Posts

Showing posts from April, 2022

સુરતના તાપી કાંઠે આવેલા વિયર કમ કોઝવે નજીક રમતા ત્રણ બાળકો ભરતીમાં ખેંચાયા બેના મૃતદેહ મળી આવ્યા એકનો મૃતદેહ આજે સવારે મળી આવ્યો...

Image
તાપી નદીના કિનારા પાસે ઊંડો ખાડો હોવાથી ત્રણેય બાળકો પાણીમાં થયા હતા ગરકાવ ફાયર બ્રિગેડની મદદથી કલાકોની જહેમત બાદ ત્રણ બાળકોના મૃતદેહો મળી આવ્યા સરદાર ન્યૂઝ:-અક્ષય વાઢેર:-સુરત સુરતમાં ગત રોજ નો દિવસ ગોઝારો બન્યો હતો સુરતના તાપી નદી પર આવેલા વિયર કમ કોઝવે પાસે ડાઉનલોડ ફ્રી માં નદીના પટ પર પરત ફરી રહેલા બે બાળકોને ચોરી ભરતી ને લીધે પાણીમાં ફસાઈ ગયા હતા જે પૈકી બે બાળકો ડૂબી જવાથી મોત થયા હતા જ્યારે બાળકી લાપતા થઈ હતી ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળે પછી બાળકની તપાસ શરૂ કરી હતી જોકે આ બાળકીનો મૃતદેહ આજે વહેલી સવારે મળી આવ્યો હતો તાપી નદીમાં એક નહીં પણ ત્રણ જેટલા બાળકોના મોત ને લઈને સમગ્ર વિસ્તારમાં શોકની કાલિમા છવાઇ જવા પામી હતી સુરતમાં તાપી નદી ઉપર આવેલા વિયર કમ કોઝવે માં એક સાથે ત્રણ બાળકો પાણીમાં ડૂબી જવાને લઈને મોત થયા હોવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે જે વિસ્તારમાં ઇકબાલગઢ સુપર પટ્ટી માં રહેતા ત્રણેય બાળકો તાપી નદીના પટમાં રમવા માટે ગયા હતા બાળકો રમી રહ્યા હતા તે સમયે અચાનક નદીમાં પાણી ભરતી આવતા પાણીમાં આ ત્રણ બાળકો ખેંચાઈ ગયા હતા અને ફ...

સુરતમાં વ્યાજ ખોરો ની આંતક આવ્યો સામે...

Image
અમૃત રબારી ની ટોળકી દ્વારા ખેડૂત ઉપર લોખંડની પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો... સરદાર ન્યૂઝ:-અક્ષય વાઢેર.સુરત ખેડૂના ભાઈ વ્યાજે લીધેલા રૂપિયા મુદત ચૂકવીદેવા છતાં ચેક-પ્રોમિસરી નોટ બદલ 35 હજાર માગણી કરી કરવામાં આવ્યો હુમલો ખેડૂતે નોંધાવી પોલીસ ફરિયાદ સુરતમાં ફરી વ્યાજખોરોનો અંતર સામે આવી રહ્યો છે સુરતના સિંગણપુર વિસ્તારમાં રહેતા મોટીવેડના ખેડૂત પર વ્યાજખોર અમૃત રબારી અને તેની ટોળકી દ્વારા પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો જેને લઈને ખેડૂતોના હાથમાં ને પગમાં ફેક્ચર થઈ જવા પામ્યું હતું ખેડૂતના ભાઈ અ એ અમૃત રબારી પાસેથી લીધેલા રૂપિયા વ્યાજ સહિત ચૂકવી દીધા બાદ વ્યાજ ખોરપાસે રહેલા ચેક અને પ્રોમિસરી નોટ પરત આપવા માટે ૩૫ હજારની માંગણી કરી હતી જેનો ખેડૂતોએ વિરોધ કરતાં તેના પર હુમલો કરતાં સમગ્ર મામલો પહોંચ્યો છે પોલીસ મથકે સુરતમાં ફરી એક વખત વ્યાજખોરો બેફામ બનતા હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે સામાન્ય વ્યક્તિ વસૂલવામાં આવે છે અને આ વ્યાજ મુદલ સાથે વધારાનો ચાર્જ નહીં આપનાર વ્યક્તિને વ્યાજખોરો દ્વારા જાહેરમાં માર મારવાની ઘટના સામે આવી રહી છે ત્યારે વધુ એક ઘટના સામે આવ...

