ડાંગના ઝાવડા પ્રાથમિક શાળાના સ્થાપના દિવસની ઉજવણી કરવામા આવી

ડાંગના ઝાવડા પ્રાથમિક શાળાના સ્થાપના દિવસની ઉજવણી કરવામા આવી 
સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ

ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામા સમાવિષ્ટ ઝાવડા પ્રાથમિક શાળાના સ્થાપના દિવસની ધામધુમથી ઉજવણી કરવામા આવી હતી. 

જેમા શાળાના બાળકોએ પાવરી નૃત્ય, અરેબિક ડાન્સ, ગામિત નૃત્ય જેવા શાનદાર સાંસ્કૃતિ કાર્યક્રમો રજૂ કર્યા હતા. 

આ પ્રસંગે શાળાના ઉપશિક્ષક શ્રી રવિન્દ્રભાઈ પટેલે શાળાની પ્રગતિનો ચિતાર રજૂ કર્યો હતો. અહિ કાર્યક્રમમા વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ઝાવડા પ્રાથમિક શાળા ઉત્તરો ઉત્તર પ્રગતિના સોપાન સર કરે તે માટે વાલીઓ દ્વારા તમામ પ્રકારનો સહયોગ આપવાની ખાતરી આપી હતી.

1 ઓક્ટોબર શાળા સ્થાપના દિન નિમિત્તે વિવિધ ક્ષેત્રે શાળાનુ નામ રોશન કરનાર શાળાના વિધ્યાર્થીઓને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામા આવ્યા હતા. તેમજ શાળાના આચાર્યશ્રીએ કાર્યક્રમની આભાર વિધી કરી હતી. 

ઉલ્લેખનીય છે કે, આ શાળા PM SHRI યોજનામા પસંદગી પામી છે. તેમજ સ્કુલ ઓફ એક્સિલન્સ અંતર્ગત માત્ર 100 દિવસમા શાળા પસંદગી પામી હતી. જે મુજબ લક્ષ્યાંક હાંસલ કરવા માટે શિક્ષકો દ્વારા ખૂબ જ ઉત્સાહપૂર્વક કાર્ય કરવામા આવ્યું હતુ. આ સાથે અન્ય પ્રવૃત્તિઓમાં પણ શાળા મોખરે રહી છે. જેમા ગ્રીન એન્ડ સસ્ટેનેબલ કોમ્પિટિશન અંતર્ગત દેશમાં પ્રથમ પાંચમાં સ્થાન મેળવ્યુ છે, અને સ્વચ્છતા સ્પર્ધામાં જિલ્લામાં બીજા ક્રમમા રહેવા પામી હતી.

આ સાથે બાહ્ય પરીક્ષામાં 100 ટકા ભાગીદારી નોંધાવી હતી. જેમા એન.એમ.એમ.એસ મેરીટમાં, પી.એસ.ઈ મેરીટમાં, જવાહર નવોદય પરીક્ષામાં સ્થાન મેળવેલ છે. ધોરણ 5 અને 6 માટેની કોમન એન્ટ્રસ એક્ઝામમાં પણ 100 ટકા ભાગીદારી નોંધાવેલ છે. 

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...