“NO Drugs in Surat city’ કેમ્પેઇન અંતર્ગત માતા-પુત્ર ને ઝડપી પાડ્યા....
“NO Drugs in Surat city’ કેમ્પેઇન અંતર્ગત સુરત શહેર ડેમસરોડ વાસ્તુ લકઝરીયા ટ્રેડહબ પાસેથી ચરસના જથ્થા સાથે માતા-પુત્રને પકડી તેઓના નવસારી ખાતેના રહેણાક મકાન ખાતે રેઇડ કરતા સુરત તથા નવસારી બંને જગ્યા એથી ૧,૮૦૧.૬૨૦ ગ્રામ કિ.રૂ.૨,૭૦,૨૪૩/- ની મત્તાના ચરસ સાથે એક જ પરીવારના ચાર સભ્યોને પકડી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાંચ...
સરદાર ન્યૂઝ:-અક્ષય વાઢેર.સુરત
'No Drugs in Surat City' કેમ્પેઇન અંતર્ગત પોલીસ કમિશનરશ્રી સુરત શહેર નાઓની ઝુંબેશ અનુસંધાને સુરત શહેરના યુવાધનને નાર્કોટીક્સના નશાથી બચાવવા અને આવી પ્રવૃતિને સંપુર્ણપણે નેસ્ત નાબુદ કરવા સારૂ સુરત શહેર વિસ્તારમાં ગેરકાયદેસર નાર્કોટીક્સની હેરાફેરી કરતા ઇસમોને પકડી તેઓ વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા સારૂ સતત કાર્યશીલ હોય જે અંતર્ગત અધિક પોલીસ કમિશનરશ્રી ક્રાઇમ એન્ડ ટ્રાફીક, સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનરશ્રી, ક્રાઇમ બ્રાંચ, સુરત શહેર નાઓની સુચના અન્વયે મદદનીશ પોલીસ કમિશનરશ્રી, ક્રાઇમ બ્રાંચ, સુરત શહેર નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેકટરશ્રી ક્રાઇમ બ્રાંચ, સુરત શહેર નાઓએ અલગ અલગ ટીમો બનાવી નાર્કોટીક્સની પ્રવૃતિઓ અટકાવવા સારૂ વર્ક આઉટમાં રોકાયેલ જે દરમ્યાન સુરત શહેર, ડુમસ રોડ, લકઝરીયા ટ્રેડ હબ પાસે જાહેર રોડ પરથી બાતમી હકિકતના આધારે (૧) ઉત્સવ S/O રમેશભાઇ સાંગાણી ઉ.વ.૨૨ રહે.કલેટ ન ૩૦૪, ધર્મનંદન એપાર્ટમેન્ટ, જલાલપોર, લીમડા ચોક, તા. જલાલપોર જી. નવસારી તથા(2) શાન્તાબેન ઉર્ફે શીતલ W/O રમેશભાઇ કાલુભાઇ સાંગાણી ઉ.વ.૪૫ રહે.કલેટ ન-૩૦૪, ધર્મનંદન એપાર્ટમેન્ટ, જલાલપોર, લીમડા ચોક, તા.જલાલપોર જી. નવસારી વાળાઓ પાસેથી ચરસનો જથ્થો વજન ૨૩૫ ગ્રામ ૬૨૦ એમ.એલ. કિં.રૂ.૩૫,૩૪૩/- ની મત્તાનો તેમજ સુઝુકી મોપેડ એક્સેસ મોપેડ કિંમત રૂ.૫૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન તથા રોકડા રૂપીયા સહિત કુલ્લે કિંમત રૂ.૧,૧૩,૩૪૩/- ના મુદ્દામાલ સાથે મળી આવતા આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
જે દરમ્યાન પકડાયેલ આરોપીઓના રહેણાક ખાતે સત્વરે રેઇડ કરવાથી વધુ પ્રમાણમાં જથ્થો મળી આવવાની સંભાવના હોય જેથી, સુરત શહેર ક્રાઇમ બ્રાંચે નવસારી જીલ્લા LCB નો સંપર્ક કરી ક્રાઇમબ્રાન્ચની એક ટીમ નવસારી જલાલપોર ખાતે મોકલી જીલ્લા LCB ના સંકલનમાં રહી તેઓના રહેણાંકના સરનામે નવસારી, જલાલપોર, લીમડા ચોક, ધર્મનંદન એપાર્ટમેન્ટ ફ્લેટ નં.૩૦૪ ખાતે રેઇડ કરતા સદર મકાનમાંથી ૧૫૬૦ ગ્રામ રૂ.૨,૩૪,૯૦૦/- ની કિંમતનું ચરસ તથા રોકડા રૂ.૧,૯૫,૩૦૦/- સહિત તથા વજન કાંટો, કોથળીઓ સહિત રૂ.૪,૬૧,૮૧૦/- ની મત્તાના મુદ્દામાલ સાથે આરોપી (૧) રમેશભાઇ કાળુભાઇ સાંગાણી તથા (૨) દર્શન રમેશભાઇ સાંગાણી રહેવાસી બંને- ફલેટ નં.૩૦૪, ધર્મનંદન એપાર્ટમેન્ટ,જલાલપોર, લીમડા ચોક, જલાલપોર જી. નવસારી વાળાઓને પકડી તેઓ વિરૂધ્ધમાં નવસારી ખાતે અલયાદી ફરીયાદ દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. વધુમાં પક્ડાયેલ આરોપીઓની પુછપરછ કરતા ચરસનો જથ્થો હીમાચલ પ્રદેશથી લાવેલ હોવાનુ જણાવેલ છે.
