Posts

Showing posts from December, 2023

આગામી લોકસભા ચુંટણી અંતર્ગત બોર્ડર વિસ્તારમા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે ડાંગ પોલીસ સજ્જ

Image
આગામી લોકસભા ચુંટણી અંતર્ગત બોર્ડર વિસ્તારમા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે ડાંગ પોલીસ સજ્જ ડાંગ જિલ્લા આહવા અને મહારાષ્ટ્રના જાયખેડા પોલીસ કર્મીઓ દ્વારા બોર્ડર ઉપર સંયુક્ત ચેકીંગ હાથ ધરાયુ સરદાર ન્યૂઝ:- ચિરાગ પંચાલ-ડાંગ આગામી લોકસભા ચુંટણીને ધ્યાને રાખી રાજ્યની બોર્ડર વિસ્તારમા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પોલીસ દ્વારા સધન ચેંકીગ હાથ ધરવામા આવ્યુ છે. ડાંગ જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયા તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એસ.જી.પાટીલના માર્ગદર્શન હેઠળ, ડાંગ જિલ્લા આહવા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ શ્રી એ.એચ.પટેલ અને તેઓની ટીમ દ્વારા પુર્વ પટ્ટી વિસ્તારના ચિંચલી ઓપી ખાતે આવેલ બોર્ડર ચેંકિગ નાકા ઉપર ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યની સંયુક્ત પોલીસની ટીમો દ્વારા બોર્ડર મિંટીગ, નાકાબંધી તેમજ વહાન ચેકીંગની પ્રકિયા હાથ ધરવામા આવી હતી. આગામી દિવસોમા યોજાનાર લોકસભા ચુંટણી અંતર્ગત બન્ને રાજ્યોમા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે ડાંગ જિલ્લા આહવા પોલીસ સ્ટેશન અને મહારાષ્ટ્ર રાજ્યના નાસીક જિલ્લાના જાયખેડા પોલીસ સ્ટેશન સ્ટેશનના પોલીસ કર્મીઓ દ્વારા ચિંચલી બોર્ડર ઉપર બોર્ડર...

મિલ્કત સંબંધી ગુનો શોધી કાઢતી એલ.સી.બી.આહવા ડાંગ

Image
“ મિલ્કત સંબંધી ગુનો શોધી કાઢતી એલ.સી.બી.આહવા ડાંગ ” સરદાર ન્યૂઝ:- ચિરાગ પંચાલ-ડાંગ મે.પોલીસ મહાનિરિક્ષકશ્રી, વાબાંગ ઝમીર સાહેબ સુરત વિભાગ, સુરત નાઓની સુરત રેંજ વિસ્તારમાં, મિલ્કત સબંધી ગુનાઓ ન બને તે માટે તકેદારી રાખવા તેમજ વણ-શોધયેલ ગુનાઓ સત્વરે શોધી કાઢવા માટે સુચના આપેલ. જે અનુસંધાને પોલીસ અધિક્ષક શ્રી યશપાલ જગાણીયા (IPS), આહવા-ડાંગ નાઓની સુચના તેમજ શ્રી એસ.જી.પાટીલ વિભાગીય પોલીસ અધિકારી, આહવા વિભાગ નાઓના માર્ગદર્શન હેઠળ જિલ્લા વિસ્તારમાં મિલ્કત સબંધી ગુનાઓને શોધી કાઢવા માટે જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન તેમજ એલ.સી.બી/એસ.ઓ.જી. નાઓને સખ્ત રીતે કાર્યવાહી કરવા સુચના આપતા જિલ્લા એલ.સી.બી. ડાંગ નાઓની પોલીસ ટીમ દ્વારા વઘઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન વઘઈ પોલીસ સ્ટેશન “એ” પાર્ટ ગુ.ર.ન. ૧૧૨૧૯૦૦૨૨૩૦૩૮૧/૨૦૨૩ ઈ.પી.કો.ક. ૩૭૯,૧૧૪ મુજબનાં ગુનાનાં કામે ચોરીમાં ગયેલ મુદ્દામાલ અંગેની બાતમી એલ.સી.બી. અ.હે.કો. લક્ષ્મણભાઇ જયવનભાઇ બ.ન. ૪૬૧ નાઓને મળતા મોજે. ભેંસકાતરી ફોરેસ્ટ યાર્ડની પાછળ ઝાડી જંગલમાં તપાસ કરી ત્રણ આરોપીઓ તથા સોલર પ્લેટ નંગ १५ - કિ.રૂા.૧,૨૮,૦૦૦/- નાં મુદામાલ સાથે આરો...

ડાંગ જિલ્લાને નાતાલની ભેટ આપતી રાજ્ય સરકાર

Image
ડાંગ જિલ્લાને નાતાલની ભેટ આપતી રાજ્ય સરકાર માર્ગ અને મકાન વિભાગના કુલ રૂપિયા ૪ હજાર ૧૩૫ લાખના ત્રણ વિકાસ કાર્યોનું કરાયું ખાતમુહૂર્ત પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતીના હસ્તે ડાંગ જિલ્લાના ત્રણ પ્રકલ્પોનું ખાતમુહર્ત કરાયું સરદાર ન્યૂઝ:- ચિરાગ પંચાલ-ડાંગ રાજ્યના આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગ રાજ્ય મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ, તેમજ ગુજરાત વિધાનસભા નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ડાંગ જિલ્લાના આહવા અને વઘઈ ખાતે નિર્માણ થનાર વિવિધ વિકાસ પ્રકલ્પના "ખાતમુર્હત" કાર્યક્રમ વઘઈ સરકારી ખેતીવાડી શાળા ખાતે યોજાઇ ગયો. ડાંગ જિલ્લાના વિવિધ પ્રકલ્પોના ખાતમુહર્ત પ્રંસગે મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યુ હતું કે, ભ્રસ્ટાચારમુક્ત પારદર્ષિ વહીવટ સાથે કામગીરી પુર્ણ કરવામા આવે તે ઈચ્છનીય છે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" થકી દેશના છેવાડાના માનવીનો આર્થિક અને સામાજિક વિકાસ કરી રહ્યા છે. મંત્રીશ્રીએ સ્વયં ૨૬ જેટલી વિકસિત ભારત સંકલ્પ યાત્રામા ભાગ લઈ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિવિધ યોજનાઓના લાભાર્...

