Posts

Showing posts from October, 2023

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા તથા પ્રવેશ દ્વાર વઘઇ ખાતે ગ્રંથપાલ તરીકે ફરજ બજાવતા શ્રી દયારામભાઈ લાડનો નિવૃતિ વિદાય સભારંભ યોજાયો હતો.

Image
આહવા/વઘઇના ગ્રંથપાલને અપાયું નિવૃતિ વિદાયમાન    ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા તથા પ્રવેશ દ્વાર વઘઇ ખાતે ગ્રંથપાલ તરીકે ફરજ બજાવતા શ્રી દયારામભાઈ લાડનો નિવૃતિ વિદાય સભારંભ યોજાયો હતો.  સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ સને ૬/૨૦૧૦ થી ડાંગ જિલ્લાના આહવા તથા વઘઇ ખાતે સરકારી પુસ્તકાલયના ગ્રંથપાલ તરીકે સેવા બજાવતા શ્રી દયારામભાઈ લાડ પાસે, ડાંગ સહિત વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડાના પુસ્તકાલયનો પણ વધારાનો હવાલો હતો. તા. ૩૧મી ઓક્ટોબરે વય નિવૃતિ થનારા આ ગ્રંથપાલશ્રીએ તેમની સરકારી ગ્રંથાલય વિભાગથી સેવાની શરૂઆત, સને ૧૯૯૧ નલિયા (કચ્છ) થી શરૂ કરી હતી. ત્યાર બાદ તેઓ ધરમપુર, નિઝર, સુરેન્દ્રનગર અને ડાંગ જિલ્લામાં સેવા બજાવી ચુક્યા છે. રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્ક્રુતિક પ્રવૃતિઓ વિભાગ હેઠળના ગ્રંથાલય ખાતા હસ્તકના સરકારી પુસ્તકાલય-ધરમપુર ખાતે નિયમિત ફરજ ઉપરાંત કપરાડા, વઘઇ અને આહવાના ઇન્ચાર્જ ગ્રંથાલય તરીકે સેવા નિવૃત થયેલા શ્રી દયારામભાઈ લાડને, આહવા તથા ધરમપુર ખાતે વિદાયમાન અપાયું હતું.  ૩૨ વર્ષ અને ૭ માસથી સેવા બાદ નિવૃત થયેલા શ્રી લાડે સૌ સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો...

ડાંગ જિલ્લામા તા.૨૭ મી ઓક્ટોબરથી ૯ ડિસેમ્બર સુધી મતદાર યાદીમા સુધારો કરી શકાશે

Image
ડાંગ જિલ્લામા તા.૨૭ મી ઓક્ટોબરથી ૯ ડિસેમ્બર સુધી મતદાર યાદીમા સુધારો કરી શકાશે  સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ ગિરિમથક સાપુતારા ખાતે પણ મતદાર યાદી સુધારણા કાર્યક્રમની પ્રસિદ્ધિ કરાઈ ભારતના ચૂંટણી પંચ દ્વારા ફોટા સાથેની 'મતદાર યાદીનો ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ' ની કરાયેલી જાહેરાત સાથે, તેનો વ્યાપક પ્રચાર પ્રસાર થાય તે માટે, ડાંગ જિલ્લાના ચૂંટણી તંત્રે વિશેષ આયોજન સાથે શ્રેણીબદ્ધ કાર્યક્રમો આયોજિત કર્યા છે.  આ કાર્યક્રમ અનુસાર તા.૧/૧/૨૦૨૪ની લાયકાતની તારીખના સંદર્ભમા ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત, લાયકાત ધરાવતા ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમર થતી હોય તેવા યુવા મતદારો, તા.૨૭/૧૦/૨૦૨૩ થી ૯/૧૨/૨૦૨૩ સુધી મતદારયાદીમાં પોતાનું નામ નોંધાવી શકશે. આ કાર્યક્રમમાં નવા નામ નોંધાવવા સાથે ચૂંટણી કાર્ડમાં જરૂરી સુધારા વધારા કરવા માટે પણ અરજી કરી શકાશે.  મતદાર યાદી સુધારણા અંગેની ખાસ ઝુંબેશની તારીખો ૪/૧૧/૨૦૨૩ (શનિવાર), તા.૫/૧૧/૨૦૨૩ (રવિવાર), તા.૨/૧૨/૨૦૨૩ (શનિવાર), અને તા.૩/૧૨/૨૦૨૩ (રવિવાર) જાહેર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં CRPFની મહિલા બ...