આમ, નવસારી ખાતે રહેતા એક જ પરીવારના ચાર સભ્યો પૈકી મહિલા આરોપી શાન્તાબેન કે જે “ શિતલ આંટી "ના નામથી સુરત શહેરના પોશ વિસ્તારમાં પ્રખ્યાત હોય અને નવસારી ખાતે રહી પોતાના મળતીયાઓ મારફતે હિમાચલ પ્રદેશ ખાતેથી ચરસનો જથ્થો મંગાવી પોતાના નવસારી ખાતેના રહેણાકમાં રાખી છુટક રીતે સુરત શહેરના હાર્દ સમાન પોશ વિસ્તારમાં ચરસનો થ્થો વેંચાણ કરી સુરત શહેરના યુવાધનમાં નાર્કોટીક્સ જેવા નશીલા ઝેરી પદાર્થના રવાડે ચડાવી યુવાધનને બરબાદ કરવાનો વેપલો ચલાવતા હતા.
આમ, પોલીસ કમિશનરશ્રી સુરત શહેર નાઓના No Drugs in Surat City’ ના કેમ્પેઇન અંતર્ગત સુરત શહેર ક્રાઇમ બ્રાંચે સુરત શહેરના યુવાનોના લોહિમાં નાર્કોટીક્સના ઝેરને અટકાવવા સારૂ વધુ એક સફળતા મેળવેલ છે અને પકડાયેલ આરોપીઓ વિરૂધ્ધમાં સુરત શહેર તથા નવસારી જીલ્લા ખાતે NDPS એક્ટ મુજબના બે અલગ અલગ ગુના રજિસ્ટર કરી સદર ગુનાની ઉંડાણપુર્વક તપાસ હાથ ધરેલ છે. અને સુરત શહેર પોલીસ સુરતના યુવાધનને નાર્કોટીક્સ જેવા નશીલા ઝેરી પ્રદાર્થથી દુર રાખવા હંમેશા કટ્ટી બધ્ધ છે.
સુરત શહેર ખાતેથી કબજે કરવામાં આવેલ મુદ્દામાલ
1. ચરસનો જથ્થો વજન ૨૩૫.૬ર૦ ગ્રામ કિં.રૂ.૩૫,૩૪૩/
2. સુઝુકી એક્સેસ મોપેડ નં.GJ-21-BM-7828 કિં.રૂ.૫૦,૦૦૦/
3. મોબાઈલ ફોન નંગ-૦૨ કિ.રૂ. ૨૫,૦૦૦/
4. રોકડા રૂપિયા ૩,૦૦૦/
5. મોપેડની આર.સી.બુક કિ.ગ઼. ૦૦/૦૦
6. આરોપીનું ડ્રાઇવીંગ લાયસન્સ કિ.રૂા. 00/00 AT POLICE
7. લેડીઝ પર્સ કિ.રૂ.૦૦/૦૦
8. મૂળ ચરસના જથ્થાના ખાલી પેકીંગ મટીરીયલની કિંમત રૂપિયા ૦૦/૦૦ મળી કુલ્લે રૂ.૧,૧૩,૩૪૩/- મત્તાનો
મુદામાલ
પકડાયેલ આરોપીઓ...
(૧) ઉત્સવ S/O રમેશભાઇ સાંગાણી ઉ.વ.૨૨
(૨) શાન્તાબેન ઉર્ફે શીતલ W/O રમેશભાઇ કાલુભાઇ સાંગાણી ઉ.વ.૪૫
(3) રમેશભાઇ કાળુભાઇ સાંગાણી તથા
(૪) દર્શન રમેશભાઇ સાંગાણી તમામ રહે. ફલેટ ન-૩૦૪, ધર્મનંદન એપાર્ટમેન્ટ, જલાલપોર, લીમડા ચોક, તા. જલાલપોર જી. નવસારી
Comments
Post a Comment