Posts

Showing posts from November, 2022

ડાંગના મતદારોને વધુમા વધુ મતદાન કરવાની જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજાની અપીલ

Image
ડાંગના મતદારોને વધુમા વધુ મતદાન કરવાની જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજાની અપીલ  સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ  ૧૭૩-ડાંગ (S.T.) વિધાનસભા મતદાર વિભાગના મતદારોને, જિલ્લા ચૂંટણી અધિકારી-વ-કલેકટર શ્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજાએ વધુમા વધુ મતદાન કરી, આંગણે આવેલા લોકશાહીના આ મહાપર્વના *અવસર* ને વધાવવાનો અનુરોધ કર્યો છે. ઉલ્લેખનિય છે કે, ડાંગ જિલ્લામા ૩૩૫ મતદાન મથકો ઉપર ૯૬ હજાર ૩૮૭ સ્ત્રી મતદારો, ૯૬ હજાર ૯૦૯ પુરુષ મતદારો, અને બે (૨) અન્ય (થર્ડ જેન્ડર) મતદારો મળી કુલ ૧ લાખ ૯૩ હજાર ૨૯૮ મતદારો ચૂંટણી તંત્રના ચોપડે નોંધાયેલા છે. જિલ્લામા આ અગાઉની ચૂંટણીઓની વાત કરીએ તો જ્યારથી ૧૭૩-ડાંગ (S.T.) વિધાનસભાની અલગ બેઠક અસ્તિત્વમા આવી ત્યારથી (અગાઉ આ બેઠક ૧૭૭-ડાંગ/વાંસદા (S.T.) બેઠક તરીકે ઓળખાતી હતી) એટલે કે સને ૨૦૧૨ની વિધાનસભાની ચૂંટણીમા અહીં કુલ ૬૯.૭૪ ટકા, સને ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમા ૭૩.૮૧ ટકા, અને સને ૨૦૨૦ની વિધાનસભાની પેટા ચૂંટણીમા ૭૫.૦૧ ટકા મતદાન નોંધાવા પામ્યુ છે. મતદારોની વાત કરીએ તો અહીં સને ૨૦૧૨મા આ બેઠક માટે કુલ ૧ લાખ ૪૪ હજાર ૪૦૦ મતદારો, સને ૨૦૧૭મા ૧ લાખ ૬૬ હજ...

ડાંગ જિલ્લા ચૂંટણી તંત્રના માર્ગદર્શન હેઠળ પોલિંગ ટિમ અંતરિયાળ વિસ્તારના મતદાન મથકો ઉઓર જવા રવાના

Image
ડાંગ જિલ્લાની એકમાત્ર બેઠક ૧૭૩- ડાંગ (S.T.) માટે પ્રથમ ચરણમા આજે યોજાશે મતદાન  સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ ૧ લાખ ૯૩ હજાર ૨૯૮ મતદાતાઓ ૩૩૫ મતદાન મથકો ઉપર મતદાન કરશે  જિલ્લા ચૂંટણી તંત્રના માર્ગદર્શન હેઠળ પોલિંગ ટિમ અંતરિયાળ વિસ્તારના મતદાન મથકો ઉઓર જવા રવાના   ૧૫મી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત આજે એટલે કે તા.૧લી ડિસેમ્બરે યોજાનારા પ્રથમ ચરણના મતદાન સાથે, ૧૭૩- ડાંગ (S.T.) વિધાનસભા મતવિસ્તારની પણ ચૂંટણી યોજનાર છે. ત્યારે ડાંગ જિલ્લાના સમગ્રતયા ચૂંટણીલક્ષી ચિત્ર ઉપર એક નજર કરી લઈએ.  ગુજરાતના છેવાડે મહારાષ્ટ્ર રાજયને અડીને આવેલા ખૂબસૂરત ડાંગ જિલ્લામા આજે એટલે કે તા. ૧લી ડીસેમ્બરે જિલ્લાના કુલ ૯૬ હજાર ૩૮૭ સ્ત્રી, અને ૯૬ હજાર ૯૦૯ પુરૂષ મતદારો સાથે બે થર્ડ જેન્ડર મતદાતાઓ મળી કુલ ૧ લાખ ૯૩ હજાર ૨૯૮ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.  સવારે ૭ થી ૫ વાગ્યા દરમિયાન યોજાનાર મતદાન માટે ડાંગ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના ચૂંટણી તંત્રે કુલ-૩૩૫ મતદાન મથકો ઊભા કર્યા છે. ઉલ્લેખનિય છે કે ગત વિધ...

