આગામી લોકસભા ચુંટણી અંતર્ગત બોર્ડર વિસ્તારમા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે ડાંગ પોલીસ સજ્જ

આગામી લોકસભા ચુંટણી અંતર્ગત બોર્ડર વિસ્તારમા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે ડાંગ પોલીસ સજ્જ ડાંગ જિલ્લા આહવા અને મહારાષ્ટ્રના જાયખેડા પોલીસ કર્મીઓ દ્વારા બોર્ડર ઉપર સંયુક્ત ચેકીંગ હાથ ધરાયુ
સરદાર ન્યૂઝ:- ચિરાગ પંચાલ-ડાંગ આગામી લોકસભા ચુંટણીને ધ્યાને રાખી રાજ્યની બોર્ડર વિસ્તારમા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પોલીસ દ્વારા સધન ચેંકીગ હાથ ધરવામા આવ્યુ છે. ડાંગ જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયા તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એસ.જી.પાટીલના માર્ગદર્શન હેઠળ, ડાંગ જિલ્લા આહવા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ શ્રી એ.એચ.પટેલ અને તેઓની ટીમ દ્વારા પુર્વ પટ્ટી વિસ્તારના ચિંચલી ઓપી ખાતે આવેલ બોર્ડર ચેંકિગ નાકા ઉપર ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યની સંયુક્ત પોલીસની ટીમો દ્વારા બોર્ડર મિંટીગ, નાકાબંધી તેમજ વહાન ચેકીંગની પ્રકિયા હાથ ધરવામા આવી હતી. આગામી દિવસોમા યોજાનાર લોકસભા ચુંટણી અંતર્ગત બન્ને રાજ્યોમા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે ડાંગ જિલ્લા આહવા પોલીસ સ્ટેશન અને મહારાષ્ટ્ર રાજ્યના નાસીક જિલ્લાના જાયખેડા પોલીસ સ્ટેશન સ્ટેશનના પોલીસ કર્મીઓ દ્વારા ચિંચલી બોર્ડર ઉપર બોર્ડર મિંટીગ યોજીને પોલીસ દ્વારા નાકાબંધી કરી સંયુક્ત ચેકીંગ હાથ ધર્યુ હતુ.

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...