સાકરપાતળ રેન્જ ના સુસરદા ગામે વન્યપ્રાણી સંરક્ષણ,વન સંવર્ધન બાબતે જન જાગૃતિ લાવવા માટે તમાશા નું આયોજન કરવામાં આવ્યું
સાકરપાતળ રેન્જ ના સુસરદા ગામે વન્યપ્રાણી સંરક્ષણ,વન સંવર્ધન બાબતે જન જાગૃતિ લાવવા માટે તમાશા નું આયોજન કરવામાં આવ્યું
સરદાર ન્યૂઝ:- ચિરાગ પંચાલ-ડાંગ
જંગલ અને પર્યાવરણની જાણવળી માટે વનવિભાગ દ્વારા તમાશા કાર્યક્રમ થકી નવતર અભિયાન હાથ ધર્યુ
મળતી માહિતી અનુસાર દક્ષિણ ડાંગ વનવિભાગનાં નાયબ વનસંરક્ષક રવિપ્રસાદ નાં માર્ગદર્શન હેઠળ સાકળપાતળ રેન્જ આરએફઓ મનીષ સોનવણે દ્વારા સુરસદા ખાતે વન્ય પ્રાણી સંરક્ષણ ડાંગનાં જંગલો સંવર્ધન અને પર્યાવરણની જાળવણી માટે જનજાગૃતી કાર્યક્રમ યોજાયો હતો જેમાં ડાંગી ભાતીગળ અને જૂની પરંપરાગત (તમાશા) નૃત્યશૈલી માં નાટક ભજવી ને વન રક્ષણ સંવર્ધન માટે વ્યાપક લોકચેતના જાગ્રુત કરવામાં આવી રહી છે જેમાં ગામડાના લોકો ને મનોરંજન અને તમાશા રૂપી નાટક ના સથવારે જંગલ સમૃધ્ધ જંગલની જાળવણીમાં સ્થાનિક આદિવાસી ઓની ભૂમિકા રહી છે. આવનારી પેઢી માટે પણ આપણે જંગલ સાથે પર્યાવરણની જાળવણી કરવી જોઇએ. હાલ કેન્દ્ર રાજ્ય સરકાર જંગલ વિસ્તારમાં રહેતા આદિવાસી ઓના વિકાસ માટે કટિબધ્ધ થઇ છે. સરકાર આદિવાસી ઓનાં વિકાસ માટે અનેક યોજનાઓ અમલમાં લાવી છે. જેમાં ઝીરો ટકાથી ગેસ કનેકશન,સામુહિક ખેતી માટેનાં ઉપકરણો, કુવાઓ,ખેતી ના સાધનો વિનામુલ્યે ઉપલબ્ધ કરાવે છે. જેથી જંગલોનું નિકંદન અટકાવી શકાય છે વધુ માં આવનારી ભાવી પેઢી પ્રકૃતિ નુ જતન અને સંવર્ધન કરી પ્રકૃતિ ની રક્ષા કરે તેવા અભિગમ સાથે વન વિભાગ દ્વારા તમાશા નૃત્યશૈલી ના માધ્યમ સ્થાનિક ડાંગી બોલી મા વન રક્ષણ અને વન સંવર્ધન અંગે જન જાગૃતિ લાવવા નો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ જન જાગૃતિ તમાશા કાર્યક્રમ માં મોટી સંખ્યા માં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા


Comments
Post a Comment