આહવા એસ.ટી. ડેપોને વધુ એક નવી ગુર્જર નગરી બસની ભેટ મળી

આહવા એસ.ટી. ડેપોને વધુ એક નવી ગુર્જર નગરી બસની ભેટ મળી SSC/HSC પરીક્ષાને અનુલક્ષીને પણ કરાયું છે સુચારુ આયોજન
સરદાર ન્યૂઝ:- ચિરાગ પંચાલ-ડાંગ ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવાના એસ.ટી. ડેપોને વધુ એક નવિન ગુર્જર નગરી બસની ભેટ મળવા પામી છે. આહવાને મળેલી આ નવીન બસ આહવા-સુરત રૂટ પર ફાળવાતા તેને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક-વ-ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે બપોરે બે વાગ્યે, (આહવાથી ઉપડતી આહવા-સુરત એક્સપ્રેસ બસ) લીલી ઝંડી આપી રવાના કરી હતી. આ નવિન બસને કારણે રોજિંદી મુસાફરી કરતાં મુસાફરો અને વિધાર્થીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી. વલસાડ ડિવિઝન હસ્તકનો આહવા ડેપો દુર્ગમ અને અંતરિયાળ વિસ્તારમાં આવેલો હોવાથી, અવારનવાર સરકારશ્રી તેમજ નિગમ દ્વારા અહીં નવિન બસો ફાળવવામાં આવે છે. જેને કારણે સમગ્ર જિલ્લામાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે. ડેપો મેનેજર શ્રી કિશોરભાઈ પરમારે આ બાબતે વિભાગીય નિયામક શ્રી એન.એસ.પટેલ તેમજ નિગમના મેનેજિંગ ડિરેક્ટરશ્રીનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો. આ સાથે આગામી તા.૧૧મી માર્ચથી ૨૬ માર્ચ ૨૦૨૪ સુધી યોજાનારી SSC/HSC પરીક્ષાને અનુલક્ષીને, શિક્ષણ સમિતિના અધ્યક્ષ સહિત જિલ્લા કલેક્ટર શ્રી એમ.આઈ.પટેલ દ્વારા થયેલા સૂચન મુજબ, જિલ્લાના છ જેટલા પરીક્ષા કેન્દ્રો સુધી વિદ્યાર્થીઓને સમયસર પહોંચાડવાનું સુચારું આયોજન પણ હાથ ધરાયું છે. સાથો સાથ રોજીંદા મુસાફરોને અગવડતા ન પડે, તેમજ પરીક્ષા સમય દરમિયાન વિધાર્થીઓને નિયત શિડયુલના રૂટો ઉપરથી પ્રાથમિકતા આપવા અંગે તમામ ક્રૂ કર્મચારીઓને માર્ગદર્શિત પણ કરવામાં આવ્યા છે.

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...