મિલ્કત સંબંધી ગુનો શોધી કાઢતી એલ.સી.બી.આહવા ડાંગ

મિલ્કત સંબંધી ગુનો શોધી કાઢતી એલ.સી.બી.આહવા ડાંગ
સરદાર ન્યૂઝ:- ચિરાગ પંચાલ-ડાંગ મે.પોલીસ મહાનિરિક્ષકશ્રી, વાબાંગ ઝમીર સાહેબ સુરત વિભાગ, સુરત નાઓની સુરત રેંજ વિસ્તારમાં, મિલ્કત સબંધી ગુનાઓ ન બને તે માટે તકેદારી રાખવા તેમજ વણ-શોધયેલ ગુનાઓ સત્વરે શોધી કાઢવા માટે સુચના આપેલ. જે અનુસંધાને પોલીસ અધિક્ષક શ્રી યશપાલ જગાણીયા (IPS), આહવા-ડાંગ નાઓની સુચના તેમજ શ્રી એસ.જી.પાટીલ વિભાગીય પોલીસ અધિકારી, આહવા વિભાગ નાઓના માર્ગદર્શન હેઠળ જિલ્લા વિસ્તારમાં મિલ્કત સબંધી ગુનાઓને શોધી કાઢવા માટે જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન તેમજ એલ.સી.બી/એસ.ઓ.જી. નાઓને સખ્ત રીતે કાર્યવાહી કરવા સુચના આપતા જિલ્લા એલ.સી.બી. ડાંગ નાઓની પોલીસ ટીમ દ્વારા વઘઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન વઘઈ પોલીસ સ્ટેશન “એ” પાર્ટ ગુ.ર.ન. ૧૧૨૧૯૦૦૨૨૩૦૩૮૧/૨૦૨૩ ઈ.પી.કો.ક. ૩૭૯,૧૧૪ મુજબનાં ગુનાનાં કામે ચોરીમાં ગયેલ મુદ્દામાલ અંગેની બાતમી એલ.સી.બી. અ.હે.કો. લક્ષ્મણભાઇ જયવનભાઇ બ.ન. ૪૬૧ નાઓને મળતા મોજે. ભેંસકાતરી ફોરેસ્ટ યાર્ડની પાછળ ઝાડી જંગલમાં તપાસ કરી ત્રણ આરોપીઓ તથા સોલર પ્લેટ નંગ १५ - કિ.રૂા.૧,૨૮,૦૦૦/- નાં મુદામાલ સાથે આરોપીઓને પકડી પાડી સી.આર.પી.સી. ૧૦૨ મુજબ મુદામાલ કબ્જે કરી, સી.આર.પી.સી.૪૧(૧)(ડી) મુજબની કાર્યવાહી કરી, વઘઈ પોલીસ સ્ટેશનના ગુનાના કામે સોંપેલ છે. પકડાયેલ આરોપીઓ:- (1) હરીશભાઇ કાસ્યાભાઇ દિવા રહે.વાંકન ગામ તા.વઘઈ જી.ડાંગ. (2) જીતેશભાઇ લગાભાઇ પવાર રહે. ભેંસકાતરી ગામ નાકાફળીયુ તા. વઘઈ જી.ડાંગ. (3) આશીષભાઇ કાંતુભાઇ ગામીત રહે. ભેંસકાતરી ગામ નાકાફળીયુ તા. વઘઈ જી.ડાંગ. કામગીરી કરનાર ટીમ:- પો.સ.ઈ. જે.એસ.વળવી ઈ.ચા. એલ.સી.બી. અ.હે.કો. રણજીતભાઇ ઉશ્યાભાઇ બ.ન. ૧૦૬ (એલ.સી.બી.) એ.એસ.આઇ. પ્રમોદભાઇ ગનસુભાઇ બ.ન.૪૬૩ (એલ.સી.બી.) અ.હે.કો. લક્ષ્મણભાઇ જયવનભાઇ બ.ન. ૪૬૧ (એલ.સી.બી) આ.હે.કો. હરીશચંદ્ર હિરામણભાઇ બ.નં.૧૭૨ (હેડ ક્વાર્ટર,આહવા) હોમગાર્ડ વિકીભાઇ મહેન્દ્રભાઇ,

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...