સુરત રેન્જના એડિશનલ ડી.જી. ડો.એસ.પી.રાજકુમારના અધ્યક્ષસ્થાને માર્ગ સુરક્ષા અને અકસ્માત નિવારણની બેઠક યોજાઈ...

Image
સંપૂર્ણ માર્ગ સલામતીના ધ્યેય સાથે જીવલેણ અકસ્માતો નિવારવા રેન્જ પોલીસ પ્રતિબદ્ધ: રેન્જ એડિશનલ ડી.જી. ડો.એસ.પી.રાજકુમાર સરદાર ન્યૂઝ:-સુરત સુરત:બુધવાર: સુરત રેન્જ પોલીસના એડિશનલ ડી.જી. ડો.એસ.પી.રાજકુમારના અધ્યક્ષસ્થાને રેન્જ કચેરી, અઠવાલાઈન્સ ખાતે માર્ગ સુરક્ષા અને અકસ્માત નિવારણ અંગેની બેઠક યોજાઈ હતી. જેમાં SVNITના તજજ્ઞોએ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન રજૂ કરી રેન્જ વિસ્તારના માર્ગો, હાઈવે પર ટ્રાફિક નિયમન, માર્ગ સલામતી અને અકસ્માત નિવારણના ઉપાયો અંગે વિચારવિમર્શ કર્યો હતો. બેઠકમાં ડો.એસ.પી.રાજકુમારે જણાવ્યું હતું કે, સંપૂર્ણ માર્ગ સલામતીના ધ્યેય સાથે જીવલેણ અકસ્માતો નિવારવા રેન્જ પોલીસ પ્રતિબદ્ધ છે. રાત્રિ દરમિયાન વાહનચાલકને રોડ પરના વળાંક તેમજ રોડ ઓળંગતી વ્યક્તિઓ અને પશુઓ સ્પષ્ટ રીતે દેખાય એ માટે રિફલેકટર પટ્ટીઓ, કેટ આઈબોર્ડ લગાવવાની કામગીરીને સઘન કરવામાં આવશે. ઈન્ટીગ્રેટેડ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ, ઓટોમેટીક નંબર પ્લેટ રિકોગ્નીશન સિસ્ટમની મદદથી ફેટલ અકસ્માતોના નિવારણ અને નિયમભંગ કરતાં વાહનચાલકો સામે વધુ કડક અને દંડનીય કાર્યવાહી કરવાની દિશામાં તંત્ર આગળ વધી રહ્યું છે...

સાપુતારાના વિસ્થાપિતોને ૩૦૦ ચોરસ મીટર જમીનના હક્ક પત્રો ટોકન દરે આપાસે...

Image
લોકહીત ,સંવેદનશીલ અને નિર્ણાયક મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલનો  હકારાત્મક અભિગમ.... પ્રજાહિતને વરેલા જનપ્રતિનિધિઓનુ લાભાર્થીઓ દ્વારા થશે અદકેરુ સન્માન... સરદાર ન્યૂઝ:-ડાંગ ગિરિમથક સાપુતારાના વિકાસ માટે પોતાની કિંમતી જમીન સરકારને સુપ્રત કરનારા, મૂળ ૪૨ જેટલા જમીનધારક પરિવારો, અને તેમના વધેલા વંશ વારસોને વિસ્થાપિત થયાના 6 દાયકા બાદ મળશે હક્ક પત્રકો સંવેદનશીલ અને નિર્ણાયક ગુજરાત સરકારે, નવાગામ ખાતે ફાળવેલી પ્રત્યેકને ૩૦૦ ચોરસ મીટર જમીનના હક્ક પત્રો ટોકન દરે આપીને, વિસ્થાપિત લાભાર્થીઓની વર્ષો જૂની માંગણીમા, પ્રજાહિતનો નિર્ણય લઈને સાપુતારા/નવાગામના ગ્રામજનોનુ દિલ જીત્યુ છે.વિસ્થાપીતોએ સરકારના ઐતિહાસિક નિર્ણયને હૃદય પૂર્વક આવકાર્યું છે. સને ૧૯૬૦ની સાલમા મહારાષ્ટ્રમાંથી છૂટા પડેલા ગુજરાત રાજ્યના અલાયદા અસ્તિત્વ બાદ, સને ૧૯૬૫-૬૬ની સાલમા ગિરિમથક સાપુતારાના વિકાસ વેળા, અહીના મૂળ ૪૨ જેટલા પરિવારોએ તેમની મહામૂલી જમીન, રાજ્ય સરકારને સોંપી હતી. જેના બદલામા તત્કાલિન રાજ્ય સરકાર દ્વારા આ પરિવારોને સાપુતારાની બાજુમા આવેલા નવાગામ ખાતે ખસેડાયા હતા. ત્યારબાદ ગિરિમથક સાપુતારાનો તા.૧/૫/૧...

