સુરતના તાપી કાંઠે આવેલા વિયર કમ કોઝવે નજીક રમતા ત્રણ બાળકો ભરતીમાં ખેંચાયા બેના મૃતદેહ મળી આવ્યા એકનો મૃતદેહ આજે સવારે મળી આવ્યો...

તાપી નદીના કિનારા પાસે ઊંડો ખાડો હોવાથી ત્રણેય બાળકો પાણીમાં થયા હતા ગરકાવ ફાયર બ્રિગેડની મદદથી કલાકોની જહેમત બાદ ત્રણ બાળકોના મૃતદેહો મળી આવ્યા

સરદાર ન્યૂઝ:-અક્ષય વાઢેર:-સુરત
સુરતમાં ગત રોજ નો દિવસ ગોઝારો બન્યો હતો સુરતના તાપી નદી પર આવેલા વિયર કમ કોઝવે પાસે ડાઉનલોડ ફ્રી માં નદીના પટ પર પરત ફરી રહેલા બે બાળકોને ચોરી ભરતી ને લીધે પાણીમાં ફસાઈ ગયા હતા જે પૈકી બે બાળકો ડૂબી જવાથી મોત થયા હતા જ્યારે બાળકી લાપતા થઈ હતી ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળે પછી બાળકની તપાસ શરૂ કરી હતી જોકે આ બાળકીનો મૃતદેહ આજે વહેલી સવારે મળી આવ્યો હતો તાપી નદીમાં એક નહીં પણ ત્રણ જેટલા બાળકોના મોત ને લઈને સમગ્ર વિસ્તારમાં શોકની કાલિમા છવાઇ જવા પામી હતી
સુરતમાં તાપી નદી ઉપર આવેલા વિયર કમ કોઝવે માં એક સાથે ત્રણ બાળકો પાણીમાં ડૂબી જવાને લઈને મોત થયા હોવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે જે વિસ્તારમાં ઇકબાલગઢ સુપર પટ્ટી માં રહેતા ત્રણેય બાળકો તાપી નદીના પટમાં રમવા માટે ગયા હતા બાળકો રમી રહ્યા હતા તે સમયે અચાનક નદીમાં પાણી ભરતી આવતા પાણીમાં આ ત્રણ બાળકો ખેંચાઈ ગયા હતા અને ફસાઈ ગયા હતા જો કે આગળના ભાગમાં ખાડો હોવાથી લઈ આ બાળકો આ ખાડામાં ડૂબી ગયા હતા ઘટનાની જાણ સ્થાનિકોને થતા તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા સ્થાનિક લોકોએ ઘટનાની જાણકારી ભાઈ વિભાગને આપતા ભાઈ વિભાગનો કાફલો પણ ઘટના સ્થળે તાત્કાલીક દોડી ગયો હતો
અને બાળકોની તાપી નદીમાં શોધખોળ શરૂ કરી હતી તેવામાં બે બાળકોના મૃતદેહો મળી આવ્યા હતા7 વર્ષનો મહંમદ કરમઅલી ફકીર, 7 વર્ષનો શહાદત રહિમ શાહ મૃતદેહ મળી આવતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું ત્યારે આ બાળકો સાથે રમવા ગયેલી 14 વર્ષની સાનિયા ફારૂક શેખ ગુમ થઇ ગઇ હતી જોકે તેને શોધવા માટે ફાઇલ વિભાગ દ્વારા સતત પ્રયાસ કરવામાં આવ્યા હતા પણ મોડી સાંજ સુધી તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો આ બાળકોકોઝવેની ડાઉન સ્ટ્રીમમાં નદીના પટ પર અજમેર ટાવરની પાછળના ભાગમાં રમી રહ્યા હતા અને ત્યારે દુર્ઘટનાનો ભોગ બન્યા હતા.બાળકો રોજની જેમ જ કાંઠે રમવા ગયા હતા
નિયમિત તાપીના પટ પર જતા બાળકો શુક્રવારે બપોરે પણ ગયા હતા. અચાનક જ તાપીમાં ભરતી આવતા ત્રણેય બાળકો ખેંચાઈ ગયા હતા. બાળકો કિનારા પર જ હતા પણ આગળ ઊંડો ખાડો હોવાના કારણે પાણીમાં ખેંચાયા પછી ખાડામાં ગરક થઇ ગયા હતા. જોકે 14 વર્ષીય કિશોરીના મુદ્દે આજે વહેલી સવારે મળી આવતા ફાયર વિભાગે આ વૃદ્ધને સુરતના રાંદેર પોલીસને હવાલે કરતાં પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો એક વિસ્તારના ત્રણ બાળકો જે રીતે તાપી નદીના પટમાં ડૂબી જવાથી મોત ને બેઠા છે જેને લઇને સમગ્ર વિસ્તારમાં શોકની કાલિમા છવાઇ જવા પામી હતી

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...