ડાંગની મહાલ કેમ્પ સાઇટ ખાતે ફોરેસ્ટ પ્રોટેકશન પ્લાન રીવ્યુ અંગે વર્કશોપ યોજાયો

Image
ડાંગની મહાલ કેમ્પ સાઇટ ખાતે ફોરેસ્ટ પ્રોટેકશન પ્લાન રીવ્યુ અંગે વર્કશોપ યોજાયો સરદાર ન્યૂઝ:- ચિરાગ પંચાલ-ડાંગ ઉત્તર ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી દિનેશ રબારીની અધ્યક્ષતામા વનકર્મીઓનો વર્કશોપ યોજાયો વનકર્મીઓને ટેક્નોલોજીના ઉપયોગથી ડોક્યુમેન્ટેશનની કામગીરી કરવા સુચન કરાયુ ઉત્તર ડાંગ વન વિભાગ, આહવા દ્વારા મહાલ સ્થિત કેમ્પ સાઇટ ખાતે નાયબ વન સંરક્ષક શ્રી દિનેશ રબારીની અધ્યક્ષતામાં, ફોરેસ્ટ પ્રોટેકશન પ્લાન રીવ્યુ અંગે એક દિવસીય વર્કશોપ યોજાયો હતો. જેમાં, ઉત્તર ડાંગ વન વિભાગ હસ્તકની તમામ રેન્જના પરિક્ષેત્ર વન અધિકારીશ્રીઓ, રાઉન્ડ ફોરેસ્ટર અને બિટગ઼ાર્ડ એમ ક્ષેત્રીય સ્ટાફ તથા વિભાગિય કચેરીના તમામ સ્ટાફે હાજરી આપી હતી. નાયબ વન સંરક્ષક શ્રી દિનેશ રબારી દ્વારા તમામ ક્ષેત્રીય સ્ટાફને ખૂબ જ ઝીણવટ ભર્યું માર્ગદર્શન આપ્યું હતુ. જેમાં ફોરેસ્ટ પ્રોટેકશનના સમાવિષ્ટ વિવિધ પાસાઓ જેવા કે, ફ્લોરા અને ફોનાનું સંરક્ષણ અને સંવર્ધન તથા તેમાં લોક ભાગીદારી અને સહકારથી સંરક્ષણ અને સંવર્ધનમાં સતત વૃદ્ધિ થાય તે બાબત પર ભાર મૂક્યો હતો. ક્ષેત્રીય સ્ટાફ તેમના હસ્તકના રિઝર્વ ફોરેસ્ટ અને પ્રોટેક્ટ ...

કોંગ્રેસ મુકત ડાંગના સંકલ્પ સાથે ડાંગ ભાજપ દ્વારા વઘઈ અને સુબિર મંડળની બેઠક યોજાઈ

Image
કોંગ્રેસ મુકત ડાંગના સંકલ્પ સાથે ડાંગ ભાજપ દ્વારા વઘઈ અને સુબિર મંડળની બેઠક યોજાઈ સરદાર ન્યૂઝ:- ચિરાગ પંચાલ-ડાંગ મોદી ગેરંટીની અનેકવિધ યોજના લાભાર્થી સુધી પહોંચાડવા ના સંકલ્પ સાથે આગામી લોકસભા-૨૦૨૪ ની ચૂંટણીનું આગોતરા આયોજન, ઘર-ઘર સંપર્ક, બુથ સશકિતકરણ, મનકી બાત, સ્વચ્છતા અભિયાન જેવા સંગઠનાત્મક તેમજ ચૂંટણીલક્ષી મુદ્દાઓની વિસ્તૃત છણાવત ઉપસ્થિત આગેવાનો દ્વારા કરવામાં આવી હતી. બેઠકમાં જિલ્લા પ્રમુખશ્રી કિશોરભાઈ ગાંવિત,લોકસભાના વિસ્તારકશ્રી તળવી, વિધાનસભાના વિસ્તારકશ્રી જીલ્લાના મહામંત્રીશ્રીઓ, મંડળમાં આવતા જિલ્લા/ મંડળના હોદ્દેદારો, મોરચાના પદાધિકારીશ્રીઓ, શકિતકેન્દ્રના સંયોજકો/પ્રભારીશ્રીઓ તેમજ જિલ્લા/ તાલુકા પંચાયતના પદાધિકારીશ્રીઓ/ સદસ્યશ્રીઓ, સોશિયલ મીડિયા,આઈ.ટી સેલ તથા મીડિયાના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયાં હતાં.