હોસ્પિટલના મેનેજરે રૂપિયા બે લાખ ઉપાડી લીધા બાદ બારોબાર વેચી મારતા પોલીસ ફરિયાદ પોલીસે કરી મેનેજરની ધરપકડ...

Image
અડાજન મેડિકલ સાધનો સપ્લાય કરતા વ્યક્તિ પાસે જ દિવસ માટે ભાડે લીધેલ સેન્ટર મેનેજરે નોકરી છોડી અન્ય હોસ્પિટલમાં બિલ વગર વેચી દેતા પોલીસે કરી ધરપકડ.. સરદાર ન્યૂઝ:-અક્ષય વાઢેર.સુરત સુરતના અડાજણ વિસ્તારમાં મેડિકલ સાધનો સપ્લાયર પાસેથી ડીંડોલી ના એચ ડી પટેલ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલના મેનેજરે રૂપિયા બે લાખ નું વેન્ટિલેટર ભાડા પર લીધા બાદ ભાડું ચૂકવ્યા વિના આ મશીન બારોબાર વેચી દેતા મેડિકલ સાધનો સપ્લાય કરતા એજન્સીના માલિક કે આ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે હોસ્પિટલના મેનેજરની ધરપકડ કરી છે સુરતના અડાજણ પાલ રોડ પર એલ.પી.સવાણી સ્કુલ પાસે અજંતા રો હાઉસમાં રહેતા મગનભાઈ કમલેશભાઈ કોઠારીએ પાલનપુર કેનાલ રોડ પર અવધપુરી સોસાયટી લોગ ઇન્ફોટેક નામની મેડિકલ સાધન સપ્લાય કરવાનું કામ કરે છે ગત ૨૩ ફેબ્રુઆરી ના રોજ નવા વેન્ટિલેટર મશીન વેચવાનો ધંધો કરતાં મિત્ર દત્તા પાટીલ મારફતે તેમને ડીડોલી કર  કરાવડા રોડ પર આવેલ એસ.ડી.પટેલ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ના મેનેજર સાથે વાત કર્યા બાદ રૂપિયા 2500 પ્રતિદિન અને ૧૮ ટકા ટેક્સ સાથે ના ભાડાની રૂપિયા બે લાખનું વેન્ટિલેટર 10 દિવસ માટે ભાડે આપ્યું ...

“NO Drugs in Surat city’ કેમ્પેઇન અંતર્ગત માતા-પુત્ર ને ઝડપી પાડ્યા....

