ઉગા ગામના રતનજ્યોતના બી ખાઈ જનારા બાળકોની કન્ડિશન સ્ટેબલ
ઉગા ગામના રતનજ્યોતના બી ખાઈ જનારા બાળકોની કન્ડિશન સ્ટેબલ
ચિરાગ પંચાલ-ડાંગ
કલેકટરશ્રી સહિત અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની બાળકો પર દેખરેખ
CHC સુબિર ના ડોક્ટ કનકરો અને સ્ટાફ ખડેપગે સેવારત
ડાંગ જિલ્લાના સુબિર તાલુકાના ઉગા ગામના કેટલાક બાળકોએ, રતનજ્યોતના બી ખાઈ લેતા, તેમને ફૂડ પોઇઝનિંગની અસર થતા સુબિર સ્થિત CHC ખાતે ખસેડાયા હતા.
દરમિયાન સાંજે સાડા આઠેક વાગ્યાના સુમારે એક સાથે વીસેક જેટલા બાળકો અચાનક સારવાર માટે આવી પહોંચતા તેમને 'તાત્કાલિક સારવાર વિભાગ' માં વારાફરતી સારવાર શરૂ કરાઇ હતી. ઇમરજન્સી સારવાર બાદ આ બાળકોને વારાફરતી વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા.
તેમની સારવાર કરનાર તબીબો પૈકી ડો.હર્ષિકાએ જણાવ્યું હતું કે, હાલમાં આ તમામ બાળકોની તબિયત સારી છે. કોઈ ચિંતાનું કારણ નથી.
આ બનાવની જાણ થતાં ડાંગ કલેકટર શ્રી મહેશ પટેલે સંબંધિત તબીબો, અધિકારીઓ સહિત અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.હિમાંશુ ગામિત પાસેથી બનાવની ઝીણવટભરી વિગતો મેળવી, તમામ બાબતે અંગત કાળજી લેવાની સૂચના આપી હતી.
અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ આહવા સિવિલ હોસ્પિટલના બાળરોગ નિષ્ણાત સાથે તુરત સુબિર CHCની મુલાકાત લઈ, સ્થાનિક તબીબોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડી, અસરગ્રસ્ત બાળકો, અને તેમના માવતરને મળી હૈયાધરપત આપી હતી. દાખલ થયેલા તમામ બાળકો ભયમુક્ત હોવાનું પણ તબીબોએ જણાવ્યું છે.



Comments
Post a Comment