ડાંગ જિલ્લા આહવા પોલીસ વિભાગ દ્વારા મેરેથોન દોડ યોજાઇ

Image
આઝાદી કા અમૃત મહોત્સવ ડાંગ જિલ્લા આહવા પોલીસ વિભાગ દ્વારા મેરેથોન દોડ યોજાઇ  સરદાર ન્યૂઝ-ચિરાગ પંચાલ-ડાંગ તારીખ ૨૭મી ઓક્ટોબરે સવારે હૈદરાબાદ SVPNPA (સરદાર વલ્લભભાઇ પટેલ નેશનલ પોલીસ એકેડમી) ખાતે “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત ફિટનેસ પ્રોગ્રામના અંતિમ ચરણમા, ટ્રેઇની આઇ.પી.એસ ઓફીસર, એકેડમીના સ્ટાફ તેમજ પોલીસ પરીવાર માટે 5000 મીટરની મેરેથોનનુ આયોજન કરવામા આવ્યુ હતુ. કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ દ્વારા હૈદરાબાદ ખાતે નેશનલ પોલીસ એકેડમીમા ફ્લેગ ઓફ કરી, આ મેરેથોનનું પ્રસ્થાન કરાવ્યું હતું.  હૈદરાબાદ ખાતે યોજાયેલ આ કાર્યક્રમના ભાગરૂપે સમગ્ર દેશમા મેરેથોન દોડનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેના ભાગરૂપે ડાંગ જિલ્લાના આહવા ખાતે પણ, પોલીસ વિભાગ દ્વારા આહવા સ્થિત પોલીસ હેડ ક્વાર્ટરથી મેરેથોન દોડ શરૂ કરવામા આવી હતી. નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી એસ.જી પાટીલે આ મેરેથોન દોડને લીંલી ઝંડી આપી હતી.  આહવા ખાતે યોજાયેલ મેરેથોન દોડમા સાપુતારા પી.એસ.આઇ શ્રી કે.જે.નિંરજન તેમજ અન્ય પોલીસ અધિકારીશ્રીઓ અને પોલીસ સ્ટાફ જોડાયા હતા.

સાળંગપુરથી આવેલા કષ્ટભંજન હનુમાનજી દાદાના રથના વઘઇ વાસીઓએ વધામણા કર્યા

Image
સાળંગપુરથી આવેલા કષ્ટભંજન હનુમાનજી દાદાના રથના વઘઇ વાસીઓએ વધામણા કર્યા ચિરાગ પંચાલ-ડાંગ સાળંગપુર ધામમાં કષ્ટભંજન હનુમાનજી મંદિરના ૧૭૫ વર્ષ પૂર્ણ થતા હોય ભવ્ય શતામૃત મહોત્સવ ઉજવવામાં આવનાર છે જે અનુસંધાને સાળંગપુર થી પધારેલ કષ્ટભંજન હનુમાનજી દાદાના રથના વધામણા વઘઇ વાસીઓએ ભારે ભક્તિભાવપૂર્વક કર્યા હતા. ભક્તોએ ડીજેના તાલે સાળંગપુર થી આવેલા કષ્ટભંજન દાદા ના રથના વધામણા કર્યા હતા. વઘઇના અંબા માતા મંદિર ખાતે સાળંગપુર થી કષ્ટભંજન દાદા હનુમાનજી ના રથનું આગમન થતાં વઘઇ વાસીઓ દ્વારા ભાવભીનું સ્વાગત કરી હરીભક્તોએ અને શ્રદ્ધાળુઓએ ખૂબ જ અનેરો લ્હાવો લીધો હતો આ રથ વઘઇના તકલીખાડી હનુમાનજી મંદિર, અંબા માતાજીના મંદિર, રેલવે સ્ટેશન રોડ, મેઈન બજાર,આશા નગર, રાજેન્દ્રપુર, વઘઈ ચાર રસ્તા સર્કલ, હનુમાન ફળિયા, આરટીઓ નાકા,મકરધ્વજ હનુમાનજી મંદિર,વઘઈ કિલાદ હનુમાનજી મંદિર સહિત આસપાસના વિસ્તારમાં ફરતાં તમામ લોકોએ દાદાના રથને ડીજે સાથે વધાવ્યો હતો અને તમામ લોકોએ દાદાની આરતીનો લ્હાવો લીધો હતો.

