આહવાના પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ જવાનો માટે વિવિધ રમતોનું કરાયું આયોજન
આહવાના પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ જવાનો માટે વિવિધ રમતોનું કરાયું આયોજન
સરદાર ન્યૂઝ:- ચિરાગ પંચાલ-ડાંગ
ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી યશપાલ જગાણીયા તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી સુનિલ પાટિલના માર્ગદર્શન હેઠળ જિલ્લાના મુખ્ય મથક આહવા સ્થિત પોલીસ હેડ કવાર્ટર ખાતે, પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ, અને તેમના પરિવારજનો માટે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ તેમજ તેમના પરિવારનો માનસિક તણાવ દૂર થાય, તેમજ પરસ્પર પારિવારિક ભાવના જળવાઈ રહે તેવા હેતુથી જુદી જુદી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હોમગાર્ડ, ગ્રામરક્ષક દળ તથા પોલીસ પરિવારની મહિલા તેમજ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ પ્રસંગે સ્વચ્છતા અભિયાન અંતર્ગત "સ્વચ્છ ઘર" હરીફાઈ પણ રાખવામાં આવી હતી. તમામ સ્પર્ધાઓના વિજેતાઓને પોલીસ અધિક્ષકશ્રીના હસ્તે પારિતોષિકો વિતરણ કરવામાં આવ્યા હતા.



Comments
Post a Comment