ડાંગ જિલ્લા ભાજપના ૦૪ નારાજ જિલ્લા સદસ્યો સભ્ય પદે માટે આપેલ રાજીનામા પરત ખેંચી લીધા...

ડાંગ જિલ્લા ભાજપના ૦૪ નારાજ જિલ્લા સદસ્યો સભ્ય પદે માટે આપેલ રાજીનામા પરત ખેંચી લીધા
સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ

ડાંગ જિલ્લા પંચાયતમાં વિવિધ સમિતિ નાં સભ્ય પદ અનેઅધ્યક્ષોની વરણીને લઈને વિવાદ ચરમ સપાટી પર તરી આવ્યો હતો.ડાંગ જિલ્લા પંચાયતમાં અગાઉ જિલ્લા પ્રમુખનાં અધ્યક્ષ સ્થાને ૦૮ જેટલી સમિતિની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.પરંતુ આ સમીતિઓમાં પણ મનમાની થયેલ હોવાનું જણાવી ખુદ ભાજપાનાં જ ૦૪ જિલ્લા સદસ્યોમાં ડોન બેઠક પરથી ચૂંટાયેલ બીબીબેન રમેશભાઈ ચૌધરી બરડાબેઠક પરથી ચૂંટાયેલ લાલભાઈ ગાવીત,ગારખડી બેઠક પરથી ચૂંટાયેલ વિજયભાઈ ચૌધરી તથા આહવા-૦૧ બેઠકપરથી ચૂંટાયેલ નીલમબેન ચૌધરીએ સમિતિ નાં સભ્ય પદેથી રાજીનામુ આપી દેતા જિલ્લાનાં રાજકારણમાં જૂથબંદીનો વિવાદ ચરમ સપાટી પર તરી આવતા હડકંપ મચી જવા પામ્યો હતો.આ ચાર જિલ્લા સદસ્યોએ સમિતિનાં સભ્યપદેથી રાજીનામુ ધરી દેતા સમિતિનાં અધ્યક્ષ પદોની વરણી પણ ઘોંચમાં મુકાઈ હતીતેવા માં આજરોજ ગુજરાત ભાજપા પ્રદેશ અધ્યક્ષની સૂચના મુજબ ડાંગજિલ્લાનાં પ્રભારી રાજેશભાઈ દેસાઈ તથા ડાંગ જિલ્લા ભાજપા પાર્ટી પ્રમુખ કિશોરભાઈ ગાવીતે આ ચારેય નારાજ જિલ્લા સદસ્યોને બોલાવ્યા હતા.ડાંગ જિલ્લા ભાજપા પ્રભારીઅને ડાંગ જિલ્લા પાર્ટી પ્રમુખ દ્વારાનારાજ જિલ્લા સદસ્યો સાથે મીટિંગ કરી સુખદ પરામર્શ કરતા હાલમાં આ નારાજ જિલ્લા સદસ્યો દ્વારાસમિતિનાં સભ્ય પદ માટે આપેલ રાજીનામા પરત ખેંચી લીધા છે.આબાબતે ડાંગ જિલ્લા ભાજપા પાર્ટી પ્રમુખ કિશોરભાઈ ગાવીતે જણાવ્યુહતુ કે ભાજપા શિસ્ત અને કેડરબેઝનેવરેલી પાર્ટી છે.ડાંગ જિલ્લા પંચાયતનાં ચાર નારાજ જિલ્લા સદસ્યો સાથે પરામર્શ કરતા તેઓએ પરત રાજીનામા ખેંચી લીધા છે.

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...