ડાંગની બારખાંધ્યા શાળામા મતદાન જાગૃતિ અન્વયે સહી ઝૂંબેશ કાર્યક્રમ યોજાયો

Image
અવસર લોકશાહીનો : ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022   ડાંગની બારખાંધ્યા શાળામા મતદાન જાગૃતિ અન્વયે સહી ઝૂંબેશ કાર્યક્રમ યોજાયો  સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ  ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 દરમિયાન ડાંગ જિલ્લાની શૈક્ષિક સંસ્થાઓમા સ્વીપ કાર્યક્રમ અંતર્ગત શ્રેણીબદ્ધ મતદાન જાગૃતિ અંગેના કાર્યક્રમો યોજવામા આવી રહ્યા છે.  આ કાર્યક્રમ અંતર્ગત તાજેતરમા ડાંગ જિલ્લાની બારખાંધ્યા માધ્યમિક શાળામા સહી ઝૂંબેશ કાર્યક્રમ યોજવામા આવ્યો હતો. મારો મત મારી જવાબદારી, ધર ધરમે સંદેશ દો વોટ દો - વોટ દો, વોટ હમારા હે અધિકાર, કભીના કરે ઇસે બેકાર, મતદાન મહાદાનના સૂત્રની સાથે સહી ઝૂંબેશનો કાર્યક્રમ યોજવામા આવ્યો હતો.  આ કાર્યક્રમમા વિધ્યાર્થીઓ સહિત શાળાના શિક્ષકો શ્રીમતી લતાબેન ચૌધરી, શ્રી ઇરફાન શેખ, શ્રી અમ્રતભાઇ પટેલ, શ્રીમતી શિતલબેન પટેલ જોડાયા હતા. કાર્યક્રમના ભાગ રૂપે વિધ્યાર્થીઓ દ્વાર શાળા પંટાગણમા વોટ ફોર બેટર નેશન વિષય ઉપર રંગોળી દોરી, ફરજિયાત મતદાનનો સંદેશો પણ ગુંજતો કરાયો હતો. સાથે જ દરેક વિધ્યાર્થીઓએ મતદાન જાગૃતિનો સંકલ્પ કર્યો હતો

ચીંચલીના ગ્રામજનોને મતદાન પ્રત્યે જાગૃત કરતા આદર્શ માધ્યમિક શાળાના બાળકો

Image
અવસર લોકશાહીનો : વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ- 2022  ચીંચલીના ગ્રામજનોને મતદાન પ્રત્યે જાગૃત કરતા આદર્શ માધ્યમિક શાળાના બાળકો  સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ ગામમા પદયાત્રા યોજી મતદાન અંગે વિધ્યાર્થીઓ દ્વારા જન જાગૃત્તિ કેળવાઈ  વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ-2022ને અનુલક્ષીને સમગ્ર રાજ્યમા લોકોને મતદાન અંગે જાગૃત કરવા માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામા આવી રહી છે.  ડાંગ જિલ્લામા પણ જિલ્લા ચુંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજાના માર્ગદર્શન હેઠળ, અને સ્વીપ એક્ટીવિટીના નોડલ અધિકારીશ્રી દ્વારા સ્વીપ એક્શન પ્લાન અંતર્ગત કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જે મુજબ આહવા તાલુકાની ચિંચલી આદર્શ માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ ગામમા મતદાન અંગે જાગૃતી રેલી કાઠી, વાલીઓ અને ગ્રામજનોને મતદાન અંગે જાગૃત કર્યા હતા.  લોકશાહિના પર્વ સાથે નવા ભારતના નિર્માણ અને શ્રેષ્ઠ ભારતની પરિકલ્પનાને સાચા અર્થમા સાકાર કરવા મતદાન પ્રક્રિયામા ભાગ લેવા માટે વિધ્યાર્થીઓ થકી ગ્રામજનોને જાગૃત કરાયા હતા. શાળાના આચાર્ય શ્રી પટેલ ભગેશભાઇ દ્વારા વિધ્યાર્થીઓને મતદાનના મહત્વ વિશે સમ...

