ડાંગના ૨ હજારથી વધુ શિક્ષકોએ કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન-CPR તાલીમ અપાઈ

ડાંગના ૨ હજારથી વધુ શિક્ષકોએ કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન-CPR તાલીમ અપાઈ
સરદાર ન્યૂઝ:- ચિરાગ પંચાલ-ડાંગ સ્વાસ્થ્ય અને સલામતીના ભાગરૂપે રાજ્યમાં ૨ લાખથી વધુ શિક્ષકોએ લીધી કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન-CPR તાલીમ ગુજરાત વિધાનસભાના મુખ્ય નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલ રહ્યા ખાસ ઉપસ્થિત કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન-CPR તાલીમ કોઇપણ વ્યક્તિ લઇ શકે છે – શ્રી વિજયભાઇ પટેલ
(સ્વાસ્થ્ય અને સલામતીના ભાગરૂપે આજરોજ રાજ્યભરમા ૨ લાખથી વધુ શિક્ષકોને કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન-CPR તાલીમ આપવામાં આવી રહી છે, ત્યારે ડાંગ જિલ્લામાં પણ ૨ હજારથી વધુ શિક્ષકોને આ તાલીમથી સુસજજ કરવામાં આવી રહ્યા છે, તેમ ગુજરાત વિધાનસભાના મુખ્ય નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલે આહવા ખાતે જણાવ્યું હતું. હાર્ટ એટેકની ધટનાઓની પરીસ્થિતીને ધ્યાને લેતા, કોઇ પણ આકસ્મિક સંજોગોમા અણબનાવની ધટના બને ત્યારે, કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન-CPR તાલીમ ખુબ જ ઉપયોગી સાબીત થશે. બાળકોને શાળાઓમા અથવા ગામમા આવી ધટના બને ત્યારે તાલીમ મેળવેલા શિક્ષકો તાત્કાલિક તેને CPR આપી શકે છે, તેમ શ્રી વિજયભાઇ પટેલે જણાવ્યુ હતુ. કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન-CPRની તાલીમ કોઇપણ સામાન્ય વ્યક્તિ લઇ શકે છે. શિક્ષકો તાલીમ મેળવીને ગામના દરેક વ્યક્તિને આ તાલીમ વિશે જાણ કરે, તેમજ આકસ્મિત સંજોગોમા લોકોને આ તાલીમ ખુબ જ ઉપયોગી નિવડશે તેમ શ્રી વિજયભાઇ પટેલે વધુમા જણાવ્યુ હતુ. આહવાની સરકારી માધ્યમિક શાળા ખાતે યોજાયેલ તાલીમમા સુરત સિવિલના એચ.ઓ.ડી. શ્રીમતી ડો.પારૂલ તેમજ તેમની ટીમ દ્વારા, ડાંગ જિલ્લાના પ્રાથમિક શાળાના ૧૭૦૦ થી વધુ તેમજ માધ્યમિક શાળાના ૩૫૦ થી વધુ શિક્ષકોને આ તાલીમ આપવામાં આવી હતી. સામાન્ય રીતે હૃદયનો હૂમલો આવવાથી ૧૦૮ ને ત્વરીત બોલાવતા ૫ થી ૧૦ મિનિટનો સમય જતો હોય છે. તે ૫ થી ૧૦ મિનિટ દરમિયાન મગજ સુધી લોહી ના પહોંચે તો દર્દીનું મૃત્યુ થતુ હોય છે. આવુ ન થવા દેવા માટે આ CPR ટ્રેનીંગ અત્યંત મહત્વની છે, તેમ તજજ્ઞો ડોક્ટરો દ્વારા જણાવાયુ હતુ. આહવા સરકારી માધ્યમિક શાળા ખાતે યોજાયેલા આ તાલીમ કાર્યક્રમના શુભારંભ અવસરે, આહવા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સુરેશભાઇ ચૌધરી, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી વિજયભાઇ દેશમુખ, પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી નરેન્દ્રભાઇ ઠાકરે, શિક્ષણ નિરિક્ષકશ્રીઓ, સી.આર.સી, બી.આર.સી, આચાર્યશ્રીઓ તેમજ મોટી સંખ્યામા શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...