કોંગ્રેસ મુકત ડાંગના સંકલ્પ સાથે ડાંગ ભાજપ દ્વારા વઘઈ અને સુબિર મંડળની બેઠક યોજાઈ
કોંગ્રેસ મુકત ડાંગના સંકલ્પ સાથે ડાંગ ભાજપ દ્વારા વઘઈ અને સુબિર મંડળની બેઠક યોજાઈ
સરદાર ન્યૂઝ:- ચિરાગ પંચાલ-ડાંગ
મોદી ગેરંટીની અનેકવિધ યોજના લાભાર્થી સુધી પહોંચાડવા ના સંકલ્પ સાથે આગામી લોકસભા-૨૦૨૪ ની ચૂંટણીનું આગોતરા આયોજન, ઘર-ઘર સંપર્ક, બુથ સશકિતકરણ, મનકી બાત, સ્વચ્છતા અભિયાન જેવા સંગઠનાત્મક તેમજ ચૂંટણીલક્ષી મુદ્દાઓની વિસ્તૃત છણાવત ઉપસ્થિત આગેવાનો દ્વારા કરવામાં આવી હતી.
બેઠકમાં જિલ્લા પ્રમુખશ્રી કિશોરભાઈ ગાંવિત,લોકસભાના વિસ્તારકશ્રી તળવી, વિધાનસભાના વિસ્તારકશ્રી જીલ્લાના મહામંત્રીશ્રીઓ, મંડળમાં આવતા જિલ્લા/ મંડળના હોદ્દેદારો, મોરચાના પદાધિકારીશ્રીઓ, શકિતકેન્દ્રના સંયોજકો/પ્રભારીશ્રીઓ તેમજ જિલ્લા/ તાલુકા પંચાયતના પદાધિકારીશ્રીઓ/ સદસ્યશ્રીઓ, સોશિયલ મીડિયા,આઈ.ટી સેલ તથા મીડિયાના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયાં હતાં.



Comments
Post a Comment