સુરત શહેરમાં લુટ તેમજ મોબાઈલ સ્નેચીગના ગુનામાં સાથે ગંભીર ગુનામાં વોન્ટેડ રીઢા આરોપીને સુરત ડીસીબી પોલીસે મહારાષ્ટ્રના નંદુરબાર ખાતેથી ઝડપી પાડ્યો...

 આરોપી ૧૬ ગુનામાં વોન્ટેડ હતો. અને તે ગુનાહીત ઈતિહાસ પણ ધરાવે છે...

સરદાર ન્યૂઝ:-અક્ષય વાઢેર.સુરત
સુરત પોલીસ દ્વારા ઓપરેશન ક્લીન શરુ કરવામાં આવ્યું છે અને નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બાતમીના આધારે મહારાષ્ટ્રના નવાપુર ચોકડી નંદુરબાર ખાતેથી આરોપી અક્ષય સુરેશભાઈ શિંદેને ઝડપી પાડ્યો હતો ઝડપાયેલો આરોપી અને તેનો સાગરિત ગણેશ વાઘ સુરત શહેર વિસ્તારમાં ચેઈન સ્નેચીગ, મોબાઈલ સ્નેચીગ તેમજ બાઈકની લુટ લેવા ગંભીર ગુના આચરેલા હતા. જેમાં આરોપી ગણેશ વાઘ અગાઉ પકડાઈ ચુક્યો હતો. જયારે હાલમાં ઝડપાયેલો આરોપી પોલીસ પકડથી બચવા માટે નાસ્તો ફરતો હતો. આરોપી અક્ષય ૧૬ ગુનામાં વોન્ટેડ હતો. તે ચેઈન સ્નેચીગના ૧૩ ગુના, મોબાઈલ સ્નેચીગનો ૧ ગુનો અને મોપેડની તથા ચેઈનની લુટનો ૨ ગુનામાં તે વોન્ટેડ હતો...
આ ઉપરાંત ભૂતકાળમાં તેની સામે વાહનચોરી, મોબાઈલ સ્નેચીગ, ખૂન, જાહેરનામાં ભંગ તેમજ નંદુરબાર તાલુકા પોલીસ મથકમાં તેની સામે દુષ્કર્મનો ગુનો પણ નોધાયેલો છે. હાલ આરોપીની ડીસીબી પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે સુરત પોલીસ દ્વારા ગુનાખોરીને ડામવા હવે ઓપરેશન ક્લીન શરુ કરવામાં આવ્યું છે. અને ગુનાઓમાં સંડોવાયેલા તેમજ નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવાની શરુઆત પોલીસે કરી છે.જ્યારે સુરતના ઉમરા વિસ્તારમાં એક દાંપતિ રાત્રીના સમયે ચાલવા નીકળ્યા હતા તે દરમ્યાન પલ્સર બાઇક પર આવેલા આ બને ઈસમો ચેન સ્નેચિંગ કરી ફરાર થઇ ગયા હતાં બાદમાં ખટોદરા પોલીસ તે વખતે પેટ્રોલિંગ માં હતી ત્યારે બાઇક ચાલકોને ભાગતા જોતા પીછો કરી એક ઇસમને પકડી પાડ્યો હતો બાફમાં બીજો ઈસમ ચપ્પુ બતાવી ને છોડાવી ગયો હતો બાદમાં પોલીસે બાઇક નંબર ના આધારે આરોપીને ઝડપી પાડ્યા હતા અને આ મુખ્ય આરોપી ભાગતો ફરતો હતો તેજે પણ પોલીસે ઝડપી પાડ્યો...
સુરત શહેરમાં વહેલી સવારે અને રાત્રિના સમયે લોકો જ્યારે ચાલવા નીકળતા હોય છે તેવા એકલદોકલ લોકોને આ ટોળકી દ્વારા ટાર્ગેટ કરી અને ખાસ કરીને ચેન સ્નેચિંગ અથવા તો મોબાઈલ સેટિંગ કરતા હતા અને જે તે વિસ્તારમાં જે લગનગાળો હોય તે વિસ્તારમાં એકલદોકલ લોકો રાત્રીના સમય હોય તેવા લોકોને પણ ટાર્ગેટ કરી અને બાઈક ઉપર આવી અને ચેઈન સ્નેચિંગ કરીને ભાગી જતા હતા...

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...