પધારેલા શ્રી ધવલભાઈ પટેલનું ડાંગ જિલ્લાના કાર્યકર્તાઓ દ્વારા દંડકારણ્યની પ્રાચીનતમ રીતિ રીવાજ મુજબ કંકુ-તિલક,આરતી,ફુલહાર,પુષ્પગુચ્છ અને પુષ્પ વર્ષા સાથે અધકેરુ સ્વાગત કરવામાં આવ્યું.આ પ્રસંગે ડાંગ જિલ્લા સંગઠનના મુખ્ય કાર્યકર્તાઓ તથા વલસાડ જિલ્લો અને વાસદા તાલુકાના કાર્યકર્તાઓએ નિયુક્ત થયેલ ઉમેદવારને હર્ષભેર શુભેચ્છાઓ પાઠવી અને ડાંગ જિલ્લા માંથી ૬૦,૦૦૦થી પણ વધુ લીડ સાથે વિજય થવાનો સંકલ્પ લેવામાં આવ્યો.શ્રી ધવલભાઈ પટેલ એ પણ ઉપસ્થિત સૌ-કાર્યકર્તાઓની લાગણીને બિરદાવી સૌનો સાથ,સૌનો વિકાસ,સૌનો પ્રયાસ અને સૌના વિશ્વાસ થકી આ સીટ પરથી ૫ લાખથી વધુની જંગી લીડ સાથે વિજય બની મોદી સાહેબના સપનાંને સાકાર કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો.
આ પ્રસંગે ડાંગ ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક વિજય પટેલે કોંગ્રેસ ના સાંસદ અનંત પટેલ ને વિકાસ વિરોધી ગણાવી આકરા પ્રહારો કર્યા હતા . તેમણે કહ્યું હતું કે તેમના ધારાસભ્ય ના કાળમાં એકપણ વિકાસ કાર્ય કર્યું નથી ,કોઈપણ લોકઉપયોગી યોજના હોય તેનો વિરોધ જ કરી તેમનો વિસ્તાર વિકાસથી વંચિત રાખ્યો છે .

Comments
Post a Comment