વઘઇ તાલુકા પંચાયતમાં કારોબારી તથા સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષની વરણી કરાઈ

Image
વઘઇ તાલુકા પંચાયતમાં કારોબારી તથા સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષની વરણી કરાઈ સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ વઘઇ તાલુકા પંચાયતની સામાન્ય સભાની ખાસ બેઠક વઘઇ તાલુકા પંચાયતના પ્રમુખ ચંદરભાઇ ગાવીતના અધ્યક્ષ સ્થાને તાલુકા પંચાયતના સભા ખંડમાં મળી હતી જેમાં વઘઇ તાલુકા પંચાયત ના કારોબારી અધ્યક્ષ તથા સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષની સર્વાનુમતે વરણી કરાઇ હતી કારોબારી અધ્યક્ષ તરીકે પાવુલ ગામીત તથા સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ તરીકે દક્ષાબેન સંજયભાઈ બંગાળ ની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી આ પ્રસંગે ડાંગ ભારતીય જનતા પાર્ટીના પ્રભારી રાજુભાઈ દેસાઇ સંગઠન પ્રમુખ કિશોરભાઈ ગાંવિત જીલ્લા મહામંત્રી રાજુભાઈ ગામીત દિનેશભાઇ ભોયે, હરિરામ સાવંત તાલુકા મંડળ પ્રમુખ પંકજ પટેલ તાલુકા મહામંત્રી પ્રકાશ બિરારી તથા તાલુકા પંચાયત ઉપપ્રમુખ વનિતાબેન ભોયે સહિત મોટી સંખ્યામાં ભાજપી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી નવા વરાયેલા અધ્યક્ષોને પુષ્પ ગુચ્છ આપી અભિનંદન પાઠવ્યા હતા

મારી માટી મારો દેશ‌ માટી ને નમન વીરો ને વંદન

Image
મારી માટી મારો દેશ‌ માટી ને નમન વીરો ને વંદન ચિરાગ પંચાલ-ડાંગ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ ના નેતૃત્વ માં હેઠળ ચાલી રહેલ અમૃત કળશ યાત્રા અંતર્ગત વીર પુરુષો ને શ્રધ્ધાંજલી આપવા ના દષ્ટિકોણ થી આજે વઘઇ શિવાજી ચોક ખાતે નગર જનો દ્વારા માટી એકત્રીત કરવામાં આવી આ પ્રસંગે ધારાસભ્ય વિજયભાઈ પટલ તાલુકા પંચાયત પ્રમુખ ચંદરભાઇ ગાવીત મહામંત્રી દિનેશભાઇ ભોયે મંડળ પ્રમુખ પંકજભાઈ પટેલ આગેવાન બીપીન રાજપૂત ધર્મેશ પટેલ મયુર પટેલ પૃથ્વીરાજ વૈષ્ણવ સહિત નગર જનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત આહવાના એસ.ટી.ડેપો ખાતે યોજાયુ સફાઈ અભિયાન

