રૂપિયાની લેતી-દેતીના ઝઘડામાં હુમલો કરી યુવકનાં કપડાં કાઢી બાથરૂમમાં પૂરી દીધો હતો...
યુવકના બાથરૂમ તોડી બહાર કાઢી ફરી માર મરાયો હતો..
સરદાર ન્યૂઝ:-અક્ષય વાઢેર.સુરત
સુરતના સરથાણા ખાતે રહેતા યુવકે ત્રણ વર્ષ પહેલા ટુકડે-ટુકડે લીધેલા 18 લાખની રકમ દેવાની ભારે પડી હતી નાણાંકીય લેતી દેતીમાં ચપ્પુના ઘા ઝીંકી અર્ધનગ્ન હાલતમાં બાથરૂમમાં ગોંધી દેવાયો હતો. ૧૬ લાખ રૂપિયા આપવાના બહાને બોલાવી મારપીટ કરી સામેથી ૪ લાખ માંગનારા સૂર્યા તિવારી સહિત ૩ સામે ગુનો દાખલ થયો છે.
સુરતમાં સતત વ્યાજખોરોની દાદાગીરી દિવસેને દિવસે વધી રહી છે ઉછીના લીધેલા અથવા તો વ્યાજે લીધેલા રૂપિયાની ઉઘરાણી માં પૈસા લઈને વ્યક્તિને જાહેરમાં માર મારવા સાથે પૈસાની વસૂલી કરતા હોવાની સતત ફરિયાદો સુરત પોલીસમાં આવી રહી છે ત્યારે સુરતના સરથાણા જકાતનાકા પાસે આવેલ વજચોક ખાતે વજરાજ ટાઉનશીપમાં રહેતા ગોર્ધનભાઈ કાનજીભાઇ રાદડિયા ગોપી જ્વેલર્સ નામની દુકાનમાં સેલ્સમેન છે. ૪ વર્ષ પહેલાં તેમની મુલાકાત મકાન દલાલીનું કામ કરતા સૂર્યા તિવારી સાથે થઇ હતી. ૩ વર્ષ પહેલાં સૂર્યાએ ૧૮ લાખ ઉછીના આપ્યા હતા. જેમાંથી તેને ૨ લાખ ચૂકવી દીધા હતા. ત્યારબાદ સૂર્યા તિવારીને કોલ કરી નાણાં પરત માંગતા તેને ગલ્લાં-હતો. ભાઇ સાથે વાત કરાવવાનું કહેતા તલ્લાં કર્યા હતા. ગત તા.૨૨મીએ સવારે સૂર્યાને કોલ કરતા તેને નાણાં આપવા ગોડાદરામાં મહારાણા પ્રતાપ ચોક પાસે બોલાવ્યા હતા. રાદડિયા ત્યાં પહોંચતા સૂર્યા નજીકમાં ઉમિયાનગરમાં પોતાના ઘરે લઇ ગયો હતો. રાડિયાનો મોબાઇલ, બાઇકની ચાવી અને હિસાબનો ચોપડો છીનવી લીધો હતો અને શર્ટ કઢાવીને બાથરૂમમાં પૂરી દીધો લગન સાંજના સુમારે સૂર્યના માણસોએ બાથરૂમનો દરવાજો તોડી અંદર અને બહાર કાઢી ફરી માર માર્યો હતો સુર્યા નેજા ધમકી આપી હતી સૂર્યાએ રાદડિયાને તેના મોટાભાઇ ભરતભાઇ સાથે ફોન પર વાત કરાવી હતી ચાર લાખ રૂપિયાની માંગણી કરી હતી જોકે પહેલા બે દિવસમાં આપવાની વાત કરતાં સૂર્ય દિવાળીએ રાદડીયાને છોડી દીધો છે પણ રાદડિયા ના ભાઈ એક બે દિવસમાં પૈસા આપવાનું કહેતા જઉશ્કેરાઇને સૂર્યાએ ચપ્પુ કાઢી પેટના ભાગે ત્રણેક ઘા મારી દીધા હતા. બાદમાં ઇજાગ્રસ્ત હાલતમાં ફરી રાદડિયાને બાથરૂમમાં ગોંધી દીધા હતો
જેથી રાદડિયાએ ફોન પર સૂર્યાનું લોકેશન કઢાવી ત્યાં પહોંચી જઈને ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો બનાવ સંદર્ભે પોલીસે ગોડાદરાના સૂર્યા તિવારી સહિત ૩ જણા સામે ખંડણીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Comments
Post a Comment