ડાંગ જિલ્લા ના આહવાના ગાઢવીના સરપંચ લાંચ ની માંગણી કરતા એસીબી એ રંગેહાથે ઝડપી પડ્યો....
ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલ ગાઢવી ગ્રામ પંચાયતમાં નવનિયુક્ત સરપંચ દ્વારા વિકાશકીય કામોના અવેજ પેટે લાંચ ની માંગણી કરતા એસીબી ના હાથે રંગેહાથ ઝડપાતા આહવા તાલુકા પંચાયતના વહીવટ સામે અનેક સવાલો ઉભા થવા સાથે રાજકીય વર્તુળમાં ભૂકંપ સર્જાયો છે....
સરદાર ન્યૂઝ:-ડાંગ
મળતી માહિતી મુજબ ભય ,ભૂખ, ભ્રષ્ટાચાર વિનાનું શાસન નું સૂત્ર વચ્ચે આહવા તાલુકાના ગાઢવી ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા વિકાશકીય કામો જેવા કે વરસાદી ગટર,પેવર બ્લોકની કામગીરી પેટે બીલના નાણાં મંજુર કરવા માટે ચેક પર સહી કરવા માટે રૂ 17,500ની માંગણી કરવામાં આવી હતી, જે સંદર્ભે અરજદાર નાણાં આપવા ન માંગતા હોય તેઓએ લાંચ રૂશ્વત વિભાગનું સંપર્ક કરી છટકું ગોઠવતા આહવા કાર્યપાલક કચેરીના કમ્પાઉન્ડ માં હેતુ લક્ષી વાતચીત કરી સ્થળ પર બોલાવી રૂ 17,500 ની લાંચ લેતા સરપંચ ગૌતમ ભીખાજી ગાંગુર્ડે ગાઢવી તા આહવા જી ડાંગ ને રગે હાથ ઝડપી લેતા ડાંગ જિલ્લા પંચાયત વર્તુળમાં સોપો પડી જવા પામ્યો હતો. એસીબી ના હાથે ઝડપાયેલા સરપંચની હયાત સંપત્તિ અદ્યતન બંગલો ,સહિત વાહન ક્યાં આવક ના સ્ત્રોત માં વસાવવામાં આવ્યા તેની પણ તપાસ હાથ ધરવામાં આવે તો મસમોટું કૌભાંડ બહાર આવે તેમાં બે મત નથી.
Comments
Post a Comment