Image
સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત આહવાના એસ.ટી.ડેપો ખાતે યોજાયુ સફાઈ અભિયાન ચિરાગ પંચાલ-ડાંગ રાજ્યભરમાં ગ્રામીણ-શહેરી વિસ્તારના બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશનમાં 'સફાઈ અભિયાન' હાથ ધરતા મહાનુભાવો સફાઈ અભિયાનમાં સહભાગી થતા ગ્રામજનો સ્વચ્છતા હી સેવા' અભિયાન અંતર્ગત રાજ્યકક્ષાએ નક્કી કરેલી વિવિધ પ્રવૃતિઓના ભાગરૂપે તા.૧૫ ઓક્ટોબર ને રવિવારના રોજ, રાજ્યભરના ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારોમાં આવેલા 'બસ સ્ટેન્ડ' અને 'રેલવે સ્ટેશન'માં વિશેષ 'સફાઈ અભિયાન' હાથ ધરવાના ભાગરૂપે, રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં પણ આ કાર્યક્રમ યોજાયો હતો. આ અભિયાનમાં ગુજરાત વિધાનસભાના નાયબ દંડક અને ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ સહિત સ્થાનિક અધિકારીઓ, પદાધિકારીઓ, અને ગ્રામજનોએ પણ ઉત્સાહપૂર્વક જોડાઈને, સ્વચ્છતાને સંસ્કાર બનાવવાના ભગીરથ કાર્યમાં આહુતિ આપી હતી. આ સફાઈ અભિયાનમાં સહભાગી થવા  ગ્રામજનોને વહીવટી તંત્ર દ્વારા કરાયેલા આહવાનને ઝીલી લેતા અહીં ભારતીય જનતા પાર્ટીના આદિજાતિ મોરચાના પ્રદેશ પ્રમુખ શ્રી સુભાષભાઈ ગાઈન, યુવા મોરચા પ્રમુખ અને ઉપસરપંચ શ્રી હરિરામ સાવંત, આહવા ગ્...

માં અધ્યાયશક્તિ ના નવલા નોરતા શરૂ થનાર છે. ત્યારે ખાસ કરી ને સુરત જિલ્લા માં ગલગોટા ના ફૂલો ની ખેતી કરી ખેડૂતો આવક મેળવી રહ્યા છે

Image
માં અધ્યાયશક્તિ ના નવલા નોરતા શરૂ થનાર છે. ત્યારે ખાસ કરી ને સુરત જિલ્લા માં ગલગોટા ના ફૂલો ની ખેતી કરી ખેડૂતો આવક મેળવી રહ્યા છે.શેરડી તેમજ ડાંગર ના પાક માં યોગ્ય વળતર નહીં મળતા ફૂલો ની ખેતી તરફ ખેડૂતો વળ્યાં છે. સરદાર ન્યૂઝ:-બારડોલી-સુરત માતાજી ના નવલા નોરતા આવતીકાલ થી શરૂ થનાર  છે. ત્યારે આ નોરતા જગત નો તાત ગણાતા ખેડૂતો માટે આજીવિકા રૂપ બની રહે છે. વાત કરી એ સુરત જિલ્લા ની તો બારડોલી તાલુકા તેમજ   પલસાણા તાલુકા  ના ખેડૂતો એ ગલગોટા ના ફૂલ ની ખેતી કરી રહ્યા છે. સામાન્ય રીતે નવરાત્રી દરમિયાન માતાજી ને ગલગોટા ના ફૂલ અર્પણ કરાય છે. જેથી આવા સમયે ફુલ ની માંગ વધી જાય છે.   સુરત જિલ્લા ના ગ્રામ્ય  વિસ્તાર માં રોકડિયા પાક તરીકે ખેડૂતો એ શાકભાજી સાથે હવે  ફૂલો ની ખેતી પણ  અપનાવી છે. જોકે આ વર્ષે નવરાત્રી દરમિયાન ભાવો આસમાને જતા સીધો માહોલ વેચાણ માર્કેટ માં જોવા મળી રહ્યો છે. શેરડી ના પાક ની સાથે સાથે ફૂલ ની પણ ખેતી કરી ખેડૂતો પડવાસ તરીકે પણ ઉપયોગી થાય છે. ગત વર્ષ ની સરખામણીએ આ સમય ની વાત કરી એ તો ...

