ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે મુકેશભાઈ પટેલ નો પદગ્રહણ સમારોહ યોજાયો.
ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે મુકેશભાઈ પટેલ નો પદગ્રહણ સમારોહ યોજાયો.
સરદાર ન્યૂઝ:- ચિરાગ પંચાલ-ડાંગ
મળતી માહિતી મુજબ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે કોંગ્રેસ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ ગૌરાંગ પંડ્યા ,ધારાસભ્ય અનંત પટેલ,ના અધ્યક્ષ સ્થાને યોજાયેલ પદ ગ્રહણ સમારોહમાં 100 થી 150 જેટલા કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.જેના કારણે કોંગ્રેસમાં પણ જૂથવાદ હોવાનો ગણગણાટ છતો થયો હતો.
ડાંગ જિલ્લા કોંગ્રેસ પાર્ટી પ્રમુખપદે મુકેશભાઈ પટેલ ની વરણી થતા ત્રણ તાલુકા મહિલા પ્રમુખો અને બે પ્રમુખોએ રાજીનામાં આપ્યા બાદ કાર્યક્રમમાં ગેર હાજર રહેતા અનેક અટકળો વહેતી થઈ હતી. ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખના પદગ્રહણ સમારોહમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલને લોકસભા ના ઉમેદવાર તરીકે ઘોષિત કર્યા કરતા કાર્યકર્તાઓએ જય ઘોષ થી આવકાર્યા હતા.આ પ્રસંગે ધારાસભ્ય અનંત પટેલે ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યુ હતુ કે ડાંગ જિલ્લો એ ભાજપનો ભ્રષ્ટાચાર નો ગઢ બની ગયો છે. તેમનો વડાપ્રધાન પારદર્શક વહીવટ થતો હોવાની ગુલબાંગ હાંકી રહ્યો છે, સરકારી યોજનાની રાશિ સીધા લાભાર્થીઓને ખાતામાં જમા થતી હોવાનું કહે છે, તો પ્રધાનમંત્રી આવાસ કે શૌચાલય ,સહિત સરકારી યોજનામાં કેવી રીતે કટકી કરે છે,તે લોકો સમજે છે.આજે તેમના શાસનમાં ભય વગરનો ભ્રષ્ટાચાર ફુલયો ફાલ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છેકે વાંસદા ના ધારાસભ્ય અનંત પટેલ સહિત મુકેશભાઈ પટેલ દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટામાં ડેમ હોય કે માર્ગોના વિકાસમાં જમીન સંપાદન ની મોટી લડત ચલાવે છે, પરંતુ ડાંગ જિલ્લાના કોંગ્રેસ સમિતિના પદગ્રહણ સમારોહમાં ખુદ અનંતભાઈ પટેલ અને કોંગ્રેસ કમિટી ના અધ્યક્ષ ગૌરાંગ પંડ્યા, મુકેશભાઈ પટેલ સહિત કોંગ્રેસી મહાનુભવોની હાજરી હોવા છતાં 100 થી 150 જેટલા કાર્યકરોની ઉપસ્થિતિ આવનારી લોકસભા ચૂંટણી માં કોંગ્રેસ માટે આકરા સાબિત થાય તો નવાઈ નહિ.
જોકે ડાંગ કોંગ્રેસમાં તાલુકા મહિલા પ્રમુખો સહિત કાર્યકરોના રાજીનામાં અંગે અનંત પટેલે કાર્યકરોને મનાવી લીધા હોવાનો દાવો કર્યો હતો.અને તમામ પાર્ટી સાથે જ હોવાનું જાણવા હતું.
અલબત્ત પદગ્રહણ કાર્યક્રમમાં અને શોભાયાત્રામાં કાર્યકર્તાઓની પાંખી હાજરી થી કોંગ્રેસ પાર્ટીમાં કાર્યકરોની નારાજગી ઉડી ને આંખે વળગી રહી હતી.


Comments
Post a Comment