વઘઇ બસ સ્ટેશન ખાતે હાથ ધરાઈ વિષેશ સફાઈ

Image
'શુભયાત્રા, સ્વચ્છ યાત્રા' જિલ્લો ડાંગ વઘઇ બસ સ્ટેશન ખાતે હાથ ધરાઈ વિષેશ સફાઈ સરદાર ન્યૂઝ:- ચિરાગ પંચાલ-ડાંગ. GSRTC ના 'શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા' અભિયાન અંતર્ગત, ડાંગ જિલ્લાના વઘઇ બસ સ્ટેશન ખાતે વિશેષ સફાઈ કાર્યક્રમ, અને જનજાગૃતિ રેલીનું આયોજન કરાયું હતું. સમગ્ર રાજ્ય કક્ષાએ ચાલી રહેલા એસ. ટી. નિગમના આ સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે વલસાડ ડિવિઝનના આહવા ડેપોના હસ્તક આવતા, વઘઇ કંટ્રોલ પોઇટ બસ સ્ટેશન ખાતે, વન વિદ્યાલય, આંબાબારીના વિદ્યાર્થી વિદ્યાર્થિનીઓ, તેમજ ડેપોના સ્ટાફ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ હતું. આ વેળા આસપાસના પ્રજાજનોમાં જાગૃતિ કેળવતા સ્વચ્છતાનો સંદેશો પાઠવવા માટે 'સ્વચ્છતા રેલી'નું પણ જુદા જુદા બેનરો અને સ્લોગનો સાથે આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં વન વિદ્યાલય, આંબાબારીના પ્રિન્સીપાલ તેમજ સત્ય સાંઈ સ્કૂલ, મહુવાસના સંચાલકશ્રી ડૉ. કમલેશભાઈ ઠાકોર, પોગ્રામ ઓફિસર શ્રી બિપીનભાઈ બિરારી, કલ્પનાબેન પટેલ તેમજ જી. આર. ડી માં ફરજ બજાવતા માલતીબેન, સુંદરબેન તેમજ એસ.ટી. કેન્ટીનના સંચાલક લાલભાઈ ઉપસ્થિત રહ્યા હતાં. આહવાના ડેપો મેનેજર શ્રી કિશોરસિંહ પરમારે ...
Image
ડાંગ જિલ્લા પોલીસની સરાહનીય કામગીરી સાપુતારા પોલીસની “સી ટીમ” દ્વારા લોકોને સરકારી યોજનાકીય માહિતી પુરી પડાઈ સમાજના દુષણ એવા 'ડાકણ પ્રથા' નાબુદી અંગે જાગૃતિ ફેલાવી મહિલાઓ સાથે મુલાકાત કરી સરદાર ન્યૂઝ:- ચિરાગ પંચાલ-ડાંગ ડાંગ જિલ્લા પોલીસની “સી ટીમ” દ્વારા “પ્રોજેક્ટ સંવેદના” અંતર્ગત સાપુતારા પોલીસ સ્ટેશન વિસ્તારના નડગચોંડ ગામની મહિલાઓ, બાળકો, યુવક- યુવતીઓ અને વૃધ્ધોને સરકારની યોજનાકીય માહિતી પુરી પાડી, યોજનાકીય લાભો અંગ જરૂરી જાણકારી આપવામા આવી હતી. જેમા સરકારની સ્વરોજગારલક્ષી યોજનાઓ વિશેની જાણકારી, તેમજ લોકો માટે સહાય પુરી પાડતી પ્રધામંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ યોજના, વૃદ્ધ પેન્શન યોજના, વિધવા સહાય પેન્શન યોજના વિશે જરૂરી માર્ગદર્શન અને માહિતી આપવામા આવી હતી. જેનો મુખ્ય હેતુ પોલીસ અને પ્રજા વચ્ચે મિત્રતાનો સંબંધ કેળવાય તે માટેનો હતો. આ ઉપરાંત ડાંગ પોલીસના “પ્રોજેક્ટ દેવી” અંતર્ગત નડગચોંડ ગામે પોલીસના જાગૃતિ કાર્યક્રમ સાથે, એક વિધવા બહેન દ્વારા તેમના કુંટુબીજનો દ્વારા તેણીને 'ડાકણ' કહી હેરાન પરેશાન કરવામા આવતી હોવાની રાવ કરતા, પોલીસની “સી ટી...

ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે મુકેશભાઈ પટેલ નો પદગ્રહણ સમારોહ યોજાયો.

Image
ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે મુકેશભાઈ પટેલ નો પદગ્રહણ સમારોહ યોજાયો. સરદાર ન્યૂઝ:- ચિરાગ પંચાલ-ડાંગ મળતી માહિતી મુજબ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે કોંગ્રેસ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ ગૌરાંગ પંડ્યા ,ધારાસભ્ય અનંત પટેલ,ના અધ્યક્ષ સ્થાને યોજાયેલ પદ ગ્રહણ સમારોહમાં 100 થી 150 જેટલા કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.જેના કારણે કોંગ્રેસમાં પણ જૂથવાદ હોવાનો ગણગણાટ છતો થયો હતો. ડાંગ જિલ્લા કોંગ્રેસ પાર્ટી પ્રમુખપદે મુકેશભાઈ પટેલ ની વરણી થતા ત્રણ તાલુકા મહિલા પ્રમુખો અને બે પ્રમુખોએ રાજીનામાં આપ્યા બાદ કાર્યક્રમમાં ગેર હાજર રહેતા અનેક અટકળો વહેતી થઈ હતી. ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખના પદગ્રહણ સમારોહમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલને લોકસભા ના ઉમેદવાર તરીકે ઘોષિત કર્યા કરતા કાર્યકર્તાઓએ જય ઘોષ થી આવકાર્યા હતા.આ પ્રસંગે ધારાસભ્ય અનંત પટેલે ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યુ હતુ કે ડાંગ જિલ્લો એ ભાજપનો ભ્રષ્ટાચાર નો ગઢ બની ગયો છે. તેમનો વડાપ્રધાન પારદર્શક વહીવટ થતો હોવાની ગુલબાંગ હાંકી રહ્યો છે, સરકારી યોજનાની રાશિ સીધા લાભાર્થીઓને ખાતામાં જમા થતી હોવાનું કહે છે, તો ...