ડાંગ જિલ્લા ભાજપના ૦૪ નારાજ જિલ્લા સદસ્યો સભ્ય પદે માટે આપેલ રાજીનામા પરત ખેંચી લીધા...

Image
ડાંગ જિલ્લા ભાજપના ૦૪ નારાજ જિલ્લા સદસ્યો સભ્ય પદે માટે આપેલ રાજીનામા પરત ખેંચી લીધા સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ ડાંગ જિલ્લા પંચાયતમાં વિવિધ સમિતિ નાં સભ્ય પદ અનેઅધ્યક્ષોની વરણીને લઈને વિવાદ ચરમ સપાટી પર તરી આવ્યો હતો.ડાંગ જિલ્લા પંચાયતમાં અગાઉ જિલ્લા પ્રમુખનાં અધ્યક્ષ સ્થાને ૦૮ જેટલી સમિતિની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.પરંતુ આ સમીતિઓમાં પણ મનમાની થયેલ હોવાનું જણાવી ખુદ ભાજપાનાં જ ૦૪ જિલ્લા સદસ્યોમાં ડોન બેઠક પરથી ચૂંટાયેલ બીબીબેન રમેશભાઈ ચૌધરી બરડાબેઠક પરથી ચૂંટાયેલ લાલભાઈ ગાવીત,ગારખડી બેઠક પરથી ચૂંટાયેલ વિજયભાઈ ચૌધરી તથા આહવા-૦૧ બેઠકપરથી ચૂંટાયેલ નીલમબેન ચૌધરીએ સમિતિ નાં સભ્ય પદેથી રાજીનામુ આપી દેતા જિલ્લાનાં રાજકારણમાં જૂથબંદીનો વિવાદ ચરમ સપાટી પર તરી આવતા હડકંપ મચી જવા પામ્યો હતો.આ ચાર જિલ્લા સદસ્યોએ સમિતિનાં સભ્યપદેથી રાજીનામુ ધરી દેતા સમિતિનાં અધ્યક્ષ પદોની વરણી પણ ઘોંચમાં મુકાઈ હતીતેવા માં આજરોજ ગુજરાત ભાજપા પ્રદેશ અધ્યક્ષની સૂચના મુજબ ડાંગજિલ્લાનાં પ્રભારી રાજેશભાઈ દેસાઈ તથા ડાંગ જિલ્લા ભાજપા પાર્ટી પ્રમુખ કિશોરભાઈ ગાવીતે આ ચારેય નારાજ જિલ્લા સદસ્યોને બોલાવ્યા...

ડાંગના ઝાવડા પ્રાથમિક શાળાના સ્થાપના દિવસની ઉજવણી કરવામા આવી

Image
ડાંગના ઝાવડા પ્રાથમિક શાળાના સ્થાપના દિવસની ઉજવણી કરવામા આવી  સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામા સમાવિષ્ટ ઝાવડા પ્રાથમિક શાળાના સ્થાપના દિવસની ધામધુમથી ઉજવણી કરવામા આવી હતી.  જેમા શાળાના બાળકોએ પાવરી નૃત્ય, અરેબિક ડાન્સ, ગામિત નૃત્ય જેવા શાનદાર સાંસ્કૃતિ કાર્યક્રમો રજૂ કર્યા હતા.  આ પ્રસંગે શાળાના ઉપશિક્ષક શ્રી રવિન્દ્રભાઈ પટેલે શાળાની પ્રગતિનો ચિતાર રજૂ કર્યો હતો. અહિ કાર્યક્રમમા વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ઝાવડા પ્રાથમિક શાળા ઉત્તરો ઉત્તર પ્રગતિના સોપાન સર કરે તે માટે વાલીઓ દ્વારા તમામ પ્રકારનો સહયોગ આપવાની ખાતરી આપી હતી. 1 ઓક્ટોબર શાળા સ્થાપના દિન નિમિત્તે વિવિધ ક્ષેત્રે શાળાનુ નામ રોશન કરનાર શાળાના વિધ્યાર્થીઓને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામા આવ્યા હતા. તેમજ શાળાના આચાર્યશ્રીએ કાર્યક્રમની આભાર વિધી કરી હતી.  ઉલ્લેખનીય છે કે, આ શાળા PM SHRI યોજનામા પસંદગી પામી છે. તેમજ સ્કુલ ઓફ એક્સિલન્સ અંતર્ગત માત્ર 100 દિવસમા શાળા પસંદગી પામી હતી. જે મુજબ લક્ષ્યાંક હાંસલ કરવા માટે શિક્ષકો દ્વારા ખૂબ જ ઉત્સાહપૂર્વક કાર્ય કરવામા આવ્યું હતુ. આ સ...

