વઘઇ તાલુકા પંચાયતમાં કારોબારી તથા સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષની વરણી કરાઈ
વઘઇ તાલુકા પંચાયતમાં કારોબારી તથા સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષની વરણી કરાઈ
વઘઇ તાલુકા પંચાયતની સામાન્ય સભાની ખાસ બેઠક વઘઇ તાલુકા પંચાયતના પ્રમુખ ચંદરભાઇ ગાવીતના અધ્યક્ષ સ્થાને તાલુકા પંચાયતના સભા ખંડમાં મળી હતી જેમાં વઘઇ તાલુકા પંચાયત ના કારોબારી અધ્યક્ષ તથા સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષની સર્વાનુમતે વરણી કરાઇ હતી કારોબારી અધ્યક્ષ તરીકે પાવુલ ગામીત તથા સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ તરીકે દક્ષાબેન સંજયભાઈ બંગાળ ની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી આ પ્રસંગે ડાંગ ભારતીય જનતા પાર્ટીના પ્રભારી રાજુભાઈ દેસાઇ સંગઠન પ્રમુખ કિશોરભાઈ ગાંવિત જીલ્લા મહામંત્રી રાજુભાઈ ગામીત દિનેશભાઇ ભોયે, હરિરામ સાવંત તાલુકા મંડળ પ્રમુખ પંકજ પટેલ તાલુકા મહામંત્રી પ્રકાશ બિરારી તથા તાલુકા પંચાયત ઉપપ્રમુખ વનિતાબેન ભોયે સહિત મોટી સંખ્યામાં ભાજપી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી નવા વરાયેલા અધ્યક્ષોને પુષ્પ ગુચ્છ આપી અભિનંદન પાઠવ્યા હતા
Comments
Post a Comment