ડાંગ ભાજપ આહવા મંડલની અગત્યની બેઠક યોજાઈ

Image
ડાંગ ભાજપ આહવા મંડલની અગત્યની બેઠક યોજાઈ સરદાર ન્યૂઝ:- ચિરાગ પંચાલ-ડાંગ આજરોજ ભારતીય જનતા પાર્ટી ડાંગ જીલ્લાની સૂચના અનુસાર આહવા સર્કીટ હાઉસ ખાતે, આહવા મંડલની બેઠક મળી હતી જેમાં બુથ સશક્તિકરણ અભિયાન, મન કી બાત, પ્રશિક્ષણ વર્ગ, પ્રવાસ કાર્યક્રમ, વિસ્તારક નક્કી કરવા જેવા મહત્વના મુદ્દાઓ માટે જિલ્લા સંગઠન પ્રભારી શ્રી રાજેશભાઈ દેસાઈ સાહેબ તથા નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ સાહેબ દ્વારા વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું. આ બેઠકમાં ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ નિર્મળાબેન ગાઈન,જીલ્લા મહામંત્રી રાજેશભાઈ ગામીત,આહવા તાલુકા પંચાયતના પ્રમુખ સુરેશભાઈ ચૌધરી, મંડલ પ્રમુખ શંકરભાઈ પવાર, મંડલ મહામંત્રી સતીષભાઈ સેંદાણે અને ભાસ્કરભાઈ,આઈ. ટી. સેલના કન્વીનર ગિરીશભાઈ મોદી,માજી જીલ્લા ભા.જ.પા પ્રમુખશ્રી રમેશભાઈ ચૌધરી રાજવીશ્રી ધનરાજસિહ સૂર્યવંશી તથા શક્તિકેન્દ્રના ઇન્ચાર્જ, પ્રભારી અને જીલ્લાં -તાલુકા પંચાયતના અધ્યક્ષ તથા સદસ્ય, જિલ્લા તાલુકા સંગઠન અને મોરચા, આઈ,ટી, સોશિયલ મીડિયાના કાર્યકર્તાઓએ આ બેઠકમાં ભાગ લીધો.

ડાંગના ૨ હજારથી વધુ શિક્ષકોએ કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન-CPR તાલીમ અપાઈ

Image
ડાંગના ૨ હજારથી વધુ શિક્ષકોએ કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન-CPR તાલીમ અપાઈ સરદાર ન્યૂઝ:- ચિરાગ પંચાલ-ડાંગ સ્વાસ્થ્ય અને સલામતીના ભાગરૂપે રાજ્યમાં ૨ લાખથી વધુ શિક્ષકોએ લીધી કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન-CPR તાલીમ ગુજરાત વિધાનસભાના મુખ્ય નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલ રહ્યા ખાસ ઉપસ્થિત કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન-CPR તાલીમ કોઇપણ વ્યક્તિ લઇ શકે છે – શ્રી વિજયભાઇ પટેલ (સ્વાસ્થ્ય અને સલામતીના ભાગરૂપે આજરોજ રાજ્યભરમા ૨ લાખથી વધુ શિક્ષકોને કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન-CPR તાલીમ આપવામાં આવી રહી છે, ત્યારે ડાંગ જિલ્લામાં પણ ૨ હજારથી વધુ શિક્ષકોને આ તાલીમથી સુસજજ કરવામાં આવી રહ્યા છે, તેમ ગુજરાત વિધાનસભાના મુખ્ય નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલે આહવા ખાતે જણાવ્યું હતું. હાર્ટ એટેકની ધટનાઓની પરીસ્થિતીને ધ્યાને લેતા, કોઇ પણ આકસ્મિક સંજોગોમા અણબનાવની ધટના બને ત્યારે, કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન-CPR તાલીમ ખુબ જ ઉપયોગી સાબીત થશે. બાળકોને શાળાઓમા અથવા ગામમા આવી ધટના બને ત્યારે તાલીમ મેળવેલા શિક્ષકો તાત્કાલિક તેને CPR આપી શકે છે, તેમ શ્રી વિજયભાઇ પટેલે જણાવ્યુ હતુ. કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન-CPRની તાલીમ કોઇપણ ...

ઉત્તર ડાંગ વન વિભાગ દ્વારા વાંવદા ગામે વનલક્ષ્મી યોજના અંતર્ગત પાણીની ટાંકી અને અનાજ ઉપણવાના પંખા વિતરણ કરાયા

