સાપુતારાના વિસ્થાપિતોને ૩૦૦ ચોરસ મીટર જમીનના હક્ક પત્રો ટોકન દરે આપાસે...

લોકહીત ,સંવેદનશીલ અને નિર્ણાયક મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલનો  હકારાત્મક અભિગમ....

પ્રજાહિતને વરેલા જનપ્રતિનિધિઓનુ લાભાર્થીઓ દ્વારા થશે અદકેરુ સન્માન...

સરદાર ન્યૂઝ:-ડાંગ
ગિરિમથક સાપુતારાના વિકાસ માટે પોતાની કિંમતી જમીન સરકારને સુપ્રત કરનારા, મૂળ ૪૨ જેટલા જમીનધારક પરિવારો, અને તેમના વધેલા વંશ વારસોને વિસ્થાપિત થયાના 6 દાયકા બાદ મળશે હક્ક પત્રકો સંવેદનશીલ અને નિર્ણાયક ગુજરાત સરકારે, નવાગામ ખાતે ફાળવેલી પ્રત્યેકને ૩૦૦ ચોરસ મીટર જમીનના હક્ક પત્રો ટોકન દરે આપીને, વિસ્થાપિત લાભાર્થીઓની વર્ષો જૂની માંગણીમા, પ્રજાહિતનો નિર્ણય લઈને સાપુતારા/નવાગામના ગ્રામજનોનુ દિલ જીત્યુ છે.વિસ્થાપીતોએ સરકારના ઐતિહાસિક નિર્ણયને હૃદય પૂર્વક આવકાર્યું છે.

સને ૧૯૬૦ની સાલમા મહારાષ્ટ્રમાંથી છૂટા પડેલા ગુજરાત રાજ્યના અલાયદા અસ્તિત્વ બાદ, સને ૧૯૬૫-૬૬ની સાલમા ગિરિમથક સાપુતારાના વિકાસ વેળા, અહીના મૂળ ૪૨ જેટલા પરિવારોએ તેમની મહામૂલી જમીન, રાજ્ય સરકારને સોંપી હતી. જેના બદલામા તત્કાલિન રાજ્ય સરકાર દ્વારા આ પરિવારોને સાપુતારાની બાજુમા આવેલા નવાગામ ખાતે ખસેડાયા હતા.

ત્યારબાદ ગિરિમથક સાપુતારાનો તા.૧/૫/૧૯૬૬ના રોજ તત્કાલિન મુખ્યમંત્રી શ્રી સ્વ.હિતેન્દ્રભાઈ દેસાઇએ ગિરિમથક તરીકેનો પાયો નાખ્યો હતો.

ત્યાર થી લઈને આજદિન સુધી અનેક સરકારો આવી, અને ગઈ. પરંતુ સાપુતારાના આ વિસ્થાપિતોને ફાળવાયેલી નવાગામની જમીનના હક્કપત્રો, યેનકેન પ્રકારે તેમને મળી શકયા ન હતા.

જેને લઈને ખૂબ જ વિકટ પરિસ્થિતિમા મુકાયેલા આ વિસ્થાપિતોમા અસંતોષની લાગણી પણ ફેલાઈ જવા પામી હતી.

અવાર નવારની ઉચ્ચ સ્તરીય રજુઆતો બાદ સ્થાનિક નેતાઓ એવા પૂર્વમંત્રી શ્રી ગણપતસિંહ વસાવા, શ્રીપુરણેશભાઈ મોદી,હાલના ડાંગના પ્રભારી મંત્રી શ્રી નરેશભાઇ પટેલ, સાંસદશ્રી ડૉ.કે.સી.પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિત, ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ,પાર્ટી પ્રમુખ દશરથભાઈ પવાર,અશોકભાઈ ધોરાજીયા સહિતના નેતાઓ, અને સ્થાનિક આગેવાન કાર્યકરોએ, આ મુદ્દે માનવતાની રાહે કાર્ય હાથ ઉપર લઈને, વર્તમાન રાજ્ય સરકારના સહયોગથી આ જટીલ પ્રશ્નનુ સુખદ સમાધાન કરવામા સફળતા મેળવી છે.

જેના પરિણામ સ્વરૂપે સાપુતારાના મૂળ ૪૨ જેટલા વિસ્થાપિતોના હાલના ૨૫૦ જેટલા વંશ વારસોને પ્રત્યેકને માત્ર રૂ.૧/- ની ટોકન કિંમતે ૩૦૦ ચોરસ મીટર જમીનના, ૯૯ વર્ષ માટેના હક્ક પત્રો આપવાની ઘોષણા કરવામાં આવી છે.

જનપ્રતિનિધિઓના આ ભગિરથ કાર્યને યથોચિત સન્માન મળે તે માટે નવાગામ/સાપુતારાના લાભાર્થી પરિવારો દ્વારા, આ મહાનુભાવોના સન્માન સાથે રાજ્ય સરકાર પ્રતિ આભારની લાગણી પ્રદર્શિત કરવાનો સ્વર્ણિમ અવસર, સાપુતારાના આગણે આવ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ આગામી તા.  28 /4/2022  ના રોજ નવાગામ/સાપુતારા ખાતે આ મહાનુભાવોનો સન્માન સમારોહ યોજાવા જઇ રહ્યો છે. જે સાપુતારાના ઇતિહાસમા સ્વર્ણિમ અક્ષરે આલેખશે.

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...