Image
“NO Drugs in Surat city’ કેમ્પેઇન અંતર્ગત સુરત શહેર ડેમસરોડ વાસ્તુ લકઝરીયા ટ્રેડહબ પાસેથી ચરસના જથ્થા સાથે માતા-પુત્રને પકડી તેઓના નવસારી ખાતેના રહેણાક મકાન ખાતે રેઇડ કરતા સુરત તથા નવસારી બંને જગ્યા એથી ૧,૮૦૧.૬૨૦ ગ્રામ કિ.રૂ.૨,૭૦,૨૪૩/- ની મત્તાના ચરસ સાથે એક જ પરીવારના ચાર સભ્યોને પકડી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાંચ... સરદાર ન્યૂઝ:-અક્ષય વાઢેર.સુરત 'No Drugs in Surat City' કેમ્પેઇન અંતર્ગત પોલીસ કમિશનરશ્રી સુરત શહેર નાઓની ઝુંબેશ અનુસંધાને સુરત શહેરના યુવાધનને નાર્કોટીક્સના નશાથી બચાવવા અને આવી પ્રવૃતિને સંપુર્ણપણે નેસ્ત નાબુદ કરવા સારૂ સુરત શહેર વિસ્તારમાં ગેરકાયદેસર નાર્કોટીક્સની હેરાફેરી કરતા ઇસમોને પકડી તેઓ વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા સારૂ સતત કાર્યશીલ હોય જે અંતર્ગત અધિક પોલીસ કમિશનરશ્રી ક્રાઇમ એન્ડ ટ્રાફીક, સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનરશ્રી, ક્રાઇમ બ્રાંચ, સુરત શહેર નાઓની સુચના અન્વયે મદદનીશ પોલીસ કમિશનરશ્રી, ક્રાઇમ બ્રાંચ, સુરત શહેર નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેકટરશ્રી ક્રાઇમ બ્રાંચ, સુરત શહેર નાઓએ અલગ અલગ ટીમો બનાવી નાર્કોટીક્સની પ્રવૃતિઓ અટકાવવ...

ડાંગ જિલ્લા ના આહવાના ગાઢવીના સરપંચ લાંચ ની માંગણી કરતા એસીબી એ રંગેહાથે ઝડપી પડ્યો....

Image
ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલ ગાઢવી ગ્રામ પંચાયતમાં નવનિયુક્ત સરપંચ દ્વારા વિકાશકીય કામોના અવેજ પેટે લાંચ ની માંગણી કરતા એસીબી ના હાથે રંગેહાથ ઝડપાતા આહવા તાલુકા પંચાયતના વહીવટ સામે અનેક સવાલો ઉભા થવા સાથે રાજકીય વર્તુળમાં ભૂકંપ સર્જાયો છે.... સરદાર ન્યૂઝ:-ડાંગ મળતી માહિતી મુજબ ભય ,ભૂખ, ભ્રષ્ટાચાર વિનાનું શાસન નું સૂત્ર વચ્ચે આહવા તાલુકાના ગાઢવી ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા વિકાશકીય કામો જેવા કે વરસાદી ગટર,પેવર બ્લોકની કામગીરી પેટે બીલના નાણાં મંજુર કરવા માટે ચેક પર સહી કરવા માટે રૂ 17,500ની માંગણી કરવામાં આવી હતી, જે સંદર્ભે અરજદાર નાણાં આપવા ન માંગતા હોય તેઓએ લાંચ રૂશ્વત વિભાગનું સંપર્ક કરી છટકું ગોઠવતા  આહવા કાર્યપાલક કચેરીના કમ્પાઉન્ડ માં હેતુ લક્ષી વાતચીત કરી સ્થળ પર બોલાવી રૂ 17,500 ની લાંચ લેતા સરપંચ ગૌતમ ભીખાજી ગાંગુર્ડે ગાઢવી તા આહવા જી ડાંગ ને રગે હાથ ઝડપી લેતા ડાંગ જિલ્લા પંચાયત વર્તુળમાં સોપો પડી જવા પામ્યો હતો. એસીબી ના હાથે ઝડપાયેલા સરપંચની હયાત સંપત્તિ  અદ્યતન બંગલો ,સહિત વાહન ક્યાં આવક ના સ્ત્રોત માં વસાવવામાં આવ્યા તેની પણ તપાસ હાથ ધરવામાં આવે ત...

એક તરફી પ્રેમમાં પાગલ યુવક સુરત આવીને ગર્ભવતી પ્રેમિકા પાસે સુસાઇટ નોટ લખાવી ઝેરી દવા આપી મારી નાખવાનો કર્યો પ્રયાસ...

