મહુવા ખાતે સાંસદ પ્રભુભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને બ્લોક કક્ષાનો આરોગ્ય મેળો યોજાયો...
કુપોષિત બાળકોને સમતોલ આહાર મળી રહે તે અર્થે પોષણયુક્ત આહાર કીટનું વિતરણ કરાયું...
સરદાર ન્યૂઝ:-મહુવા
નાગરિકોના આરોગ્યની તપાસણી થઈ શકે, તેમનુ જીવન નિરામયી રહે તથા સરકારની આરોગ્યલક્ષી યોજનાઓની જાણકારી તથા લાભ મળે તે હેતુથી મહુવા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને બ્લોક કક્ષાનો આયુષ્માન ભારત આરોગ્ય મેળો યોજાયો હતો. મેળામાં જરૂરિયાતમંદ દર્દીઓના આરોગ્ય નિદાન અને સારવાર સાથે કુપોષિત બાળકોને સમતોલ આહાર મળી રહે તે અર્થે પોષણયુક્ત આહારની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું..
મેળામાં જિલ્લા આરોગ્ય વિભાગના તબીબોએ દર્દીઓના નિદાનસારવાર સાથે ઉપસ્થિત સૌને આયુષ્યમાન કાર્ડ, નિરામય ગુજરાત હેલ્થ કાર્ડ, આંગણવાડીની વિવિધ આરોગ્ય યોજના હેઠળ સગર્ભા બહેનો, ધાત્રીમાતાઓ, કિશોરીઓ તથા બાળકો માટે પોષણ, મહિલા અને બાળ વિભાગની મહિલાલક્ષી યોજનાઓની જાણકારી અપાઈ હતી...
આરોગ્ય મેળામા ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડીયા, સુરત જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન, મામલતદાર, ડોકટરો, લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા...
Comments
Post a Comment