ડાંગ જિલ્લા આહવા પોલીસ વિભાગ દ્વારા મેરેથોન દોડ યોજાઇ

આઝાદી કા અમૃત મહોત્સવ

ડાંગ જિલ્લા આહવા પોલીસ વિભાગ દ્વારા મેરેથોન દોડ યોજાઇ 
સરદાર ન્યૂઝ-ચિરાગ પંચાલ-ડાંગ


તારીખ ૨૭મી ઓક્ટોબરે સવારે હૈદરાબાદ SVPNPA (સરદાર વલ્લભભાઇ પટેલ નેશનલ પોલીસ એકેડમી) ખાતે “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત ફિટનેસ પ્રોગ્રામના અંતિમ ચરણમા, ટ્રેઇની આઇ.પી.એસ ઓફીસર, એકેડમીના સ્ટાફ તેમજ પોલીસ પરીવાર માટે 5000 મીટરની મેરેથોનનુ આયોજન કરવામા આવ્યુ હતુ.

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ દ્વારા હૈદરાબાદ ખાતે નેશનલ પોલીસ એકેડમીમા ફ્લેગ ઓફ કરી, આ મેરેથોનનું પ્રસ્થાન કરાવ્યું હતું. 
હૈદરાબાદ ખાતે યોજાયેલ આ કાર્યક્રમના ભાગરૂપે સમગ્ર દેશમા મેરેથોન દોડનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેના ભાગરૂપે ડાંગ જિલ્લાના આહવા ખાતે પણ, પોલીસ વિભાગ દ્વારા આહવા સ્થિત પોલીસ હેડ ક્વાર્ટરથી મેરેથોન દોડ શરૂ કરવામા આવી હતી. નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી એસ.જી પાટીલે આ મેરેથોન દોડને લીંલી ઝંડી આપી હતી. 

આહવા ખાતે યોજાયેલ મેરેથોન દોડમા સાપુતારા પી.એસ.આઇ શ્રી કે.જે.નિંરજન તેમજ અન્ય પોલીસ અધિકારીશ્રીઓ અને પોલીસ સ્ટાફ જોડાયા હતા.

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...