Image
ઝેરી દવાને લઈને ગર્ભવતી યુવતી નો ઘર પડી ગયો પરિવારે વતનના પ્રેમી વિરુદ્ધ નોંધાવી પોલીસ ફરિયાદ... સરદાર ન્યૂઝ:-અક્ષય વાઢેર.સુરત તેલંગાના ખાતે રહેતો યુવક વતનમાં જ રહેતી યુવતીના એકતરફી પ્રેમમાં પાગલ  હતો જોકેયુવતી ના   લગ્ન થઈ ગયા બાદ સુરત માતા-પિતા સાથે રહેતી હતી ત્યારે આ પ્રેમી સુરત ખાતે આવી પહોંચ્યો હતો અને યુવતીના ઘરે જઈ અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો યુવતિએ પોતે ગર્ભવતી હોવાનું કહેવાય છતાં પણ આ એક તરફી પ્રેમમાં પાગલ એવા યુવક કે યુવતી પાસે પહેલા આપઘાત માટેની સુસાઇડ નોટ લખાવી અને ત્યારબાદ તેને ઝેરી દવા પીવડાવી પોતે પણ ઝેરી દવા પી લીધી હતી જોકે યુવતીનુ સારવાર દરમિયાન બચાવ થયો છે અને યુવતીના પરિવારે એક તરફી પ્રેમમાં પાગલ યુવક વિરુદ્ધ ગોડાદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે ગોધરા ખાતે એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ કહ્યું છે તે સાંભળીને સ્થાનિક લોકોમાં તો ચકચાર મચી ગઈ છે પોલીસ પણ એક સમય માટે ચોંકી ઉઠી હતી તેલંગાના રાજ્યના વરાગલ જિલ્લાના પરવતગીરી મંડળ કલલડા ગામનો વતની દુરગેસ બોનાગીરી પોતાના જ ગામની ભાગ્યલક્ષ્મી નામની યુવતી સાથે છેલ્લા લાંબા સમયથી એક તરફી પ...

રૂપિયાની લેતી-દેતીના ઝઘડામાં હુમલો કરી યુવકનાં કપડાં કાઢી બાથરૂમમાં પૂરી દીધો હતો...

Image
યુવકના બાથરૂમ તોડી  બહાર કાઢી ફરી માર મરાયો હતો..  સરદાર ન્યૂઝ:-અક્ષય વાઢેર.સુરત ભોગ બનનાર સેલ્સમેનગોડાદરાના સૂર્યા તિવારી સહિત ૩ જણા સામે ખંડણીનો ગુનો નોંધાવ્યો.... સુરતના સરથાણા ખાતે રહેતા યુવકે ત્રણ વર્ષ પહેલા ટુકડે-ટુકડે લીધેલા 18 લાખની રકમ દેવાની ભારે પડી  હતી નાણાંકીય લેતી દેતીમાં ચપ્પુના ઘા ઝીંકી અર્ધનગ્ન હાલતમાં બાથરૂમમાં ગોંધી દેવાયો હતો. ૧૬ લાખ રૂપિયા આપવાના બહાને બોલાવી મારપીટ કરી સામેથી ૪ લાખ માંગનારા સૂર્યા તિવારી સહિત ૩ સામે ગુનો દાખલ થયો છે. સુરતમાં સતત વ્યાજખોરોની દાદાગીરી દિવસેને દિવસે વધી રહી છે ઉછીના લીધેલા અથવા તો વ્યાજે લીધેલા રૂપિયાની ઉઘરાણી માં પૈસા લઈને વ્યક્તિને જાહેરમાં માર મારવા સાથે પૈસાની વસૂલી કરતા હોવાની સતત ફરિયાદો સુરત પોલીસમાં આવી રહી છે ત્યારે સુરતના  સરથાણા જકાતનાકા પાસે આવેલ વજચોક ખાતે વજરાજ ટાઉનશીપમાં રહેતા ગોર્ધનભાઈ કાનજીભાઇ રાદડિયા ગોપી જ્વેલર્સ નામની દુકાનમાં સેલ્સમેન છે. ૪ વર્ષ પહેલાં તેમની મુલાકાત મકાન દલાલીનું કામ કરતા સૂર્યા તિવારી સાથે થઇ હતી. ૩ વર્ષ પહેલાં સૂર્યાએ ૧૮ લાખ ઉછીના આપ્યા હત...