ડાંગ જિલ્લાની MCMC અને મીડિયા સેન્ટરની મુલાકાત લેતા આહવા દિપદર્શન સ્કૂલના વિદ્યાર્થીઓ

Image
અવસર લોકશાહીના મહાપર્વનો  ડાંગ જિલ્લાની MCMC અને મીડિયા સેન્ટરની મુલાકાત લેતા આહવા દિપદર્શન સ્કૂલના વિદ્યાર્થીઓ  સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ  ડાંગ જિલ્લા માહિતી કચેરી, આહવા ખાતે MCMC તથા મીડિયા સેન્ટર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કાર્યરત કરવામા આવ્યુ છે.  ડાંગ જિલ્લાના મીડિયાકર્મીઓ, મતદાતાઓ, વિદ્યાર્થીઓ, તથા અભ્યાસુઓ આ મિડિયા સેન્ટરની મુલાકાત લઇ ચૂંટણીલક્ષી માહિતી પ્રાપ્ત કરી રહ્યા છે.  તાજેતરમા ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા સ્થિત દિપદર્શન સ્કૂલના વિદ્યાર્થીઓએ આ સેન્ટરની મુલાકાત લઇ ચૂંટણીલક્ષી માહિતી મેળવી હતી. માહિતી મદદનીશ શ્રી ઉમેશ ગાવિત દ્વારા વિદ્યાર્થીઓને અહીં પ્રસ્તુત કરાયેલી ચૂંટણીલક્ષી કામગીરીની વિસ્તૃત જાણકારી આપવામા આવી હતી. ઉલ્લેખનિય છે કે, મીડિયા સેન્ટરમા જિલ્લાની ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા અધિકારીઓની વિગતો, જિલ્લાના મતદારો અને મતદાન મથકોની સંખ્યા, ઇ.વી.એમ/વી.વી.પેટ અને મેન પાવર, અગાઉની ચૂંટણીઓના પરિણામો, ચેકપોસ્ટ, કાર્યરત ટિમો, સ્વીપની પ્રવૃત્તિઓ, અવસર અને સી વિજીલ એપ, ચૂંટણી કાર્યક્રમ, મતદાર વિસ્તારનો મેપ, નોડલ ઓફિસરોની વિગતો, થીમ ...

૧૭૩- ડાંગ (S.T.) વિધાનસભા મતવિસ્તારમા લોકો સ્વયંભૂ મતદાન કરવા પ્રેરાઈ તે માટે વ્યાપક પણે મતદાર જાગૃતિ કાર્યક્રમોનુ આયોજન કરાઈ રહ્યુ છે.

Image
અવસર, લોકશાહીના સન્માનનો અવસર, સો ટકા મતદાનનો   ૧૭૩- ડાંગ (S.T.) વિધાનસભા મતવિસ્તારમા લોકો સ્વયંભૂ મતદાન કરવા પ્રેરાઈ તે માટે વ્યાપક પણે મતદાર જાગૃતિ કાર્યક્રમોનુ આયોજન કરાઈ રહ્યુ છે.  સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ લોકશાહીના જતન-સંવર્ધન માટે વધુમા વધુ મતદારો મતદાન પ્રક્રિયામા ભાગ લે તે આવશ્યક છે. ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજાના વડપણ હેઠળ જિલ્લામા શ્રેણીબધ મતદાર જાગૃતિ કાર્યક્રમો આયોજિત કરાઈ રહ્યા છે.  કાર્યક્રમના ભાગરૂપે ઠેર ઠેર સો ટકા મતદાન માટેના સંકલ્પ લેવાઈ રહ્યા છે. ક્યાંક સંકલ્પપત્રોના માધ્યમથી તો ક્યાંક ઈ.શપથ લઈને પ્રજાજનો સો ટકા મતદાનની આહલેક જગાવી રહ્યા છે.  પ્રજાજનનો સંકલ્પ છે કે, અમારા કુટુંબના બધા જ મતદારો વશ્ય મતદાન કરીશુ. અઢાર વર્ષ ઉપરના અમારા પરિચિત દરેક વ્યક્તિને મતદારયાદીમા નોંધણી કરાવવા, તથા મતદાન માટે પ્રેરિત કરીશુ. ચૂંટણી પંચની ઓનલાઈન સેવાઓથી સૌને વાકેફ કરેશુ.  E.V.M. અને V.V.PET થી સુરક્ષિત અને સંશય રહિત મતદાન બાબતે જાગૃતિ ફેલાવીશુ. પ્રજાજનો પોતાના લોકતાંત્રિક હકથી વંચિત ન રહી જાય તે માટે પુરા પ્રયત્...