Image
ઉત્તર ડાંગ વન વિભાગ દ્વારા વાંવદા ગામે વનલક્ષ્મી યોજના અંતર્ગત પાણીની ટાંકી અને અનાજ ઉપણવાના પંખા વિતરણ કરાયા સરદાર ન્યૂઝ:- ચિરાગ પંચાલ-ડાંગ વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઇ પટેલના હસ્તે લાભાર્થીઓને સાધન વિતરણ કરાયા ૨૦૦ લાભાર્થીઓને પાણીની ટાંકી તેમજ પંખાનુ વિતરણ કરાયુ ડાંગનુ જંગલ જિલ્લાની ઓળખાણ બની છે - શ્રી વિજયભાઇ પટેલ સરકારશ્રીના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા સ્વાયત સંસ્થાઓ/લોક સહકારથી વનોનું પુન:નિર્માણ કરવાની યોજના અંતર્ગત વન વિભાગ દ્વારા સહભાગી વન વ્યવસ્થા સમિતિઓને પ્રતિવર્ષ જંગલ કામદાર મંડળીઓને ફાળવવામા આવતાં કુપો થકી ઉત્પાદન થયેલ લાકડાની હરાજીથી વેચાણ બાદ, સરકારશ્રીને થયેલ ચોખ્ખી ૮૦ % આવકની રકમ સામે ૨૦ % રકમ ભૌતિક સ્વરૂપમાં સાંકળી લઇ “વન લક્ષ્મી” અભિયાન શરૂ કરવામા આવ્યું છે. “વન લક્ષ્મી” યોજના થકી ગામોમાં સામુહિક વિકાસના લાભો જેવા કે, જમીન લેવલીંગ, સિંચાઇ માટે લીફ્ટ ઇરીગેશન, દુધાળા પશુ ગાય અને પીવાના પાણીની સુવિધાઓ જેવી સામુહિક ગામ વિકાસના કામો કરવામા આવે છે. આજરોજ વિધાનસભા નાયબ દંડક શ્રી વિજયભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને આહવા તાલુકાના વાંવદા ગામમા વનલક્ષ્મી કાર્યક્...

આહવાના એસ.ટી ડેપો ખાતે સ્વચ્છતા રેલી યોજાઇ

Image
આહવાના એસ.ટી ડેપો ખાતે સ્વચ્છતા રેલી યોજાઇ જવાહર નવોદય વિદ્યાલય, સાપુતારાના વિદ્યાર્થીઓએ શહેરી નાટક દ્વારા મુસાફરોને સ્વચ્છતા અંગે જાગૃત કર્યા સરદાર ન્યૂઝ:- ચિરાગ પંચાલ-ડાંગ રાજ્યસ્તરે ચાલી રહેલા ગુજરાત એસ.ટી. નિગમના સ્વચ્છતા અભિયાનને સફળ બનાવવા વિવિધ કાર્યક્રમોના ભાગરૂપે તા.૧૨મી ડિસેમ્બરના રોજ, ડાંગ જિલ્લાના આહવા એસ.ટી. ડેપો ખાતે વિશેષ સફાઈ ઝુંબેશ હાથ ધરવામા આવી હતી. આ વેળા શ્રી જવાહર નવોદય વિદ્યાલય, સાપુતારાના વિધ્યાર્થીઓએ ડેપો પરિસરમાં શહેરી નાટક દ્વારા સ્વચ્છતા જાગૃતિના કાર્યક્રમો કર્યા હતા. જેમાં, મોટી સંખ્યામાં મુસાફરો હાજર રહ્યા હતા. જાહેર મુસાફર જનતામા નિગમના સફાઈ અભિયાનના વ્યાપક પ્રચાર-પ્રસાર અર્થે આહવા એસ.ટી. ડેપોના તમામ કર્મચારીઓ સહિત શાળાના વિધ્યાર્થીઓએ ‘શુભયાત્રા-સ્વચ્છ યાત્રા’ બેનર તેમજ પોસ્ટરો દ્વારા સ્વચ્છતા અભિયાનનો સંદેશો ગુંજતો કર્યો હતો. એસ.ટી નિગમ દ્વારા બસ સ્ટેન્ડ તેમજ બસોમાં પ્રદર્શિત કરેલ QR CODE થકી, સ્વચ્છતા અંગેના અભિપ્રાય આપવા અંગે વિશેષ સમજૂતી પૂરી પાડવામાં આવી હતી. સ્વચ્છતા કાર્યક્રમમા પોતાનો અમૂલ્ય યોગદાન આપનાર પી.એમ. શ્રી જવાહર વિદ્યાલયના આચા...

વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલે શિંગાણા માધ્યમિક શાળાના કિચન ગાર્ડનની મુલાકાત લીધી.

Image
વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલે શિંગાણા માધ્યમિક શાળાના કિચન ગાર્ડનની મુલાકાત લીધી. સરદાર ન્યૂઝ:- ચિરાગ પંચાલ-ડાંગ ગુજરાત વિધાનસભાના નાયબ દંડક તેમજ ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઇ પટેલે પોતાના ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના પ્રવાસ દરમિયાન, શિંગાણા માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા ખાતે શાળાના વિધ્યાર્થીઓ તેમજ શિક્ષકો દ્વારા મલ્ચિંગ પદ્ધતિથી તૈયાર કરેલ પ્રાકૃતિક ‘કિચન ગાર્ડન’ ની મુલાકાત લીધી હતી. દૈનિક સમતોલ આહારમાં તાજાં ફળ અને શાકભાજીનું ઘણું જ મહત્વ છે. પ્રાકૃતિક પદ્ધતિ દ્વારા શાળામાં ઉગાડવામાં આવેલ બાગાયતી પાકોની કામગીરી ખુજ જ સરાહનીય છે. તેમ શ્રી વિજયભાઇ પટેલે આ પ્રસંગે જણાવ્યુ હતુ. અહિં શિંગાણા શાળાના શિક્ષકો દ્વારા પ્રાકૃતિક ખેતીનુ મહત્વ, પ્રાકૃતિક ખોરાકનુ મહત્વ સમજાવ્યુ હતુ. તેમજ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અંગેનો ખ્યાલ આપ્યો હતો. આ મુલાકાત વેળાએ સુબિર તાલુકા ઉપપ્રમુખ શ્રી રધુનાથ સાબળે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.એમ.ડામોર, અધિક નિવાસી કલેક્ટર શ્રી એસ.જી.તબીયાર, સુબિર તાલુકા વિકાસ અધિકારી સુશ્રી પુનમ ડામોર સહિત શિંગાણા માધ્યમિક અને ઉચ્ચત્તર શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્ય...

