ડાંગ જિલ્લા પોલીસની સરાહનીય કામગીરી સાપુતારા પોલીસની “સી ટીમ” દ્વારા લોકોને સરકારી યોજનાકીય માહિતી પુરી પડાઈ સમાજના દુષણ એવા 'ડાકણ પ્રથા' નાબુદી અંગે જાગૃતિ ફેલાવી મહિલાઓ સાથે મુલાકાત કરી
સરદાર ન્યૂઝ:- ચિરાગ પંચાલ-ડાંગ ડાંગ જિલ્લા પોલીસની “સી ટીમ” દ્વારા “પ્રોજેક્ટ સંવેદના” અંતર્ગત સાપુતારા પોલીસ સ્ટેશન વિસ્તારના નડગચોંડ ગામની મહિલાઓ, બાળકો, યુવક- યુવતીઓ અને વૃધ્ધોને સરકારની યોજનાકીય માહિતી પુરી પાડી, યોજનાકીય લાભો અંગ જરૂરી જાણકારી આપવામા આવી હતી. જેમા સરકારની સ્વરોજગારલક્ષી યોજનાઓ વિશેની જાણકારી, તેમજ લોકો માટે સહાય પુરી પાડતી પ્રધામંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ યોજના, વૃદ્ધ પેન્શન યોજના, વિધવા સહાય પેન્શન યોજના વિશે જરૂરી માર્ગદર્શન અને માહિતી આપવામા આવી હતી. જેનો મુખ્ય હેતુ પોલીસ અને પ્રજા વચ્ચે મિત્રતાનો સંબંધ કેળવાય તે માટેનો હતો. આ ઉપરાંત ડાંગ પોલીસના “પ્રોજેક્ટ દેવી” અંતર્ગત નડગચોંડ ગામે પોલીસના જાગૃતિ કાર્યક્રમ સાથે, એક વિધવા બહેન દ્વારા તેમના કુંટુબીજનો દ્વારા તેણીને 'ડાકણ' કહી હેરાન પરેશાન કરવામા આવતી હોવાની રાવ કરતા, પોલીસની “સી ટીમ”ને પોતાની વ્યથા સંભળાવી હતી. પોલીસની સી ટીમે પીડિતાની વ્યથા સાંભળી, તેને આશ્વાસન આપ્યુ હતુ. તેમજ સમાજમા સ્વમાનભેર જીવવાના હક્ક અંગે માહિતી આપી, બહેનને પોતાના પ્રશ્ન અંગે પોલીસ ફરિયાદ કરવા જણાવ્યુ હતુ. તેમજ આ બહેનને કોઇપણ જાતની હેરાનગતિ નહિં વેઠવી પડે તેની ખાત્રી પણ આપી હતી. ઉપરાંત સાપુતારા પોલીસની “સી ટીમ” દ્રારા "પ્રોજેક્ટ દેવી" અંતર્ગત સુપદહાડ ગામે ડાકણ પ્રથાનો ભોગ બનનાર શ્રીમતી સકુબેન સુરેશભાઈ પવારની મુલાકાત કરી હતી. જ્યાં શ્રીમતી સકુબેન જણાવ્યુ કે, ડાકણ પ્રથા નાબૂદી કાર્યક્રમમા તેઓને બોલાવી પોલીસ દ્વારા સન્માનિત કરવામા આવી હતી. તેમજ તેઓને પ્રતાડીત કરનારા લોકોને પણ બોલાવ્યા હતા, અને તેઓને સખત શબ્દોમાં ચેતવણી આપી સમજાવ્યા હતા. જે કાર્યક્રમ બાદ હવે સુકુબેનને કોઈ પણ જાતની હેરાનગતિ વેઠવી પડી નથી. તેઓના જીવનમા હવે શાંતિ છે. હવે ગ્રામજનો અને કુટુંબના લોકો પણ ખૂબ જ સારો વ્યવહાર કરે છે. સમાજના શુભ પ્રસંગોમાં તેઓને અને તેઓના પરિવારને બોલાવે છે. તેમ જણાવી સુકુબેને પોલીસની “સી ટીમ”નો આભાર વ્યક્ત કર્યો હતો. -

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...