સુરતમાં રૂપિયાની લેતીદેતી મામલે ડેરી માલિકને ત્યાંઅસામાજિક તત્વો એ ધમાલ મચાવી ડેરી માલિકને માર મારવામાં આવ્યો હતો જોકે મારામારી ની સમગ્ર ઘટના સીસીટીવી કેદ....

Image
ડેરી મલિક ને અસામાજિક તત્વો લાકડી ના ફટકા વડે જે રીતે દાદાગીરી કરી હતી તેના સીસીટીવી હવે સોસાલમીડિયા થયા વાઇરલ... સરદાર ન્યૂઝ:-અક્ષય વાઢેર:-સુરત ગુજરાતમાં અસામાજિક તત્વોની દાદાગીરીથી દિવસેને દિવસે વધી રહી છે તેવી ઘટનાઓ સતત બનતી હોય તેજ રીતે વશું આવક ઘટના સામે આવી છે સુરત માં પૈસાની લેતીદેતીમાં અસામાજિક તત્વોએ સુરતના મોટા વરાછા વિસ્તારમાં એક ડેરી સંચાલક ની ઓફીસ પર હુમલો કરી દીધો હતો જોકે લાકડીના ફટકા વડે સંચાલકને મારવામાં આવ્યા હતા મારા મારી ની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં થવા પામી હતી પોલીસે તપાસ શરૂ કરી છે ગુજરાતનું આર્થિક પાટનગર ગણાતું સુરત શહેરમાં સતત ગુનાખોરીનો ગ્રાફ દિવસેને દિવસે વધી રહ્યો છે અસામાજીક તત્વોમાં જાણે પોલીસની બીક રહી નથી તે પ્રકારની પરિસ્થિતિ સુરતમાં નિર્માણ થયેલું જોવા મળે છે અસામાજિક તત્વો પોતાનું વર્ચસ્વ સ્થાપવા માટે સામાન્ય વ્યક્તિઓ ને જાહેરમાં મારવા સાથે પોતાની દાદાગીરી કરતા હોવાના અનેક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે ત્યારે વધુ એક વીડિયો વાયરલ થતાં ની સાથે જ પોલીસ દોડતી થઇ જવા પામી છે  સુરતના વરાછા વિસ્તારમાં રહેતા અને ડેરી ઉદ્યોગ સ...

મહુવા ખાતે સાંસદ પ્રભુભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને બ્લોક કક્ષાનો આરોગ્ય મેળો યોજાયો...

Image
કુપોષિત બાળકોને સમતોલ આહાર મળી રહે તે અર્થે પોષણયુક્ત આહાર કીટનું વિતરણ કરાયું... સરદાર ન્યૂઝ:-મહુવા નાગરિકોના આરોગ્યની તપાસણી થઈ શકે, તેમનુ જીવન નિરામયી રહે તથા સરકારની આરોગ્યલક્ષી યોજનાઓની જાણકારી તથા લાભ મળે તે હેતુથી મહુવા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને બ્લોક કક્ષાનો આયુષ્માન ભારત આરોગ્ય મેળો યોજાયો હતો. મેળામાં જરૂરિયાતમંદ દર્દીઓના આરોગ્ય નિદાન અને સારવાર સાથે કુપોષિત બાળકોને સમતોલ આહાર મળી રહે તે અર્થે પોષણયુક્ત આહારની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.. મેળામાં જિલ્લા આરોગ્ય વિભાગના તબીબોએ દર્દીઓના નિદાનસારવાર સાથે ઉપસ્થિત સૌને આયુષ્યમાન કાર્ડ, નિરામય ગુજરાત હેલ્થ કાર્ડ, આંગણવાડીની વિવિધ આરોગ્ય યોજના હેઠળ સગર્ભા બહેનો, ધાત્રીમાતાઓ, કિશોરીઓ તથા બાળકો માટે પોષણ, મહિલા અને બાળ વિભાગની મહિલાલક્ષી યોજનાઓની જાણકારી અપાઈ હતી... આરોગ્ય મેળામા ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડીયા, સુરત જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન, મામલતદાર, ડોકટરો, લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા...

સગીર વયના કિશોરને ધમકાવી ખંડણી વસૂલ કરતા ટપોરી ને સુરત પોલીસે ઝડપી પાડ્યો....

