માં અધ્યાયશક્તિ ના નવલા નોરતા શરૂ થનાર છે. ત્યારે ખાસ કરી ને સુરત જિલ્લા માં ગલગોટા ના ફૂલો ની ખેતી કરી ખેડૂતો આવક મેળવી રહ્યા છે

માં અધ્યાયશક્તિ ના નવલા નોરતા શરૂ થનાર છે. ત્યારે ખાસ કરી ને સુરત જિલ્લા માં ગલગોટા ના ફૂલો ની ખેતી કરી ખેડૂતો આવક મેળવી રહ્યા છે.શેરડી તેમજ ડાંગર ના પાક માં યોગ્ય વળતર નહીં મળતા ફૂલો ની ખેતી તરફ ખેડૂતો વળ્યાં છે.
સરદાર ન્યૂઝ:-બારડોલી-સુરત

માતાજી ના નવલા નોરતા આવતીકાલ થી શરૂ થનાર  છે. ત્યારે આ નોરતા જગત નો તાત ગણાતા ખેડૂતો માટે આજીવિકા રૂપ બની રહે છે. વાત કરી એ સુરત જિલ્લા ની તો બારડોલી તાલુકા તેમજ   પલસાણા તાલુકા  ના ખેડૂતો એ ગલગોટા ના ફૂલ ની ખેતી કરી રહ્યા છે. સામાન્ય રીતે નવરાત્રી દરમિયાન માતાજી ને ગલગોટા ના ફૂલ અર્પણ કરાય છે. જેથી આવા સમયે ફુલ ની માંગ વધી જાય છે.  
સુરત જિલ્લા ના ગ્રામ્ય  વિસ્તાર માં રોકડિયા પાક તરીકે ખેડૂતો એ શાકભાજી સાથે હવે  ફૂલો ની ખેતી પણ  અપનાવી છે. જોકે આ વર્ષે નવરાત્રી દરમિયાન ભાવો આસમાને જતા સીધો માહોલ વેચાણ માર્કેટ માં જોવા મળી રહ્યો છે. શેરડી ના પાક ની સાથે સાથે ફૂલ ની પણ ખેતી કરી ખેડૂતો પડવાસ તરીકે પણ ઉપયોગી થાય છે.
ગત વર્ષ ની સરખામણીએ આ સમય ની વાત કરી એ તો  ના ભાવો બે હજાર રૂપિયા સુધી રહ્યા હતા. રહેતા આ વર્ષે 800 થી 900 રૂપિયા સુધી ના ભાવો હાલ ચાલી રહ્યા  છે. 
ફૂલ ના ઉતાર ની વાત કરીએ તો  ખર્ચ સાથે આજ પ્રમાણે ભાવ યથાવત રહે તો ખર્ચ કરતા બમણું વળતર ખેડૂતો આ ગલગોટા ના ફૂલ ની ખેતી માં મેળવવા ની આશા સેવી રહ્યા છે. આવનાર નવરાત્રી પર્વ , દશેરો , તેમજ દિવાળી ના તહેવારો માં આ ફૂલો નું ઉત્પાદન સાથે ભાવો પણ વધે એવી ખેડૂતો આશા સેવી રહ્યા છે.

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...