આહવાના પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ જવાનો માટે વિવિધ રમતોનું કરાયું આયોજન

Image
આહવાના પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ જવાનો માટે વિવિધ રમતોનું કરાયું આયોજન સરદાર ન્યૂઝ:- ચિરાગ પંચાલ-ડાંગ ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી યશપાલ જગાણીયા તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી સુનિલ પાટિલના માર્ગદર્શન હેઠળ જિલ્લાના મુખ્ય મથક આહવા સ્થિત પોલીસ હેડ કવાર્ટર ખાતે, પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ, અને તેમના પરિવારજનો માટે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યુ હતુ. પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ તેમજ તેમના પરિવારનો માનસિક તણાવ દૂર થાય, તેમજ પરસ્પર પારિવારિક ભાવના જળવાઈ રહે તેવા હેતુથી જુદી જુદી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હોમગાર્ડ, ગ્રામરક્ષક દળ તથા પોલીસ પરિવારની મહિલા તેમજ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે સ્વચ્છતા અભિયાન અંતર્ગત "સ્વચ્છ ઘર" હરીફાઈ પણ રાખવામાં આવી હતી. તમામ સ્પર્ધાઓના વિજેતાઓને પોલીસ અધિક્ષકશ્રીના હસ્તે પારિતોષિકો વિતરણ કરવામાં આવ્યા હતા.

સાકરપાતળ રેન્જ ના સુસરદા ગામે વન્યપ્રાણી સંરક્ષણ,વન સંવર્ધન બાબતે જન જાગૃતિ લાવવા માટે તમાશા નું આયોજન કરવામાં આવ્યું

Image
સાકરપાતળ રેન્જ ના સુસરદા ગામે વન્યપ્રાણી સંરક્ષણ,વન સંવર્ધન બાબતે જન જાગૃતિ લાવવા માટે તમાશા નું આયોજન કરવામાં આવ્યું સરદાર ન્યૂઝ:- ચિરાગ પંચાલ-ડાંગ જંગલ અને પર્યાવરણની જાણવળી માટે વનવિભાગ દ્વારા તમાશા કાર્યક્રમ થકી નવતર અભિયાન હાથ ધર્યુ મળતી માહિતી અનુસાર દક્ષિણ ડાંગ વનવિભાગનાં નાયબ વનસંરક્ષક રવિપ્રસાદ નાં માર્ગદર્શન હેઠળ સાકળપાતળ રેન્જ આરએફઓ મનીષ સોનવણે દ્વારા સુરસદા ખાતે વન્ય પ્રાણી સંરક્ષણ ડાંગનાં જંગલો સંવર્ધન અને પર્યાવરણની જાળવણી માટે જનજાગૃતી કાર્યક્રમ યોજાયો હતો જેમાં ડાંગી ભાતીગળ અને જૂની પરંપરાગત (તમાશા) નૃત્યશૈલી માં નાટક ભજવી ને વન રક્ષણ સંવર્ધન માટે વ્યાપક લોકચેતના જાગ્રુત કરવામાં આવી રહી છે જેમાં ગામડાના લોકો‌ ને મનોરંજન અને તમાશા રૂપી નાટક ના સથવારે જંગલ સમૃધ્ધ જંગલની જાળવણીમાં સ્થાનિક આદિવાસી ઓની ભૂમિકા રહી છે. આવનારી પેઢી માટે પણ આપણે જંગલ સાથે પર્યાવરણની જાળવણી કરવી જોઇએ. હાલ કેન્દ્ર રાજ્ય સરકાર જંગલ વિસ્તારમાં રહેતા આદિવાસી ઓના વિકાસ માટે કટિબધ્ધ થઇ છે. સરકાર આદિવાસી ઓનાં વિકાસ માટે અનેક યોજનાઓ અમલમાં લાવી છે. જેમાં ઝીરો ટકાથી ગેસ કનેકશન,સામુહિક ખેતી માટેનાં ઉ...

ડાંગ જિલ્લાના વઘઇ ખાતે દક્ષિણ ઝોન કક્ષાનો એજ્યકેશન ફેસ્ટિવલ યોજાયો

Image
ડાંગ જિલ્લાના વઘઇ ખાતે દક્ષિણ ઝોન કક્ષાનો એજ્યકેશન ફેસ્ટિવલ યોજાયો  સરદાર ન્યૂઝ:- ચિરાગ પંચાલ-ડાંગ આ સાથે જ ડાંગ જિલ્લા કક્ષાનો ૪૮મું વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન પણ યોજાયો  જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે ત્રણ દિવસ સુધી પ્રદર્શન યોજાશે  વિજ્ઞાન અને ગણિત-પર્યાવરણ પ્રદર્શનમા કુલ ૮૫ કૃતિઓનુ પ્રદર્શન કરાયુ  ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ-ગાંધીનગર પ્રેરીત, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-વઘઈ, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ-ડાંગ, અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, આહવાના સંયુક્ત ઉપક્રમે, વઘઇના શિક્ષણ અને તાલીમ ભવન ખાતે તા.૬ થી ૮ ડિસેમ્બર સુધી એજ્યકેશન ફેસ્ટિવલ શરૂ કરવામા આવ્યો છે. વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલ, તેમજ ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઇનની ઉપસ્થિતિમા, જિલ્લા કક્ષાનું ૪૮મું વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ પ્રદર્શન (સમાજ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી) તથા દક્ષિણ ઝોન કક્ષાનો એજયુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલને ખુલ્લો મુકાયો હતો. આ પ્રસંગે શ્રી વિજયભાઇ પટેલે જણાવ્યુ હતુ કે, શિક્ષકગણ બાળકોનુ યોગ્ય ઘડતર, સાચું શિક્ષણ આપીને સમાજમાં ...

