પંચમહાલ કાલોલ તાલુકાના બેઢીયા ગામે વડાપ્રધાન નરેન્દ્રમોદીના આગમનની તડામાર તૈયારીઓ… સંગઠનનું સ્થળ નિરીક્ષણ
પંચમહાલ કાલોલ તાલુકાના બેઢીયા ગામે વડાપ્રધાન નરેન્દ્રમોદીના આગમનની તડામાર તૈયારીઓ… સંગઠનનું સ્થળ નિરીક્ષણ
127 વિધાનસભા કાલોલમાં આગામી 30 નવેમ્બરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કાલોલ ગોધરા હાઈવે રોડ ઉપર આવેલ બેઢિયા નજીક માઇકો કંપનીનાં સામે આવેલા ગ્રાઉન્ડ ઉપર આવવાના હોવાનાં સુચનો સાથે પંચમહાલ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના સંગઠન ના કાર્યકરો દ્વારા ગ્રાઉન્ડ ઉપર કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. વડાપ્રધાન ના આગમન સ્થળ પર ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રવકતા અને વડોદરા ના પૂર્વ મેયર ભરતભાઇ ડાંગરે સ્થળ ઉપર મૂલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું.જેમની સાથે જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ પટેલ,મહામંત્રી કુલદીપસિંહ સોલંકી તથા કાલોલ ભાજપ મંળડ પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલ હાજર રહ્યાં હતાં.
Comments
Post a Comment