ડાંગ જિલ્લામાં વિધાનસભા ચૂંટણી નો પ્રચાર પ્રસાર જોરસોર થી ચાલુ છે ત્યારે ગુરુવારે પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાની સુબીર તાલુકા ચૂંટણી પ્રચાર દરમિયાન ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા ગુજરાત ડાયોસીસ દ્વારા ભાજપા ને સમર્થન જાહેર કરવામાં આવ્યું છે.

Image
ડાંગ જિલ્લામાં વિધાનસભા ચૂંટણી નો પ્રચાર પ્રસાર જોરસોર થી ચાલુ છે ત્યારે ગુરુવારે પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાની સુબીર તાલુકા ચૂંટણી પ્રચાર દરમિયાન ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા ગુજરાત ડાયોસીસ દ્વારા ભાજપા ને સમર્થન જાહેર કરવામાં આવ્યું છે. સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ       ડાંગ જિલ્લા માં ચૂંટણી પ્રચાર માટે બધાજ પક્ષો દ્વારા એડિચોંટી નું જોર લગાવી રહ્યા છે. ગુરુવારે પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાની ઝંઝાવતી ચૂંટણી પ્રચારમાં વ્યાપક આવકાર મળી રહ્યો છે. સુબીર, કાલીબેલ માં જાહેર સભાઓ માં કોંગ્રેસી કાર્યકર્તાઓ, નેતાઓ ભાજપી ખેસ ધારણ કર્યા હતા. તેમજ વિપક્ષી ઓનાં ખ્રિસ્તી સમાજ નારાજ હોવાની દુષ્પ્રચાર  સામે બરડીપાડા ગામે સેંકડો ખ્રિસ્તી સમાજ અને પાસ્ટર, પાલક, અને ફાધરોએ ભાજપા ને સમર્થન જાહેર કરી પૂર્વ મંત્રી ગણપતસિંહ વસાવા નું સ્નેહ મિલન કાર્યક્રમ યોજી સન્માન કરી ખ્રિસ્તી સમાજ ભાજપા સાથે રહી વિજયભાઈ ની જીત નાં સહભાગી બનવા સમર્થન જાહેર કર્યું હતું. ખ્રિસ્તી સમજે ગત વિધાનસભા ની પેટા ચૂંટણીમાં ભવ્ય જીત અપાવી હતી, તેને ફરી થી ભાજપા નાં વિકાસ સાથે જોડાઈ વ...

વઘઈ RBSKની ટીમે હૃદયરોગની બિમારીથી પીડાતી બાળાનું યોગ્ય નિદાન કરી સારવાર અર્થે આગળ મોકલી

Image
વઘઈ RBSKની ટીમે હૃદયરોગની બિમારીથી પીડાતી બાળાનું યોગ્ય નિદાન કરી સારવાર અર્થે આગળ મોકલી સરદાર ન્યુઝ:-ચિરાગ પંચાલ-ડાંગ ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં આવેલ કોસીંમદા ગામની બાળકી પ્રિયાંશી ચૌધરીને જન્મજાત હૃદય રોગ( CONGENITAL HEART DISEASE)ની બીમારીનું માલુમ જણાતા કાલીબેલ પીએચસીની રાષ્ટ્રીય બાળ સ્વસ્થ કાર્યક્રમની ટીમે યોગ્ય સમયે નિદાન કરી સારવાર અર્થે આગળ મોકલી બાળકીને નવું જીવનદાન આપ્યું હતું. વઘઈ તાલુકાની RBSKની ટીમ દ્વારા ગામડે ગામડે ફરી બાળકોને સ્વાસ્થ્ય લગતી સમસ્યાઓનું નિદાન કરતી વખતે કોસીમદા ગામની બાળકીને આંગણવાડી કેન્દ્ર પર પ્રાથમિક તપાસ કરતા હૃદયરોગ હોવાનું લાગતા તેમને સંદર્ભ કાર્ડ આપી વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ આહવા ખાતે ખસેડાઈ હતી. જ્યાં તપાસતા બાળકીને વધુ સારવાર અર્થે યુએન મહેતા હોસ્પિટલ ખાતે રિફર કરાઈ હતી. ત્યાં તપાસ કરતાં બાળકીને CONGENITAL HEART DISEASE જણાવતા વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી આ સંદર્ભે RBSK ટીમના ડોક્ટર સોનિયા એસ. ગાઇન સાથે ટેલિફોનિક વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, બાળકને શ્વાસ લેવામાં તકલીફ, ફેફસામાં પાણી ભરાઈ જવું અને શ...

આહવા સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓએ MCMC અને મીડિયા સેન્ટરની મુલાકાત લીધી.

Image
  ડાંગ જિલ્લાના આહવા ખાતે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લા માહિતી કચેરી ખાતે MCMC તથા મીડિયા સેન્ટર કાર્યરત કરવામા આવ્યુ છે.  સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ આ મીડિયા સેન્ટરમા મીડિયાકર્મીઓ, અભ્યાસુઓ, મતદારો, તથા જાહેર જનતા માટે જિલ્લાની ચૂંટણી લક્ષી વિગતો પ્રસ્તુત કરવામા આવી છે. જેમા જિલ્લાના ચૂંટણી અધિકારીઓની વિગતો, જિલ્લાના મતદારો અને મતદાન મથકોની સંખ્યા, ઇ.વી.એમ/વી.વી.પેટ અને મેન પાવર, અગાઉની ચૂંટણીઓના પરિણામો, ચેકપોસ્ટ, કાર્યરત ટિમો, સ્વીપની પ્રવૃત્તિઓ, અવસર અને સી વિજીલ એપ, ચૂંટણી કાર્યક્રમ, મતદાર વિસ્તારનો મેપ, નોડલ ઓફિસરોની વિગતો, થીમ આધારિત મતદાન મથકોની માહિતી ઉપરાંત ચૂંટણીને લગતી અવનવી વિગતો દર્શાવતા માહિતીપ્રદ પોસ્ટર્સ અને બેનરો પ્રદર્શિત કરવામા આવ્યા છે.  આ મીડિયા સેન્ટરની આહવા સ્થિત આહવા સાયન્સ કોલેજના વિધ્યાર્થીઓ તેમજ કોલેજ પ્રાધ્યાપકોએ જાત મુલાકાત લઇ ચૂંટણી લક્ષી માહિતી મેળવી હતી.  ડાંગ જિલ્લા માહિતી કચેરીના  માહિતી મદદનીશ શ્રી ઉમેશ ગાવિત દ્વારા વિદ્યાર્થીઓને મીડિયા સેન્ટર અંગેની માહિતી પુરી પાડવામા આવી હતી. લોકશાહીના અવસરમા ...

પંચમહાલ કાલોલ તાલુકાના બેઢીયા ગામે વડાપ્રધાન નરેન્દ્રમોદીના આગમનની તડામાર તૈયારીઓ… સંગઠનનું સ્થળ નિરીક્ષણ

Image
પંચમહાલ કાલોલ તાલુકાના બેઢીયા ગામે વડાપ્રધાન નરેન્દ્રમોદીના આગમનની તડામાર તૈયારીઓ… સંગઠનનું સ્થળ નિરીક્ષણ સરદાર ન્યૂઝ:-તુષારસિંહ ચૌહાણ-પંચમહાલ   127 વિધાનસભા કાલોલમાં આગામી 30 નવેમ્બરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કાલોલ ગોધરા હાઈવે રોડ ઉપર આવેલ બેઢિયા નજીક માઇકો કંપનીનાં સામે આવેલા ગ્રાઉન્ડ ઉપર આવવાના હોવાનાં સુચનો સાથે પંચમહાલ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના સંગઠન ના કાર્યકરો દ્વારા ગ્રાઉન્ડ ઉપર કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. વડાપ્રધાન ના આગમન સ્થળ પર ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રવકતા અને વડોદરા ના પૂર્વ મેયર ભરતભાઇ ડાંગરે સ્થળ ઉપર મૂલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું.જેમની સાથે જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ પટેલ,મહામંત્રી કુલદીપસિંહ સોલંકી તથા કાલોલ ભાજપ મંળડ પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલ હાજર રહ્યાં હતાં.

ગુજરાત છે મક્કમ, ભાજપ છે અડીખમ’ સુત્ર સાથે વઘઇ રાજેન્દ્રપુર ખાતે ભાજપના કાર્યકરોએ ચૂંટણી પ્રચાર કર્યો.