ઉગા ગામના રતનજ્યોતના બી ખાઈ જનારા બાળકોની કન્ડિશન સ્ટેબલ

Image
ઉગા ગામના રતનજ્યોતના બી ખાઈ જનારા બાળકોની કન્ડિશન સ્ટેબલ ચિરાગ પંચાલ-ડાંગ કલેકટરશ્રી સહિત અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની બાળકો પર દેખરેખ CHC સુબિર ના ડોક્ટ કનકરો અને સ્ટાફ ખડેપગે સેવારત ડાંગ જિલ્લાના સુબિર તાલુકાના ઉગા ગામના કેટલાક બાળકોએ, રતનજ્યોતના બી ખાઈ લેતા, તેમને ફૂડ પોઇઝનિંગની અસર થતા સુબિર સ્થિત CHC ખાતે ખસેડાયા હતા. દરમિયાન સાંજે સાડા આઠેક વાગ્યાના સુમારે એક સાથે વીસેક જેટલા બાળકો અચાનક સારવાર માટે આવી પહોંચતા તેમને 'તાત્કાલિક સારવાર વિભાગ' માં વારાફરતી સારવાર શરૂ કરાઇ હતી. ઇમરજન્સી સારવાર બાદ આ બાળકોને વારાફરતી વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. તેમની સારવાર કરનાર તબીબો પૈકી ડો.હર્ષિકાએ જણાવ્યું હતું કે, હાલમાં આ તમામ બાળકોની તબિયત સારી છે. કોઈ ચિંતાનું કારણ નથી. આ બનાવની જાણ થતાં ડાંગ કલેકટર શ્રી મહેશ પટેલે સંબંધિત તબીબો, અધિકારીઓ સહિત અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.હિમાંશુ ગામિત પાસેથી બનાવની ઝીણવટભરી વિગતો મેળવી, તમામ બાબતે અંગત કાળજી લેવાની સૂચના આપી હતી. અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ આહવા સિવિલ હોસ્પિટલના બાળરોગ નિષ્ણાત સાથે તુરત સુબિર CHCની મુલાકાત...

વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ ડિસ્ટ્રીક્ટ' કાર્યક્રમ દરમિયાન ડાંગમાં રૂ.૧૯ કરોડના સમજૂતી કરાર થયા...

Image
'વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ ડિસ્ટ્રીક્ટ' કાર્યક્રમ દરમિયાન ડાંગમાં રૂ.૧૯ કરોડના સમજૂતી કરાર થયા સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ પ્રાકૃતિક ડાંગના સ્થાનિક ઉત્પાદનો, બનાવટો સહિત પ્રવાસન સેકટરમાં રહેલી વિપુલ તકોનો લાભ લેવા પ્રભારી મંત્રીશ્રીની અપીલ વઘઇ ખાતે યોજાયો ડાંગ જિલ્લાનો 'વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ ડિસ્ટ્રીક્ટ' કાર્યક્રમ સમજૂતી કરાર સાથે વિવિધ યોજનાકીય લાભાર્થીઓને ચેક અને સાધન સહાય પણ વિતરિત કરાયા ડાંગ જેવા વિષમ પરિસ્થિતિ ધરાવતા જિલ્લામાં કરોડો રૂપિયાના MOU થયા છે, જે આગામી દિવસોમાં સમગ્ર રાજયની સાથે ડાંગને પણ વાયબ્રન્ટ બનાવશે, તેમ જણાવતા ડાંગના પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિએ, ડાંગ જેવા પ્રદેશમાં ૧૯ કરોડ રૂપિયાના MOU થવા એ આવનારા સ્વર્ણિમ દિવસોનો સંકેત છે તેમ કહ્યું હતું.  વઘઇ ખાતે આયોજિત ‘વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ ડિસ્ટ્રીકટ’ ની ભાવનાને ચરિતાર્થ કરતાં અંહી ફૂડ, અને એગ્રીકલ્ચર સહિત પ્રવાસન સેક્ટરમાં રહેલી રોકાણની સંભાવનાઓને કારણે, ડાંગના પ્રજાજનોને આગામી દિવસોમાં રોજગારી માટે બહારગામ જવું નહીં પડે તેમ જણાવતા મંત્રીશ્રીએ, પશુપાલન, ખેતી અન...

