૧૭૩- ડાંગ (S.T.) વિધાનસભા મતવિસ્તારમા લોકો સ્વયંભૂ મતદાન કરવા પ્રેરાઈ તે માટે વ્યાપક પણે મતદાર જાગૃતિ કાર્યક્રમોનુ આયોજન કરાઈ રહ્યુ છે.
અવસર, લોકશાહીના સન્માનનો અવસર, સો ટકા મતદાનનો
૧૭૩- ડાંગ (S.T.) વિધાનસભા મતવિસ્તારમા લોકો સ્વયંભૂ મતદાન કરવા પ્રેરાઈ તે માટે વ્યાપક પણે મતદાર જાગૃતિ કાર્યક્રમોનુ આયોજન કરાઈ રહ્યુ છે.
લોકશાહીના જતન-સંવર્ધન માટે વધુમા વધુ મતદારો મતદાન પ્રક્રિયામા ભાગ લે તે આવશ્યક છે. ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજાના વડપણ હેઠળ જિલ્લામા શ્રેણીબધ મતદાર જાગૃતિ કાર્યક્રમો આયોજિત કરાઈ રહ્યા છે.
કાર્યક્રમના ભાગરૂપે ઠેર ઠેર સો ટકા મતદાન માટેના સંકલ્પ લેવાઈ રહ્યા છે. ક્યાંક સંકલ્પપત્રોના માધ્યમથી તો ક્યાંક ઈ.શપથ લઈને પ્રજાજનો સો ટકા મતદાનની આહલેક જગાવી રહ્યા છે.
પ્રજાજનનો સંકલ્પ છે કે,
અમારા કુટુંબના બધા જ મતદારો વશ્ય મતદાન કરીશુ.
અઢાર વર્ષ ઉપરના અમારા પરિચિત દરેક વ્યક્તિને મતદારયાદીમા નોંધણી કરાવવા, તથા મતદાન માટે પ્રેરિત કરીશુ.
ચૂંટણી પંચની ઓનલાઈન સેવાઓથી સૌને વાકેફ કરેશુ.
E.V.M. અને V.V.PET થી સુરક્ષિત અને સંશય રહિત મતદાન બાબતે જાગૃતિ ફેલાવીશુ.
પ્રજાજનો પોતાના લોકતાંત્રિક હકથી વંચિત ન રહી જાય તે માટે પુરા પ્રયત્નો કરીશુ.
ઉલ્લેખનિય છે કે, ૧૭૩-ડાંગ વિધાનસભા મતવિસ્તારમા સને ૨૦૧૪ ની લોકસભાની સામાન્ય ચૂંટણીમા ૮૧.૩૩ ટકા, વિધાનસભાની સને ૨૦૧૭ ની સામાન્ય ચૂંટણીમા ૭૩.૮૧ ટકા, લોકસભાની ૨૦૧૯ ની સામાન્ય ચૂંટણીમાં ૮૧.૨૩ ટકા અને સને ૨૦૨૦ ની વિધાનસભાની પેટા ચૂંટણીમા ૭૫.૦૧ ટકા જેટલુ મતદાન નોંધાવા પામ્યુ છે.
Comments
Post a Comment