સાળંગપુરથી આવેલા કષ્ટભંજન હનુમાનજી દાદાના રથના વઘઇ વાસીઓએ વધામણા કર્યા
સાળંગપુરથી આવેલા કષ્ટભંજન હનુમાનજી દાદાના રથના વઘઇ વાસીઓએ વધામણા કર્યા
ચિરાગ પંચાલ-ડાંગ
સાળંગપુર ધામમાં કષ્ટભંજન હનુમાનજી મંદિરના ૧૭૫ વર્ષ પૂર્ણ થતા હોય ભવ્ય શતામૃત મહોત્સવ ઉજવવામાં આવનાર છે જે અનુસંધાને સાળંગપુર થી પધારેલ કષ્ટભંજન હનુમાનજી દાદાના રથના વધામણા વઘઇ વાસીઓએ ભારે ભક્તિભાવપૂર્વક કર્યા હતા. ભક્તોએ ડીજેના તાલે સાળંગપુર થી આવેલા કષ્ટભંજન દાદા ના રથના વધામણા કર્યા હતા. વઘઇના અંબા માતા મંદિર ખાતે સાળંગપુર થી કષ્ટભંજન દાદા હનુમાનજી ના રથનું આગમન થતાં વઘઇ વાસીઓ દ્વારા ભાવભીનું સ્વાગત કરી હરીભક્તોએ અને શ્રદ્ધાળુઓએ ખૂબ જ અનેરો લ્હાવો લીધો હતો આ રથ વઘઇના તકલીખાડી હનુમાનજી મંદિર, અંબા માતાજીના મંદિર, રેલવે સ્ટેશન રોડ, મેઈન બજાર,આશા નગર, રાજેન્દ્રપુર, વઘઈ ચાર રસ્તા સર્કલ, હનુમાન ફળિયા, આરટીઓ નાકા,મકરધ્વજ હનુમાનજી મંદિર,વઘઈ કિલાદ હનુમાનજી મંદિર સહિત આસપાસના વિસ્તારમાં ફરતાં તમામ લોકોએ દાદાના રથને ડીજે સાથે વધાવ્યો હતો અને તમામ લોકોએ દાદાની આરતીનો લ્હાવો લીધો હતો.

Comments
Post a Comment