વઘઈ RBSKની ટીમે હૃદયરોગની બિમારીથી પીડાતી બાળાનું યોગ્ય નિદાન કરી સારવાર અર્થે આગળ મોકલી
વઘઈ RBSKની ટીમે હૃદયરોગની બિમારીથી પીડાતી બાળાનું યોગ્ય નિદાન કરી સારવાર અર્થે આગળ મોકલી
સરદાર ન્યુઝ:-ચિરાગ પંચાલ-ડાંગ
ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં આવેલ કોસીંમદા ગામની બાળકી પ્રિયાંશી ચૌધરીને જન્મજાત હૃદય રોગ( CONGENITAL HEART DISEASE)ની બીમારીનું માલુમ જણાતા કાલીબેલ પીએચસીની રાષ્ટ્રીય બાળ સ્વસ્થ કાર્યક્રમની ટીમે યોગ્ય સમયે નિદાન કરી સારવાર અર્થે આગળ મોકલી બાળકીને નવું જીવનદાન આપ્યું હતું.
વઘઈ તાલુકાની RBSKની ટીમ દ્વારા ગામડે ગામડે ફરી બાળકોને સ્વાસ્થ્ય લગતી સમસ્યાઓનું નિદાન કરતી વખતે કોસીમદા ગામની બાળકીને આંગણવાડી કેન્દ્ર પર પ્રાથમિક તપાસ કરતા હૃદયરોગ હોવાનું લાગતા તેમને સંદર્ભ કાર્ડ આપી વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ આહવા ખાતે ખસેડાઈ હતી. જ્યાં તપાસતા બાળકીને વધુ સારવાર અર્થે યુએન મહેતા હોસ્પિટલ ખાતે રિફર કરાઈ હતી. ત્યાં તપાસ કરતાં બાળકીને CONGENITAL HEART DISEASE જણાવતા વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી
આ સંદર્ભે RBSK ટીમના ડોક્ટર સોનિયા એસ. ગાઇન સાથે ટેલિફોનિક વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, બાળકને શ્વાસ લેવામાં તકલીફ, ફેફસામાં પાણી ભરાઈ જવું અને શરદી-ખાંસીની કાયમની તકલીફ હતી. જેથી માતા-પિતા સાથે ઘણી બધી વખતે ઘરે જઈ મુલાકાત કરી અને ઘણીવાર તેમને સમજાવ્યા બાદ 18મી નવેમ્બર 2022ના રોજ હૃદયરોગની એન્જોગ્રાફી સારવાર કરાવી બાળકને સુરક્ષિત કરવામાં આવ્યું હતું. હાલ બાળક તંદુરસ્ત અને RBSK ટીમના ફોલોઅપ હેઠળ છે.
Comments
Post a Comment