Image
ટપોરીઓ દ્વારા કિશોર પાસે થી ૯૦ હજારની કિંમતનો મોબાઈલ અને ઘરમાંથી દાગીના ચોરી કરવા માટે દબાણ કરી કિશોરનું અપહરણ કરવામાં આવ્યું હતું... સરદાર ન્યૂઝ:-અક્ષય વાઢેર.સુરત શાળાએ જતા બાળકોને મોંઘા મોબાઈલ આપતા માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે સોનાની વીંટી mobile phone વાપરતા ધોરણ 10 ના વિદ્યાર્થીઓ પાછળ પડેલા ટપોરીઓ કિશોરનું અપહરણ કરીને મોબાઇલ અને વીંટી લઈ લીધી હતી સાથે ઘરમાંથી માતા ના દાગીના અને રૂપિયા મંગાવનાર ટપોરીઓ વિરુદ્ધ કિશોરની માતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે શાળાએ જતા બાળકોને વાલીઓ દ્વારા મોંઘા મોબાઇલ અથવા સોનાના દાગીના પહેરાવવામાં આવતા હોય છે તેઓના માતા-પિતા માટે લાલબત્તી સમાન કિશોર સુરતમાં સામે આવ્યો છે સુરતના કાપોદ્રા વિસ્તારમાં પ્રભુનગર માં રહેતી અને ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ની શિકાર સરલાબેન 24 જાન્યુઆરી ફરિયાદ નોંધાવી હતી કે આ શિક્ષિકા બહેનનો ધોરણ-૧૦માં અભ્યાસ કરતો સગીર પુત્રનું કેતન કે જાપાન ધીરુ ધેલાની. વિજય ઉંફે ભૂરી  ભગા ભુપત મકવાણા.મેહુલ ઉંફે ધીરુ ડાભી ધવલ દશરથભાઈ ડાભી. કૈલાસ ઉર્ફે ગ...

સુરત શહેરમાં લુટ તેમજ મોબાઈલ સ્નેચીગના ગુનામાં સાથે ગંભીર ગુનામાં વોન્ટેડ રીઢા આરોપીને સુરત ડીસીબી પોલીસે મહારાષ્ટ્રના નંદુરબાર ખાતેથી ઝડપી પાડ્યો...

Image
  આરોપી ૧૬ ગુનામાં વોન્ટેડ હતો. અને તે ગુનાહીત ઈતિહાસ પણ ધરાવે છે... સરદાર ન્યૂઝ:-અક્ષય વાઢેર.સુરત સુરત પોલીસ દ્વારા ઓપરેશન ક્લીન શરુ કરવામાં આવ્યું છે અને નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બાતમીના આધારે મહારાષ્ટ્રના નવાપુર ચોકડી નંદુરબાર ખાતેથી આરોપી અક્ષય સુરેશભાઈ શિંદેને ઝડપી પાડ્યો હતો ઝડપાયેલો આરોપી અને તેનો સાગરિત ગણેશ વાઘ સુરત શહેર વિસ્તારમાં ચેઈન સ્નેચીગ, મોબાઈલ સ્નેચીગ તેમજ બાઈકની લુટ લેવા ગંભીર ગુના આચરેલા હતા. જેમાં આરોપી ગણેશ વાઘ અગાઉ પકડાઈ ચુક્યો હતો. જયારે હાલમાં ઝડપાયેલો આરોપી પોલીસ પકડથી બચવા માટે નાસ્તો ફરતો હતો. આરોપી અક્ષય ૧૬ ગુનામાં વોન્ટેડ હતો. તે ચેઈન સ્નેચીગના ૧૩ ગુના, મોબાઈલ સ્નેચીગનો ૧ ગુનો અને મોપેડની તથા ચેઈનની લુટનો ૨ ગુનામાં તે વોન્ટેડ હતો... આ ઉપરાંત ભૂતકાળમાં તેની સામે વાહનચોરી, મોબાઈલ સ્નેચીગ, ખૂન, જાહેરનામાં ભંગ તેમજ નંદુરબાર તાલુકા પોલીસ મથકમાં તેની સામે દુષ્કર્મનો ગુનો પણ નોધાયેલો છે. હાલ આરોપીની ડીસીબી પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છ...