સ્વસ્થ અને ન્યાયપૂર્ણ સમાજનુ નિર્માણ કરવા પોલીસની અનોખી પહેલ

Image
ડાંગ જિલ્લા પોલીસનો નૂતન અભિગમ સ્વસ્થ અને ન્યાયપૂર્ણ સમાજનુ નિર્માણ કરવા પોલીસની અનોખી પહેલ  સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ અપમૃત્યુનો ભોગ બનેલ પરીવાર જનો માટે "પ્રોજેક્ટ સંવેદના" શરૂ કરાયો  "પ્રોજેક્ટ સંવેદના" અંતર્ગત નિરાધાર થયેલ બાળકોનો આધાર બની કર્તવ્યનિષ્ઠા નિભાવવાનો પ્રયાસ  પોલીસની "શી ટીમ" પરીવારના સભ્યોને સહાનુભુતી સાથે યોગ્ય માર્ગદર્શન પુરુ પાડશે   પોલીસની કોમ્પરેહેન્સીવ વિક્ટીમ સપોર્ટ સિસ્ટમ અનુસંધાને ગંભીર ગુનામા ભોગ બનનાર વિક્ટીમના પરિવારજનો, લાંબી સજા ભોગવતા આરોપીના પરિવારજનો, આત્મહત્યા કરનાર વ્યક્તિના સ્વજનોને પ્રત્યક્ષ મળી, પોલીસ દ્વારા તેમનુ કાઉંન્સેલિંગ કરવામા આવે છે.  આ સાથે જ સરકારશ્રી દ્વારા પુરી પાડવામા આવતી શિક્ષણ, સ્વાસ્થ્ય તથા જીવન નિર્વાહની પ્રાથમિક સુવિધાઓની સહાય જેવી કે, આયુષ્માન ભારત યોજના પી.એમ ઉજ્જવલા યોજના, વીમા યોજનાઓ વગેરે પૈકી જે તે વ્યક્તિને સંલગ્ન યોજનાઓનો લાભ મળે તે માટે કાર્યવાહી પણ હાથ ધરવામા આવે છે. પોલીસ દફતરે ઘણા અપમૃત્યુના કેસો નોંધાતા હોય છે. જેમાં ખૂન, આત્મહત્યા,  કુદરતી આફત કે રોડ એકસીડન્ટથી મૃત્...

ડાંગ જિલ્લા પોલીસ દ્વારા યુવાનોના સ્વરોજગાર માટે તાલીમનુ કરાયું આયોજન

Image
ડાંગ જિલ્લા પોલીસ દ્વારા યુવાનોના સ્વરોજગાર માટે તાલીમનુ કરાયું આયોજન  સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ ડાંગ જિલ્લાના બેરોજગાર યુવાનો માટે રોજગારલક્ષી તાલીમ મળી રહે તે માટે, સુરત રેંજ આઇ.જી. શ્રી વી. ચંદ્રશેખર, તથા ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી યશપાલ જગણીયાના માર્ગદર્શન હેઠળ, જિલ્લાના ૧૫ વિદ્યાર્થીઓ માટે સરકારના આદિજાતી વિકાસ વિભાગના અનુદાનમાંથી રક્ષા શક્તિ યુનિવર્સિટી, ગુજરાત રાજ્યના કન્સલટન્ટ શ્રી સિદ્ધાર્થ ખત્રી (નિવૃત્ત IPS અધિકારી)ના માર્ગદર્શન હેઠળ, તાલીમનુ આયોજન કરવામા આવ્યુ છે. ડાંગ જિલ્લાના ૧૫ યુવાનો પોતાની તાલીમ સફળતાપૂર્વક પાસ કરી, સ્વરોજગાર મેળવે તે માટે જિલ્લા પોલીલ વડા શ્રી યશપાલ જગાણીયા, તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એસ.જી.પાટીલે શુભેચ્છાઓ પાઠવી હતી. આ સાથે જ આગામી વર્ષોમા જિલ્લાના ૫૦ યુવાનો માટે રક્ષા શક્તિ યુનિવર્સિટીમા બેઠકો મળે તેવા પ્રયાસો હાથ ધરાશે, તેવી ખાતરી શ્રી સિદ્ધાર્થ ખત્રીએ આપી હતી. ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લામા બેરોજગાર યુવાનો માટે સ્વરોજગારની તકો અન્ય જિલ્લાની સરખામણીમા ઘણી સીમિત છે. સાથે જ ડાંગ જિલ્લો પ્રાકૃતિક જિલ્લો હોવાથી, અહીં કોઈ પણ ઔદ...