આહવા ખાતે યોજાઈ પૂ.બાપુની ૧૫૪મી જન્મ જયંતિ

Image
આહવા ખાતે યોજાઈ પૂ.બાપુની ૧૫૪મી જન્મ જયંતિ ચિરાગ પંચાલ-ડાંગ રાષ્ટ્રપિતા પૂ.બાપુના જન્મદિને ડાંગ જિલ્લાના મુખ્ય વહીવટી મથક આહવા ખાતે 'ગાંધી જયંતી' ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ ઉજવણીના ભાગરૂપે સવારે ૯ વાગ્યે, આહવાના ફુવારા સર્કલથી ગાંધી ઉદ્યાન સુધી પ્રભાત ફેરીનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળા/મહાશાળાના વિદ્યાર્થીઓએ પ્રભાત ફેરીના માધ્યમથી ગાંધીજીનો સંદેશ ગુંજતો કર્યો હતો. રેલી બાદ ગાંધી ઉદ્યાન ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ પૂ.બાપુની પ્રતિમાને સુતરની આંટી પહેરાવીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રંસગે નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે જણાવ્યું હતુ કે, રાષ્ટ્રપિતા પૂ.બાપુએ ભારત દેશને અહિંસાના જોરે આઝાદી અપાવી હતી. ગાંધીજીએ સત્યાગ્રહો કર્યા હતા. સત્યને હંમેશા વળગી રહ્યા, તેઓ દેશ વિદેશમા ચાલતા જાતિગત ભેદભાવ સામે લડ્યા, અને ભારતને આઝાદી અપાવી હતી. આ સાથે જિલ્લામા નસાબંધી અને વ્યસન મુક્તી સપ્તાહની પણ ઉજવી કરવામા આવી રહી છે. ત્યારે ડાંગ જિલ્લો વ્યસન મુક્ત બને તે માટે પ્રયાસ કરવા માટે શ્રી વિજય પટેલે લોકોને અનુરોધ કર્...

વઘઇ ભાજપ દ્વારા ૨જી ઓક્ટોબર મહાત્મા ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવી

Image
વઘઇ ભાજપ દ્વારા ૨જી ઓક્ટોબર મહાત્મા ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવી ચિરાગ પંચાલ-ડાંગ ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઇ ખાતે ૨ ઓક્ટોબર પરમ પૂજ્ય.મહાત્મા ગાંધી જંયતિના દિવસે વઘઈ ભાજપ દ્વારા ગાંધી મેદાન ખાતે મહાત્મા ગાંધી ની પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પણ કરી ઉજવણી કરવામાં આવી હતી હોદ્દેદારોએ તેમનું જીવન તથા ભારતમાં આઝાદીની ચળવળની આગેવાની સહિતના તેમના અનુભવો અને તેઓએ આપેલા ઉપદેશોનો સાર કહી સંભળાવ્યો હતો આ ઉજવણી પ્રસંગે પંકજ પટેલ,સુભાષભાઈ બોરશે, સુરેશભાઈ કાંજીયા, ધર્મેશ પટેલ, રોહિતભાઈ સુરતી, દિલીપભાઈ, સંદીપ સુરતી, રિતેશ પટેલ, પૃથ્વી વૈષ્ણવ, જય આહિર, સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા