વઘઈ તાલુકા ભાજપ સંગઠને ત્રણ રાજ્યોની ચૂંટણી માં પ્રચંડ વિજય થતા વિજય ઉત્સવ મનાવ્યો
વઘઈ તાલુકા ભાજપ સંગઠને ત્રણ રાજ્યોની ચૂંટણી માં પ્રચંડ વિજય થતા વિજય ઉત્સવ મનાવ્યો
સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ
વધઈ તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા ગત માસ માં થયેલ પાંચ રાજ્યો ની વિધાનસભાની ચૂંટણી મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ તેલંગાણા, મિઝોરમ રાજ્યમાં યોજાઈ હતી જેનું પરિણામ જાહેર થતાં ડાંગ ભારતીય જનતા પાર્ટી એ ત્રણ રાજ્યોમાં પ્રચંડ બહુમતી વિજય મેળવતા ડાંગ જિલ્લાના ધારાસભ્ય અને વિધાનસભા ના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ, વઘઇ તાલુકા ભાજપ મંડળ પ્રમુખ પંકજ પટેલ, બીપીન રાજપૂત, મયુર પટેલ, સુરેશ કાંજીયા, રિતેશ પટેલ, સહિત સંગઠનના પદાધિકારીઓ હોદ્દેદારો, કાર્યકર્તાઓ દ્વારા ત્રણ રાજ્યની ભવ્ય વિજયી ઉજવણી સાથે આતશબાજી અને એકબીજાના મો મીઠા કરાવી ઉજવણી કરાઈ હતી આ વિજય ને નરેન્દ્ર મોદીના કુશળ નેતૃત્વ વિશ્વાસ અને ગેરંટીને વરેલી સરકારની જીત ગણાવી હતી


Comments
Post a Comment