વઘઈ તાલુકા ભાજપ સંગઠને ત્રણ રાજ્યોની ચૂંટણી માં પ્રચંડ વિજય થતા વિજય ઉત્સવ મનાવ્યો

Image
વઘઈ તાલુકા ભાજપ સંગઠને ત્રણ રાજ્યોની ચૂંટણી માં પ્રચંડ વિજય થતા વિજય ઉત્સવ મનાવ્યો સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ વધઈ તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા ગત માસ માં થયેલ પાંચ રાજ્યો ની વિધાનસભાની ચૂંટણી મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ તેલંગાણા, મિઝોરમ રાજ્યમાં યોજાઈ હતી જેનું પરિણામ જાહેર થતાં ડાંગ ભારતીય જનતા પાર્ટી એ ત્રણ રાજ્યોમાં પ્રચંડ બહુમતી વિજય મેળવતા ડાંગ જિલ્લાના ધારાસભ્ય અને વિધાનસભા ના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ, વઘઇ તાલુકા ભાજપ મંડળ પ્રમુખ પંકજ પટેલ, બીપીન રાજપૂત, મયુર પટેલ, સુરેશ કાંજીયા, રિતેશ પટેલ, સહિત સંગઠનના પદાધિકારીઓ હોદ્દેદારો, કાર્યકર્તાઓ દ્વારા ત્રણ રાજ્યની ભવ્ય વિજયી ઉજવણી સાથે આતશબાજી અને એકબીજાના મો મીઠા કરાવી ઉજવણી કરાઈ હતી આ વિજય ને નરેન્દ્ર મોદીના કુશળ નેતૃત્વ વિશ્વાસ અને ગેરંટીને વરેલી સરકારની જીત ગણાવી હતી

ડાંગ જીલ્લા ભાજપ ના પુર્વ પ્રમુખ રમેશ ચૌધરી અને દીકરા ને મારા મારી કેશ માં સેશન કોર્ટે જામીન મંજૂર કરતા‌ બન્ને ને મુક્ત કરાયા

Image
ડાંગ જીલ્લા ભાજપ ના પુર્વ પ્રમુખ રમેશ ચૌધરી અને દીકરા ને મારા મારી કેશ માં સેશન કોર્ટે જામીન મંજૂર કરતા‌ બન્ને ને મુક્ત કરાયા સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ ડાંગ જિલ્લાનાં ભાજપાનાં પૂર્વ પ્રમુખ-હિન્દુ આગેવાન રમેશભાઈ ચૌધરી ઉર્ફ ડોન અને દીકરા અજય ચૌધરી દ્વારા કરવામાં આવેલ મારામારીનાં કેસમાં જામીન નામંજૂર થતા બન્ને ત્રણ દિવસનાં રિમાન્ડ પુરો થતા આજરોજ જામીન સેશન કોર્ટમા મંજુર હિન્દુ સંગઠન માં આનંદો ડાંગ જિલ્લાનાં આહવા નગરનાં પટેલપાડા ખાતે રહેતા અજય રમેશ ચૌધરી તેના ઘરની સામે આવેલ સી.ટી સર્વે નં.1766ની જમીન પર આવેલ ટપરી(દુકાન)માં ટેન્ટનો સામાન કાઢતા હતા. તે વેળાએ તેમના ઘરની પાસે રહેતા એઝાઝ સાકીર વાની કહ્યુ હતુ કે, "આ ટપરી(દુકાન) વાળીઆ જગ્યા અમારી છે.ટપરી(દુકાન)ની ચાવી લાવ આમ કહેતા એઝાઝ સાકીર વાનીના પરિવાર અને અજય રમેશ ચૌધરીના પરિવાર વચ્ચે ઉગ્ર બોલાચાલીમાં ઝગડો અને મારામારી થઈ હતી.જેમાં એઝાઝનાં પરિવારનાં સભ્ય પર ભાજપાનાં પૂર્વ પ્રમુખ રમેશભાઈ ચૌધરી તથા દીકરા દ્વારા કુહાડી જેવા જીવલેણ હથિયાર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.અને અહી એક ઈસમને માથાનાં ભાગે ગંભીર ઈજાઓ પોહચી હતી.તો બીજા પક્ષ ...

પ્રકૃતિ પ્રેમી સાપુતારાના પર્યટકો માટે ઉભુ કરાયુ “વન કવચ” નુ આકર્ષણ

Image
પ્રકૃતિ પ્રેમી સાપુતારાના પર્યટકો માટે ઉભુ કરાયુ “વન કવચ” નુ આકર્ષણ  સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ સાપુતારા ખાતે મંત્રી શ્રી મુકેશભાઇ પટેલે “વન કવચ”નું લોકાર્પણ કર્યુ  એક હેક્ટર વિસ્તારમા 70 જાતના કુલ દસ હજાર વૃક્ષોનુ વાવેતર કરાયુ  મંત્રીશ્રીએ સાપુતારા ખાતે લોગહટનુ પણ લોકાર્પણ કર્યુ  ડાંગ જિલ્લાના પ્રવાસે આવેલા રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઇ પટેલ (વન અને પર્યાવરણ, કલાઇમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ) એ ગિરિમથક સાપુતારા ખાતે પ્રકૃતિને માણવા આવતા પર્યટકો માટે નવા નજરાણા ધરાવતા “વન કવચ” નું લોકાર્પણ કર્યુ હતુ.  વૃક્ષોના જતન સંવર્ધન માટે “વન કવચ” એ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના ડ્રીમ પ્રોજેકટ પૈકીનો એક મહત્વનો ભાગ છે. ટુક સમયમાં ઝડપથી અને ખાસ કરીને પ્રવાસન કે અર્બન એરીયામાં વન ઉભું કરી શકાય તે માટે જાપાનીસ, મિયાવાકી પદ્ધતિનો ઉપયોગ કરીને “વન કવચ” તૈયાર કરવામા આવે છે. જેમા મિયાવાકી પદ્ધતિનો ઉચ્ચસ્તરીય, મધ્યમસ્તરીય અને નિમ્નસ્તરીય એવી રીતે વૃક્ષોની જાતો પસંદ કરીને તેનુ વાવેતર કરવામાં આવે છે.  અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ધી ફ...