વઘઇ બસ સ્ટેશન ખાતે હાથ ધરાઈ વિષેશ સફાઈ
'શુભયાત્રા, સ્વચ્છ યાત્રા' જિલ્લો ડાંગ
વઘઇ બસ સ્ટેશન ખાતે હાથ ધરાઈ વિષેશ સફાઈ
સરદાર ન્યૂઝ:- ચિરાગ પંચાલ-ડાંગ.
GSRTC ના 'શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા' અભિયાન અંતર્ગત, ડાંગ જિલ્લાના વઘઇ બસ સ્ટેશન ખાતે વિશેષ સફાઈ કાર્યક્રમ, અને જનજાગૃતિ રેલીનું આયોજન કરાયું હતું.
સમગ્ર રાજ્ય કક્ષાએ ચાલી રહેલા એસ. ટી. નિગમના આ સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે વલસાડ ડિવિઝનના આહવા ડેપોના હસ્તક આવતા, વઘઇ કંટ્રોલ પોઇટ બસ સ્ટેશન ખાતે, વન વિદ્યાલય, આંબાબારીના વિદ્યાર્થી વિદ્યાર્થિનીઓ, તેમજ ડેપોના સ્ટાફ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ હતું.
આ વેળા આસપાસના પ્રજાજનોમાં જાગૃતિ કેળવતા સ્વચ્છતાનો સંદેશો પાઠવવા માટે 'સ્વચ્છતા રેલી'નું પણ જુદા જુદા બેનરો અને સ્લોગનો સાથે આયોજન કરાયું હતું.
કાર્યક્રમમાં વન વિદ્યાલય, આંબાબારીના પ્રિન્સીપાલ તેમજ સત્ય સાંઈ સ્કૂલ, મહુવાસના સંચાલકશ્રી ડૉ. કમલેશભાઈ ઠાકોર, પોગ્રામ ઓફિસર શ્રી બિપીનભાઈ બિરારી, કલ્પનાબેન પટેલ તેમજ જી. આર. ડી માં ફરજ બજાવતા માલતીબેન, સુંદરબેન તેમજ એસ.ટી. કેન્ટીનના સંચાલક લાલભાઈ ઉપસ્થિત રહ્યા હતાં.
આહવાના ડેપો મેનેજર શ્રી કિશોરસિંહ પરમારે સ્વચ્છતાના આ કાર્યક્રમમાં સહભાગી થવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.


Comments
Post a Comment