Image
રાજેન્દ્રપુર ખાતે 173 ડાંગ વિધાન સભાના ભાજપના ઉમેદવાર વિજયભાઈ પટેલના પ્રચાર માટે યુવાનો, વડીલો મોટી સંખ્યામાં જોડાયા સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ રાજેન્દ્રપુરમાં એક જ ચાલે.... ભાજપ જ ચાલેના.... નારા ગુંજયા ડાંગ જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીના ભાગરૂપે ભાજપે વઘઇના દરેક શક્તિકેન્દ્ર ઉપર પ્રચાર પ્રસાર જોર શોરથી શરૂ કર્યો છે ત્યારે  વઘઇના રાજેન્દ્રપુર શક્તિ કેન્દ્ર ૧ માં સમાવિષ્ટ બુથ નંબર 201 માં ડાંગ ૧૭૩ વિધાનસભાના ઉમેદવાર વિજયભાઈ પટેલને જંગી બહુમતીથી વિજયી બનાવવા માટે રાજેન્દ્રપુરના આ પ્રચારમાં શક્તિકેન્દ્ર 1ના સંયોજક રિતેશભાઈ પટેલ,રાજેશભાઈ ચૌધરી,કનુભાઈ ગાવીત, ગણેશભાઈ કામડી, કાર્તિક પટેલ, પાર્થેસ કાંજીયા, કમલેશ ટેલર, મનીષ પટેલ, જીજ્ઞેશ પટેલ, હિતાર્થ પટેલ, હર્ષલ ચવધરી, શૈલેષ પટેલ, હાર્દિક ચૌધરી, અમિત ચૌધરી,બાબુરાવ ભાઈ, બચુભાઈ, ગણપત ભાઈ, ઉમેશ (ડુમુક) ભાઈ ચૌધરી, લક્ષ્મણભાઈ સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો આ પ્રચારમાં જોડાયા હતા. રાજેન્દ્રપુર ના યુવાનો,વડિલો ,બહેનોએ ડાંગ વિધાનસભાની ચૂંટણીના ઉમેદવાર શ્રી વિજયભાઈ પટેલને સાથ આપવા સંકલ્પ વ્યક્ત કર્યો હતો અને ભાજપને આ વખતે ફરી વિ...

ડાંગ જિલ્લાની આરોગ્ય શાખા દ્વારા તમાકુ નિયંત્રણ ધારો-૨૦૦૩ હેઠળ ચેંકીગ કરતા પકડાયેલા ૨૮ દુકાનદારોને રૂ.૫૬૦૦ નો દંડ

Image
  ડાંગ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા તેમજ પોલીસ વિભાગ દ્વારા ગત તા. ૧૯/૧૧/૨૦૨૨ ના રોજ આહવા ખાતે  રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ ધારો-૨૦૦૩ (COTPA-2003) અંતર્ગત, ડિસ્ટ્રીકટ ટાસ્ક ફોર્સ સ્ક્વોડ દ્વારા ૨૮ દુકાનોમા ચેંકીંગ હાથ ધરવામા આવ્યુ હતુ.  સરદાર ન્યૂઝ:-ચીરાગ પંચાલ-ડાંગ જિલ્લા પંચાયત આરોગ્ય  શાખાના (NTCPSW) રસીલા સી.ચૌધરી, શ્રી એ. એચ. પટેલ (પોલીસ સબ ઇન્સ્પેકટર, આહવા), શ્રી અરવિંદભાઇ દેશમુખ (ASI), શ્રી ઇદ્રીસભાઇ મકરાણી (ASI), તેમજ હોમગાર્ડ ટીમ સાથે મળીને કુલ-૨૮ જેટલી દુકાનો પર ₹ ૫૬૦૦ નો દંડ કરાયો હતો.  અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, તથા જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારીશ્રીના જણાવ્યાનુસાર, આરોગ્ય શાખાએ કુલ-૨૨ કેસ, અને ₹ ૪૪૦૦ નો દંડ, જયારે પોલીસ વિભાગે પણ ૬ કેસ અને ₹ ૧૨૦૦ નો દંડ ફટકાર્યો હતો.  આ તપાસ ઝુંબેશ દરમિયાન દુકાનદારોની દુકાનોમાંથી તમાકુ, વિમલ, ગુટખા, માવો, સિગારેટ જેવી અન્ય બનાવટો મળી આવી હતી. ભારતીય સંસદે સખત તમાકુ નિયંત્રણ ધારો, ૧૮ મી મે, ૨૦૦૩ ના રોજ પસાર કર્યો, અને ૧ લી મે, ૨૦૦૪ થી તે અમલમા આવ્યો છે. સિગારેટ અને અન્ય તમાકુ ઉત્પાદન (જાહેરાત પર પ્...

