ડાંગ જિલ્લા પંચાયત હસ્તકના કુલ રૂ. ૧૨૮૮.૧૨ લાખના ૧૨ વિકાસ કાર્યોનું કરાયું ખાતમુહુર્ત
ડાંગ જિલ્લા પંચાયત હસ્તકના કુલ રૂ. ૧૨૮૮.૧૨ લાખના ૧૨ વિકાસ કાર્યોનું કરાયું ખાતમુહુર્ત
સરદાર ન્યૂઝ:- ચિરાગ પંચાલ-ડાંગ
ડાંગ જિલ્લા પંચાયત હસ્તકના કુ. રૂ. ૧૨૮૮.૧૨ લાખની કિમતના ૧૨ જેટલા વિકાસ કાર્યોનું નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલના હસ્તે ખાતમુહુર્ત કરાયું હતું.
જિલ્લા પંચાયતના કાર્યપાલક ઈજનેરશ્રી તરફથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર આ ૧૨ કાર્યોમાં માર્ગોના નવિનીકરણના કુલ રૂ. ૭૧૪.૦૨ લાખની કિમતના ૮ કામો (૧) કીલાઈબારી-બેન્ડમાળ રોડ, (૨) દેવીપાડા-હાડકાઈચોંડ રોડ, (૩) માળુંગા-શ્રીભુવન રોડ, (૪) કાલિબેલ-ટેક્પાડા રોડ, (૫) ભુજાડ-બરડીપાડા રોડ, (૬) ઝાવડા-પારડી રોડ, (૭) બરડીપાડા-સાવરખડી રોડ, તથા (૮) ડુંગરડા વી.એ.રોડનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત રૂ. ૩૬૬.૪૩ લાખના ખર્ચે બનનારા કુંડા-ચિંચોડ-સિલોટમાળ રોડ ઉપરના માઈનોર બ્રિજનું કામ, રૂ. ૮૫.૨૩ લાખના ખર્ચે બનનાર નડગચોંડના પશુ દવાખાનાનું કામ, બારખાન્ધ્યા ગામે રૂ. ૧૧.૧૩ લાખના ખર્ચે તૈયાર થનારા પ્રાથમિક શાળાના ઓરડાનું કામ, તથા લહાન માલુંન્ગા ગામે રૂ. ૧૧.૩૧ લાખના ખર્ચે બનનારા પ્રાથમિક શાળાના ઓરડાના કામનું ખાતમુહુર્ત કરાયું હતું.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ સહિત બાંધકામ સમિતિના અધ્યક્ષ, સ્થાનિક પદાધિકારીઓ, હોદ્દેદારો, અને સંબંધિત વિભાગના અધિકારી, કર્મચારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Comments
Post a Comment