ડાંગ ભાજપ આહવા મંડલની અગત્યની બેઠક યોજાઈ
ડાંગ ભાજપ આહવા મંડલની અગત્યની બેઠક યોજાઈ
સરદાર ન્યૂઝ:- ચિરાગ પંચાલ-ડાંગ
આજરોજ ભારતીય જનતા પાર્ટી ડાંગ જીલ્લાની સૂચના અનુસાર આહવા સર્કીટ હાઉસ ખાતે, આહવા મંડલની બેઠક મળી હતી જેમાં બુથ સશક્તિકરણ અભિયાન, મન કી બાત, પ્રશિક્ષણ વર્ગ, પ્રવાસ કાર્યક્રમ, વિસ્તારક નક્કી કરવા જેવા મહત્વના મુદ્દાઓ માટે જિલ્લા સંગઠન પ્રભારી શ્રી રાજેશભાઈ દેસાઈ સાહેબ તથા નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ સાહેબ દ્વારા વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું.
આ બેઠકમાં ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ નિર્મળાબેન ગાઈન,જીલ્લા મહામંત્રી રાજેશભાઈ ગામીત,આહવા તાલુકા પંચાયતના પ્રમુખ સુરેશભાઈ ચૌધરી, મંડલ પ્રમુખ શંકરભાઈ પવાર, મંડલ મહામંત્રી સતીષભાઈ સેંદાણે અને ભાસ્કરભાઈ,આઈ. ટી. સેલના કન્વીનર ગિરીશભાઈ મોદી,માજી જીલ્લા ભા.જ.પા પ્રમુખશ્રી રમેશભાઈ ચૌધરી રાજવીશ્રી ધનરાજસિહ સૂર્યવંશી તથા શક્તિકેન્દ્રના ઇન્ચાર્જ, પ્રભારી અને જીલ્લાં -તાલુકા પંચાયતના અધ્યક્ષ તથા સદસ્ય, જિલ્લા તાલુકા સંગઠન અને મોરચા, આઈ,ટી, સોશિયલ મીડિયાના કાર્યકર્તાઓએ આ બેઠકમાં ભાગ લીધો.


Comments
Post a Comment