વિધાનસભા સામાન્ય ચૂંટણીને લઈ ડાંગ જિલ્લાની બોર્ડર ચેકપોસ્ટ ઉપર ઘનિષ્ઠ ચેકીંગ

Image
જિલ્લાની બોર્ડર ઉપર પોલીસ સહિત સી.આર.પી.એફ જવાનો તેનાત કરાયા  સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિભાનસભાની સામાન્ય ચૂંટણી-2022 જાહેર કરવામા આવી છે. જે મુજબ 173-ડાંગ (અ.જ.જા) બેઠક ઉપર પ્રથમ ચરણમા તા.1/12/2022ના મતદાન યોજાનાર છે, ત્યારે ચૂંટણી પ્રક્રિયા ભયમુક્ત રીતે યોજાય, તેમજ જિલ્લામા કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુપેરે જળવાઈ રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા જિલ્લાની બોર્ડર ચેકપોસ્ટ ઉપર સઘન ચેકીંગ હાથ ધરવામા આવ્યુ છે.  વિધાનસભાની સામાન્ય ચૂંટણીને ધ્યાને રાખી ડાંગ જિલ્લાની સરહદી વિસ્તારની કુલ 13 ચેકપોસ્ટ ઉપર સી.આર.પી.એફ. ના જવાનો સહિત સ્થાનિક પોલીસના જવાનો તથા હોમગાર્ડ અને જી.આર.ડી. ના જવાનો તૈનાત કરી સઘન ચેકીંગ પ્રક્રિયા હાથ ધરવામા આવી છે. . મહારાષ્ટ્ર રાજ્યની આંતરરાજય ચેકપોસ્ટ ઉપરાંત તાપી, અને નવસારી જિલ્લાને અડીને આવેલ ચેકપોસ્ટ ઉપર 24×7 સુરક્ષાકર્મીઓ તેનાત કરવામા આવ્યા છે. બોડી વોર્ન કેમેરા, આર્મ્સ હથિયાર, વોકીટોકી, તેમજ દરેક ચેકપોસ્ટ ઉપર સી.આર.પી.એફ. ના 8 જવાનો, 2 પોલીસ કર્મીઓ, 3 હોમગાર્ડ, 3 જી. આર...

ડાંગ ના પુર્વ પટ્ટી વિસ્તાર એવા સુબીર તાલુકા માં લોકલાડીલા ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર વિજયભાઈ પટેલ નાં ઝંઝાવતી પ્રચારને જોરદાર લોકસમર્થન..

Image
ડાંગ ના પુર્વ પટ્ટી વિસ્તાર એવા સુબીર તાલુકા માં લોકલાડીલા ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર વિજયભાઈ પટેલ નાં ઝંઝાવતી પ્રચારને જોરદાર લોકસમર્થન સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ ડાંગ ૧૭૩ બેઠક ના ઉમેદવાર વિજયભાઈ પટેલ નો ઝંઝાવતી પ્રચારને ગામેગામ ભારે લોકસમર્થન મળી રહયું છે. વિજયભાઇ ને આવકારવા અને સાંભળવા માટે મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠાં થતાં હોય છે. ખૂબ જ આનંદમય માહોલ્માં બધાં વિજયભાઈ પટેલ નું સ્વાગત અને મુલાકાત કરતાં હોય છે. આવું અદ્ભૂત લોકસમર્થન ગામેગામ મળતાં વિજયભાઈ અને ભાજપના આગેવાનોનો ઉત્સાહ વધી ગયો છે. ગામેગામ વિજયભાઈ એ કરેલા વિકાસનાં કામોથી જનતા જર્નાદનમાં આનંદ વ્યાપી ગયો છે.ડાંગ ની જનતા વિજયભાઈને જીતાડવા માટે મકકમ બની છે.આ ઝંઝાવાતી પ્રચારમાં રાજકીય ચાણ્યક એવા જીલ્લા પંચાયત પ્રમુખ મંગળભાઈ ગાવિત સહિત અનેક આગેવાનો જોડાઇ વિજયભાઈ પટેલ ને જંગી મતોથી જીતાડવા યોજનાબદ્ધ રીતે પ્રચાર કરી રહી છે.